ડીપફેક અને ડિજિટલ ક્લોન: ડરના જરૂરી હૈ!
ABHIYAAN|Abhiyaan Magazine 024/02/2024
ડીપફૅક એટલે કુશળતાપૂર્વક બનાવેલું નકલી કન્ટેન્ટ, જે એકદમ સાચું લાગે. અમેરિકન સેલિબ્રિટી ટેલર સ્વિફટની અભદ્ર ડીપફૅક ઇમેજને કારણે તેને વિશે સર્ચ કરવાનું અટકાવી દેવાયેલું. બ્રિટન, અમેરિકામાં શાળાના વિદ્યાર્થીઓ વચ્ચે એકબીજાનું અશ્લીલ ડીપફૅક કન્ટેન્ટ પ્રસરી રહ્યું હોવાથી વાલીઓ ચિંતામાં છે.
સ્પર્શ હાર્દિક
ડીપફેક અને ડિજિટલ ક્લોન: ડરના જરૂરી હૈ!

ડિરેક્ટર-૨ાઈટ રજત કપૂરની ૨૦૧૪માં આવેલી ઉત્કૃષ્ટ ફિલ્મ ‘આંખો દેખી’નો પ્રૌઢ નાયક એક ઘટનામાંથી બોધ લઈને નક્કી કરે છે, કે હવે આંખોથી જોયેલું હોય એ જ સત્ય! ફક્ત ચક્ષુઓ દ્વારા પ્રાપ્ત થનારા પ્રત્યક્ષ પ્રમાણ કે જ્ઞાનને જ તે સાચું માનશે! સાંભળેલું, વાંચેલું પણ સાચું હશે, હોઈ શકે એવી સંભાવના નાયક સ્વીકારે છે, કિન્તુ નજરોનજર જોયા વિના એ કશું સાચું માનશે નહીં એવું પ્રણ લે છે. જે પ્રકારના ભવિષ્ય તરફ વિશ્વ આગળ વધી રહ્યું છે, એ જોતાં સંભવ છે કે આવનારા સમયમાં કેટલાંયે લોકો ‘આંખો દેખી'ના નાયકની જેમ કશું માનવા કે ન માનવા માટે પ્રત્યક્ષ પ્રમાણનો જ આગ્રહ રાખે! એનું એક મોટું કારણ બની શકે છે ‘ડીપફેંક’.

વર્ષેક પહેલાં ચૅટજીપીટી લૉન્ચ થયા પછી ટૅક્નોલૉજીને લગતી મહત્તમ મોટી ઘટનાઓ હવે એ.આઈ.ની આસપાસ આકાર લઈ રહી છે. આ ક્રમમાં નવું ઉમેરણ છે, ડીપફૅકનો ત્રાસ. સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ‘રેડિટ’ પર ૨૦૧૭માં એક યુઝરે કૉઇન કરેલ ડીપફૅક શબ્દનો સરળ અર્થ આવો કરી શકાય - કુશળતાપૂર્વક બનાવેલું એવું નકલી કન્ટેન્ટ જે એકદમ સાચું લાગે. થોડા દિવસ પહેલાં ઍક્સ (પૂર્વેનું ટ્વિટર) દ્વારા અમેરિકન સંગીત જગતની ટોચની સેલિબ્રિટી ટેલર સ્વિફ્ટ વિશે સર્ચ કરવાનું થોડા સમય માટે અટકાવી દેવાયેલું. કારણ? કોઈએ માઇક્રોસોફ્ટના એ.આઈ. પ્રોગ્રામ વડે બનાવેલી ટેલર સ્વિફ્ટની વાંધાજનક અને અભત રીપકૅક ઇમેજ એક્સ પર પોસ્ટ કરેલી

જેમાંની એક પોસ્ટને સત્તરેક કલાકમાં અંદાજે સાડા ચાર કરોડ વ્યૂ મળેલા! આ પહેલાં ભારતમાં રશ્મિકા મંદાના, કાજોલ અને અન્ય અભિનેત્રીઓ પણ ડીપફૅકનો શિકાર બની ચૂકી છે. એક ડીપફૅક વીડિયોમાં પોતાને ગરબે રમતા જોઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આની ગંભીરતા પ્રગટ કરેલી.

This story is from the Abhiyaan Magazine 024/02/2024 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the Abhiyaan Magazine 024/02/2024 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન
ABHIYAAN

એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન

લય બ્રહ્માંડમાં વિલીન થયો... શ્વાસનો લય તૂટ્યો અને હૃદયનો તાલ છૂટ્યો.. કરોડો દિલો ઉપર રાજ કરનારા ઉસ્તાદ ઝાકીર હુસૈનનો દેહવિલય થયો...

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ABHIYAAN

મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ

ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
ABHIYAAN

સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...

પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
ABHIYAAN

૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ

મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
ABHIYAAN

પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ

કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે

time-read
5 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે

time-read
4 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
ABHIYAAN

એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે

સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024