ફૅશન ઇન્ડસ્ટ્રી અને સ્ટાઇલની વાત કરવામાં આવે ત્યારે જેટલું વૈવિધ્ય મહિલાઓ અને પુરુષોની ફેશન ઇન્ડસ્ટ્રીમાં જોવા મળે છે તેનાથી વધારે વૈવિધ્ય બાળકોની ફેશનમાં જોવા મળે છે. કિડ્સ એપરેલ, એક્સેસરિઝ, ફૂટવેરમાં સમયાંતરે નવી-નવી સ્ટાઇલ, પેટર્ન અને ટ્રેન્ડ્સ જોવા મળે છે. કિડ્સ ફેશન ઇન્ડસ્ટ્રી ખૂબ ઝડપથી વિસ્તરી રહી છે, પરિણામે ઘણીવાર માતા-પિતા કન્ફ્યુઝ થતાં જોવા મળે છે કે બાળકો માટે કયા આઉટફ્ટિની ખરીદી કરીએ અને કયા ના લઈએ. આ ઉપરાંત કિડ્સ વેર એટલા આકર્ષક રંગો અને પેટર્નમાં ઉપલબ્ધ હોય છે કે તેમને જોતાં જ એ લઈ લેવાનું મન થઈ જતું હોય છે. સામાન્ય રીતે બોય્ઝની સરખામણીમાં ગર્લ્સ ક્લોથ એન્ડ ફૂટવેરમાં ઘણું વૈવિધ્ય જોવા મળે છે. તેથી જ ઘણીવાર માતા-પિતા રમૂજી સ્વરમાં ફરિયાદ પણ કરતાં જોવા મળે છે કે છોકરીઓના ફ્રોક અને સ્કર્ટ-ટોપ કે સેન્ડલમાં જેટલું નાવીન્ય જોવા મળે છે એટલું નાવીન્ય છોકરાઓનાં કપડાં અને પગરખામાં નથી જોવા મળતું. ખેર, જે નિયમ મહિલાઓ અને પુરુષોના ફેશન માર્કેટમાં લાગુ પડે છે એ જ નિયમ બાળકોની ફેશનમાં લાગુ પડે છે અને એ છે જૂની ફેશન નવા રંગરૂપ સાથે ફરીથી ટ્રેન્ડ થવી. અગાઉ બાબાસૂટ તરીકે જાણીતી ફેશન આજે બાળકોના કિડ્સ વેરમાં ફરીથી ટ્રેન્ડ કરી રહી છે. જમ્પસૂટ અને ડંગરી પણ એ રીતે ફરીથી લોકપ્રિય બની રહી છે. ગર્લ્સ ફેશનમાં પોલકા ડોટ ફ્રોક અને ટોપ તેમ જ સ્કર્ટ ઓલટાઇમ ફેવરિટ રહી છે. એ જ રીતે છોકરાઓમાં શોલ્ડર બેલ્ટ સાથેના પેન્ટ અને શર્ટ હંમેશાંથી લોકપ્રિય રહ્યા છે.
This story is from the August 26, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the August 26, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ