ડિજિટલ ડિટોક્સિફિકેશન તે કેમ અનિવાર્ય બનતું જાય છે?
ABHIYAAN|December 09, 2023
એલોન મસ્કની સેટેલાઇટોનાં ઝૂમખાંઓ દ્વારા ઇન્ટરનેટ સર્વિસ પૂરી પાડતી કંપની ‘સ્ટારલિન્ક’ હાલમાં સારું કામ કરી રહી છે
વિનોદ પંડ્યા
ડિજિટલ ડિટોક્સિફિકેશન તે કેમ અનિવાર્ય બનતું જાય છે?

એલોન મસ્કની સેટેલાઇટોનાં ઝૂમખાંઓ દ્વારા ઇન્ટરનેટ સર્વિસ પૂરી પાડતી કંપની ‘સ્ટારલિન્ક’ હાલમાં સારું કામ કરી રહી છે. મસ્કની સ્પેસએક્સ કંપનીના શેર્સના ભાવ વધી રહ્યા છે. મતલબ કે સ્ટારલિન્ક દ્વારા ઇન્ટરનેટ સેવા વિતરિત કરવાનું પ્રોસ્પેક્ટ ઊજળું છે. હાલમાં તે જગતના અમુક પોકેટ્સમાં કામ રહી છે, પરંતુ પૂર્ણ કક્ષાએ ચાલુ થશે પછી જગતનો કોઈ એવો ખૂણો બાકી નહીં રહે જ્યાં ઝડપી ઇન્ટરનેટ સેવા પ્રાપ્ત નહીં થતી હોય. પણ એ સાથે ઇન્ટરનેટ સાથે જોડાયેલા સોશિયલ મીડિયા સાથે વળગી રહેવાની બીમારી વધુ ફેલાશે.

આજે જ આ વ્યસને એક મહામુસીબતનું સ્થાન લઈ લીધું છે. તન, મન અને ધન પર પણ તેની વરવી અસરો પડી રહી છે. ખાસ કરીને મગજ અને શરીર પર. ત્યાં સુધી કે તેના વળગણથી લોકોને છોડાવવા માટે અને તનમનની તંદુરસ્તી પાછી મેળવવા માટે ડિજિટલ ડિટોક્સિફિકેશન નામનો એક નવો અને જરૂરી આયામ વિશ્વભરમાં શરૂ થયો છે.

બોલવું, ઓછું ઓછું બતાવવું અથવા સોશિયલ મીડિયા પરથી લાંબો બ્રેક લેવો તેને આજકાલ મગજને શાંત પાડવા માટેનો ઉત્તમ ગણવામાં છે. તેના ફાયદાઓ દેખીતા છે. એક અભ્યાસનું તારણ કહે છે કે ઇન્ટરનેટથી માત્ર એક સપ્તાહ ઉપચાર આવે દૂર થવાથી પણ તન-મન પર ઘણી સારી અસર પડે છે. એક જૂથને એક સપ્તાહ માટે ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટીક-ટૉકથી અળગું રખાયું હતું. પરિણામોમાં જણાયું કે એ જૂથાના સભ્યોમાં ડિપ્રેશનનું અને ચિંતાનું પ્રમાણ ઘટ્યું હતું અને તેઓના ઑવરઑલ આરોગ્ય પર નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો.

આરોગ્ય અને વ્યાયામની સાઇકોલૉજીના બેથ યુનિવર્સિટી કૉલેજના લેક્ચરર જેફરી લેમ્બર્ટ કહે છે કે, જો એક સપ્તાહમાં સારો ફરક પડ્યો તો વધુ લાંબો સમય અળગા રહીને વધુ ફાયદો મેળવી શકાય કે કેમ? તે બાબતનું સંશોધન તેઓ કરી રહ્યા છે. એક સપ્તાહ માટેનું સંશોધન પણ એમણે બેથ યુનિવર્સિટી ખાતે હાથ ધર્યું હતું. એમના કહેવા પ્રમાણે, ‘ઘણા લોકોએ માત્ર એક સપ્તાહની રજા રાખી તેમાં જ તેઓને સમજાઈ ગયું કે તેઓ કેટલી હદે ઇન્ટનેટનો દુરુપયોગ કરી રહ્યા હતા. ઘણાને રજા લીધા બાદ ખૂબ સારું લાગવા માંડ્યું અને ઇન્ટરનેટમાં જ પરોવાયેલાં રહેતાં હતાં તે બાબતનો અફસોસ પણ થયો હતો.

This story is from the December 09, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the December 09, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી

time-read
5 mins  |
Abhiyaan Magazine 16/11/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?

time-read
7 mins  |
Abhiyaan Magazine 16/11/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?

time-read
2 mins  |
Abhiyaan Magazine 16/11/2024
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
ABHIYAAN

ઉત્સવો આપણને કંઈક કહી ગયા...

કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી

time-read
3 mins  |
Abhiyaan Magazine 16/11/2024
સંપાદકીય
ABHIYAAN

સંપાદકીય

સ્વાગતમ્ અનલ નામ સંવત્સર

time-read
2 mins  |
Abhiyaan Magazine 02/11/2024
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
ABHIYAAN

પરમ શ્રદ્ધાનું એક સરનામું!

અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.

time-read
5 mins  |
Abhiyaan Magazine 02/11/2024
પંચામૃત
ABHIYAAN

પંચામૃત

કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!

time-read
2 mins  |
Abhiyaan Magazine 02/11/2024
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
ABHIYAAN

મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ

દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
ABHIYAAN

હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?

કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ

time-read
3 mins  |
Abhiyaan Magazine 26/10/2024