રામના જન્મને સાત હજારની આસપાસ વરસ થયાં તેમ અમુક વિદ્વાનો માને છે, આટલાં વરસો પછી રામમાં શ્રદ્ધા વધી છે. ભારતીય જનમાનસ માં રામ એવા ઓતપ્રોત થઈ ગયા છે કે રામ વગરનું જીવન હિન્દુઓને જીવન ના લાગે.
ઇતિહાસ જુઓ તો રામ માત્ર ભારતવર્ષના અને હિન્દુ ધર્મના સીમાડાઓ સુધી મર્યાદિત રહ્યા નથી. શીખ ધર્મના ગુરુ ગ્રંથ સાહેબમાં રામ એ નિરાકાર ઈશ્વરનું પર્યાયવાચી નામ છે. ગુરુ ગોવિંદ સિંહ અને નાનક દેવજી પોતાને લવ અને કુશના વંશજો માનતા હતા. ગુરુ ગ્રંથ સાહેબમાં હરિ શબ્દનો સાત હજારથી વધુ વખત અને રામ શબ્દનો ૨૫૦૦ વખત ઉલ્લેખ જોવા મળે છે. શીખ ધર્મના ચિંતકો કહે છે કે શીખ ધર્મ માનવી જેવા દેખાતા કોઈને પણ ભગવાન તરીકે સ્વીકારતો નથી. આથી રામનો એ ઉલ્લેખ નિરાકાર, નિર્ગુણ પ્રભુ તરીકે થયો છે. આ બાબતમાં અનુયાયી ઓ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. એમ કહી શકાય કે શીખ ધર્મમાં રામ નામને વધુ ઊંચું સ્વરૂપ અને સ્થાન અપાયું છે, પણ અંતે તો હિન્દુ ધર્મના રામ નામની આ અસર છે.
કેન્દ્રમાં, મોદી સરકારમાં પાંચ વરસ પ્રધાન રહી ચૂકેલા અને અગાઉ મુંબઈના પોલીસ કમિશનર હતા તે વર્તમાન સાંસદ સત્યપાલ સિંહે રામ વિષે ઘણાં સંશોધનો અને વિવેચનો લખ્યાં છે. એમના મતે રામના સમયમાં પ્રજામાં માત્ર બે વિભાજન હતા, આર્યો અને અનાર્યો, જે અસુર કે રાક્ષસ તરીકે પણ ઓળખાતા. એ તમામ લોકોની માત્ર એક જ સંસ્કૃતિ હતી.
સત્યપાલ સિંહના મતે શ્રીરામ વિશેના જ્ઞાનનો મૂળ અને આધારભૂત સ્ત્રોત વાલ્મીકિ રામાયણ છે. વાલ્મીકિએ જે ઉમદા કાર્ય કર્યું છે તે એમને જગતના પ્રથમ કવિ તરીકેની માન્યતા બક્ષે છે. જોકે, શ્રીરામની કથા માત્ર રામાયણનાં પાનાંઓ પૂરતી સીમિત રહી નથી. વિશ્વનાં પ્રાચીન સાહિત્ય અને ઐતિહાસિક ગ્રંથો, લખાણોમાં અનેક સ્થળે શ્રીરામ વિશેના ઉલ્લેખો અને વૃત્તાંતો જોવા મળે છે.
This story is from the January 27, 2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the January 27, 2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
વિઝા વિમર્શ,
રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે
જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો
માણસને બદલે હું ઝાડવું હોત, કૈક માળા બંધાત મારી ડાળીએ! રોજે રોજ કરતો હું હોત એની સાથ એને હોય કોઈ મનગમતી વાત યોગેશ પંડ્યા