બિંજ-થિંગ
ABHIYAAN|January 13, 2023
એક ભૂલા પડેલા રોમેન્ટિકનું... દુઃસ્વપ્ન
પ્રિયંકા જોષી
બિંજ-થિંગ

મૃણાલ, મૃણાલ આ બધામાં ક્યાં છે તું?

સાંભળે છે મારો અવાજ? 

પથ્થરના હ્રદયમાં રહેલા ઉલ્કાના સ્મરણ જેવો

વનમાં લાગેલા દવથી ભડકેલા વાઘની આંખના તણખાથી ત્રોફાયેલો તારાં આંસુના તેજાબથી કોતરાયેલો

કબ્રસ્તાનના ધોળા ધૂપધોયા વિષાદભીનો

જળમાં સળકતા કશાક આદિમ સ્પર્શના નિઃશ્વાસ જેવો

ખંડિયેરમાં અથડાતા જરઠ બોખા કાળ જેવો ઠાલો દરમાં સરી જતા શાપ જેવો નિઃશબ્દ મૃણાલ, સાંભળે છે તું મારો અવાજ?

‘એક ભૂલા પડેલા રોમૅન્ટિકનું – દુઃસ્વપ્ન’નો અંશ.

કેટલીક કૃતિઓ કાળજેયી હોય છે. સમયના પ્રવાહો તેને ભૂંસી શકતા નથી. એ રચનામાં પડેલી સર્જકની ચેતના તેનું સંધાન મેળવી જ લેતી હોય છે. વર્ષ ૧૯૭૩માં પ્રગટ થયેલ કાવ્યસંગ્રહ ‘ઇતરા’માં આ કાવ્ય મળે છે. એ પછી સાહિત્ય રસિક મહેન્દ્ર ભગત દ્વારા તેનું પઠન થાય છે. વર્ષો બાદ સુપ્રસિદ્ધ ફિલ્મ વિવેચક અમૃત ગંગર તેની પરિકલ્પના કરે છે અને ૨૦૨૨માં તેમના શિષ્ય સુરતમાં રહેતાં જય ખોલિયા તેના આધારે એક શોર્ટ ફિલ્મ બનાવે છે. આ સમગ્ર સર્જનપ્રક્રિયા ખૂબ રસપ્રદ છે અને એટલાં રસપ્રદ છે તેની સાથે જોડાયેલાં વ્યક્તિ અને પ્રસંગો.

આધુનિક ગુજરાતી સાહિત્યમાં યુવપરિવર્તક તરીકે જેમની પ્રખ્યાતિ ચિરંજીવી છે એ સુરેશ જોશીના હસ્તે આ કાવ્ય પ્રગટ થયું છે. કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નિબંધકાર, વિવેચક, સંપાદક અને અનુવાદક જેવી વિદ્યાઓમાં તેમની સર્જકતા વહી છે. તેમની રચનાઓમાં વિદેશી સાહિત્યનો પ્રભાવ જોવા મળે છે, કદાચ તેથી જ તે વૈશ્વિક બનવા પામ્યું છે. તેમનું સર્જન અને વિવેચન થકી જ ગુજરાતી સાહિત્યમાં આધુનિક ચેતનાનું સાચા અર્થમાં અવતરણ થયું એમ કહી શકાય. આ કાવ્યમાં પ્રયોજાયેલ કલ્પનો અતિશયતાની અનુભૂતિ કરાવે છે. તેમની

લેખનશૈલીમાં પ્રતીકો અને કલ્પનાની જુગલબંધીથી અતિવાસ્તવવાદી દશ્યો રચાય છે. તેમના સર્જનમાં સંવેદનશીલતા અને જાગ્રત ચેતનાનું સંયોજન જોવા મળે છે.

આ રચનાની જેમ તેમની અન્ય રચનાઓમાં પણ તેમનું સમષ્ટિ પ્રત્યેનું નિતાંત કુતૂહલ વ્યક્ત થાય છે. કવિ સુરેશ જોષી માટે આ સૃષ્ટિ કે પ્રકૃતિ, સ્ત્રીના હોઠના ખૂણે ઊગતાં હાસ્યની રેખા જેવી રહસ્યમય છે.

This story is from the January 13, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the January 13, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન
ABHIYAAN

એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન

લય બ્રહ્માંડમાં વિલીન થયો... શ્વાસનો લય તૂટ્યો અને હૃદયનો તાલ છૂટ્યો.. કરોડો દિલો ઉપર રાજ કરનારા ઉસ્તાદ ઝાકીર હુસૈનનો દેહવિલય થયો...

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ABHIYAAN

મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ

ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
ABHIYAAN

સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...

પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
ABHIYAAN

૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ

મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
ABHIYAAN

પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ

કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે

time-read
5 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે

time-read
4 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
ABHIYAAN

એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે

સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024