એક સમય હતો કે કોઈ નવદંપતીને હનીમૂન ડેસ્ટિનેશન બાબતે પૂછો તો જે ચાર-પાંચ નામ બોલાતાં એમાંનું એક ઊટી હતું. હવે તો ટ્રૅન્ડ બદલાયો છે અને બાલી, વિયેટનામ અને શ્રીલંકા જેવા વિદેશી ડેસ્ટિનેશન પર ન્યૂલી વેડ કપલ્સનો ક્રશ વધ્યો છે, પરંતુ તેમ છતાં ઊટી તરફનો રશ તો એવોને એવો જ અકબંધ છે.
‘ક્વીન ઑફ હિલ સ્ટેશન્સ' ગણાતું આ ઊટી તામિલનાડુ રાજ્યના નીલગિરિ જિલ્લાનું હિલ સ્ટેશન હોવા ઉપરાંત પશ્ચિમ ઘાટની નીલગિરિ પર્વતમાળામાં રહેલું એક નગર પણ છે. ઉટાકામન્ડની બદલે ‘ઊટી’ એવા નામે લોકજીભે રમતું આ ગિરિમથક કર્ણાટક અને તામિલનાડુની સરહદ પાસે આવેલું છે.
સત્તાવાર રીતે તામિલ ભાષા બોલતું આ ઉદગમંડલમ એટલે ઊટી સબટ્રોપિકલ હાઇલૅન્ડ છે, જ્યાં ઑક્ટોબરથી ફેબ્રુઆરી સુધી પાંચથી બાવીસ ડિગ્રીનું તાપમાન હોય છે અને માર્ચથી મે મહિનો પંદરથી ત્રીસ ડિગ્રીના ખુશનુમા વાતાવરણમાં પ્રવાસીઓને હૂંફ આપે છે.
૭૩૫૦ ફૂટની ઊંચાઈ પર આવું હિમાલયન ઉષ્ણતામાન ધરાવતું દક્ષિણ ભારતનું ઊટી નીલિંગિર ઘાટ રોડ અને નીલિંગર માઉન્ટેઇન રેલવેથી જોડાયેલું એવું હિલ સ્ટેશન છે જે નીલકુરીન્જી ફૂલોથી છવાયેલા ભૂરા પર્વતોની સમૃદ્ધિ લઈને શ્વસે છે અને અનેક નવદંપતીઓને પણ એકબીજાના શ્વાસમાં ગૂંથે છે.
દાયકાઓથી આવા રોમૅન્ટિક વિવિંગનું હનીમૂન ડેસ્ટિનેશન ગણાતું ઊટી જે પ્રદેશમાં આવ્યું છે તે નીલગિરિ રિજિયન મૂળ બડાગા, તોડા,ઈરુલા અને કુરુમ્બા જેવા વનવાસીઓની ભૂમિ હતી. સાતવાહન, ગંગ, કદંબ અને હોયશાલા જેવા વંશોનો સાક્ષી આ લીલોછમ પ્રદેશ અઢારમી સદીમાં ટીપુ સુલતાન દ્વારા તો કેપ્ચર થયેલો હતો જ, પરંતુ બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ પણ અહીં રાજ કર્યું હતું.
રાજ-પાટની આવી ઐતિહાસિક ઘટનાઓમાં વણાયેલી નીલિંગિર પર્વતમાળાનો મંત્રમુગ્ધ કરતો પ્રદેશ અને તેના ખોળે રહેલા ઊટીની ખરી મજા નીલિંગર પર્વતમાળા વચ્ચે ફરતી મીટરગેજ ટૉય ટ્રેનની સફરની છે. ઊટીથી ઉદગમંડલમ રેલવે સ્ટેશન પહોંચી સવારે સાતથી બપોરે બાર અથવા બપોરે બેથી સાંજે સાડાપાંચમાંથી કોઈ એક સમય પસંદ કરી કુલ ૪૬ કિ.મી.નું લીલુંછમ અંતર એન્જોય કરવાની મજા છે. મેટ્ટુપાલયમથી નીકળી કુન્નુર, કેલર, વેલિંગ્ટન, લવડેલ અને ઉટાકામંડને ક્રોસ કરતાં કરતાં ઊંડી ખીણો, ઊભાં ચઢાણ, વનો-જંગલો અને ચાના બગીચાના ઢાળવાળા લીલાછમ ચોસલાઓ આપણી સામે ખૂલતા જાય અને એમાં વચ્ચે આવતાં જાય ૨૫૦ પુલ અને ૧૬ જેટલી ટનલ્સ.
This story is from the January 13, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the January 13, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ