વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં લૉન્ચિંગને ત્રણ વર્ષ પૂરા થવાના પ્રસંગે તાજેતરમાં જ નવી દિલ્હીના પ્રગતિ મેદાનમાં યોજાયેલા અખિલ ભારતીય શિક્ષણ સમાગમના એક કાર્યક્રમમાં કહ્યું કે, ‘નવી શિક્ષણ નીતિને રજૂ કરવાનો નિર્ણય યુગ બદલવા સમાન હતો.’ ૧૨ ભારતીય ભાષાઓમાં લખાયેલાં ૧૦૦ પુસ્તકોનું તેમણે વિમોચન કર્યું અને સંબોધનમાં કહ્યું કે ભાષા મુદ્દે રાજકારણ કરનારાઓની ‘નફરતની દુકાન’ બંધ થઈ જશે. વડાપ્રધાનનું આવું કહેવા પાછળનો આશય ભૂતકાળથી લઈને વર્તમાન સુધી ભાષાના મામલે આપણા દેશમાં જે રાજકારણ ખેલાતું રહ્યું છે, તેની સામે તેઓની ચેતવણી છે.
વાસ્તવમાં ભારત અનેક ભાષાઓનો દેશ છે. ભાષા એ સંચારનું માધ્યમ હોવા ઉપરાંત ભારતીય સંસ્કૃતિની વિધિધતાનું એક મહત્ત્વનું અંગ છે. આવી સકારાત્મક બાબતો સાથે એ પણ હકીકત છે કે ભાષા જ્યારે રાજકારણના રંગ પણ નક્કી કરે છે ત્યારે ‘નફરતની દુકાનો’નું બજા૨ ગરમ રહે છે. ભાષણોથી દોરાતા આપણા દેશમાં ભાષાના રાજકારણે સત્તાનો માર્ગ બનાવ્યો પણ છે અને બગાડ્યો પણ છે. ભારતનાં ઘણાં રાજ્યોની રચના ભાષાના સૈદ્ધાંતિક ધોરણે થઈ છે અને તે નીતિ સુયોગ્ય અને સફળ સિદ્ધ થઈ છે, પરંતુ રાજ્યોની રચના થઈ ગયા પછી ભાષાને સત્તાકારણનું હથિયાર બનાવી સમાજને અને રાષ્ટ્રને નુકસાન થાય તેવું હલકું રાજકારણ રમવું તે અક્ષમ્ય અને નિંદાને પાત્ર છે, જે હવે બંધ થવું જરૂરી છે. ભારતમાં સૌથી વધુ બોલાતી હિન્દીને રાષ્ટ્રભાષાનો દરજ્જો હજુ સુધી પ્રાપ્ત નથી, એટલું જ નહીં, દક્ષિણનાં રાજ્યોમાં આજે પણ તેનો વિરોધ જોવા મળે છે, તે ભાષા નીતિના મામલે આપણી વિચિત્ર વિડંબના છે. ભારતના ગૃહ મંત્રાલયને આરટીઆઇની પૃચ્છાના જવાબમાં અનેકવાર કહેવું પડે છે કે હિન્દી સત્તાવાર ભાષા છે, પરંતુ રાષ્ટ્રભાષા નથી!
હિન્દીને રાષ્ટ્રભાષા બનાવવા સામે વિરોધ
This story is from the August 12, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the August 12, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ
બિંજ-થિંગ
કામ, જો જો ક્યાંક કરી ન નાખે ‘કામ’ તમામ
મિથુન દાની ‘ગરીબો કા અમિતાભ’થી ‘એ' કેટેગરીના હીરો સુધીની સફર
ફિલ્મ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન બદલ દાદા સાહેબ ફાળકે ઍવૉર્ડ માટે મિથુન ચક્રવર્તીનું નામ જાહેર થયા બાદ તેમણે કહ્યું હતું, ‘હું કોલકાતાની નાની ગલીઓમાંથી આવ્યો છું. મેં ખૂબ જ સંઘર્ષ કર્યો છે. મેં કરેલી અસાધારણ શરૂઆતને હું ક્યારે નહીં ભૂલી શકું. હું મારી જાતને પૂછું છું, શું આ સાચું છે? હું મારી ભાવનાને શબ્દમાં વ્યક્ત નહીં કરી શકું.’ *** રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા બાદ જ્યારે પત્રકાર ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા ત્યારે મિથુન ચક્રવર્તી ભૂખના કારણે બોલી શકતા નહોતા. તેમણે પત્રકારને કહ્યું કે, પહેલાં તું જમાડ, પછી જ હું ઇન્ટરવ્યૂ આપીશ!
પ્રવાસન રક્ષા ભટ્ટ
રાજી નીશીનીવા પાર્ક, ઉત્તરાખંડ
ગાંધીજીની ખાદી જનસામાન્યની પહોંચથી દૂર
ગાંધીજીની ખાદી આજે માત્ર વારે-તહેવારે, સરકારી કાર્યક્રમોમાં કે ખૂબ પૈસાપાત્ર વ્યક્તિઓ પાસે જ દેખાય છે. ખૂબ મોંઘી ખાદી ખરીદવાનું સામાન્ય લોકોનું ગજું રહ્યું નથી. ખાદી મોંઘી થઈ એ માટે સરકારી અધિકારીઓની અવ્યવહારુ નીતિ જવાબદાર છે. આજે ખાદીના વણાટ સહિતનાં કામો માટે નવી પેઢી આવવા તૈયાર નથી. ઓછું વળતર અને વધુ મહેનતના કારણે કારીગરો ખાદીથી દૂર થઈ રહ્યા છે.