માર્ચ મહિનો આવતાં જ દુનિયાભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (૮ માર્ચ) અને આંતરરાષ્ટ્રીય મહિલા સપ્તાહની ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ જાય છે. મહિલાઓનાં સંઘર્ષ અને સિદ્ધિઓને બિરદાવતા અનેક કાર્યક્રમો યોજાય છે. એક સ્ત્રી હોવાને નાતે દર વર્ષે હું પણ હરખભેર આવા કાર્યક્રમોમાં ભાગ લઉં છું, પરંતુ આ વર્ષે આવો હરખ નથી થતો. ટીવીના પડદા પર ઇઝરાયલ - હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધનાં દશ્યોને નિહાળું છું. ઇઝરાયલે ગાઝાપટ્ટી પર કરેલા વિનાશક હુમલાઓમાં તબાહ થઈ ગયેલાં મકાનો અને ઇન્સાનો મનને વિચલિત કરી દે છે. નાગરિકો પર લગાતાર વરસી રહેલી મિસાઇલોથી ઘાયલ એક મહિલા ત્રણેક વર્ષના પોતાના મૃ ત બાળકને બે હાથમાં ઉઠાવીને કલ્પાંત કરી રહી છે. હું ટીવીની સ્વીચ ઑફ કરી દઉં છું, પરંતુ તેથી કંઈ યુદ્ધ અટકવાનું નથી, પેલી સ્ત્રી જેવી અનેક સ્ત્રીઓનું કલ્પાંત બંધ થવાનું નથી. રશિયા-યુક્રેન વચ્ચે બે વર્ષથી ચાલી રહેલું યુદ્ધ સમાપ્ત થવાનું નામ લેતું નથી.
યુદ્ધમેદાનમાં પલટાઈ રહેલી દુનિયામાં આપણે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરીશું. મહિલાઓના અધિકારીઓના ક્ષેત્રે દુનિયામાં ઘણી સારી પ્રગતિ થઈ છે, તે વાતની ના નથી, પરંતુ યુદ્ધના અત્યાચારોનો ભોગ બનતી હજારો, લાખો સ્ત્રીઓનું શું? તેમના વિશે તો કોઈ અવાજ જ નથી ઉઠાવતું! જાણે કે આવું કશું બનતું જ નથી. ખુદ સરકારો અને નેતાઓ પણ આ બાબતે ભયંકર ચુપકીદી સેવે છે.
મારા હાથમાં જાણીતાં બ્રિટિશ મહિલા વૉર રિપોર્ટર અને લેખિકા ક્રિસ્ટિના લેમ્બનું પુસ્તક છે. પુસ્તકનું શીર્ષક છેઃ ‘Our Bodies, Their Battlefield What war Does to Women.' ક્રિસ્ટિનાએ એશિયા, આફ્રિકા, યુરોપ અને સાઉથ અમેરિકા એમ ચાર ખંડોમાં ફરીને યુદ્ધપીડિતા સ્ત્રીઓની મુલાકાત લીધી છે. તેમણે વેઠેલી યાતના અને અત્યાચારોનો ફર્સ્ટ હેન્ડ રિપોર્ટ આપ્યો છે. આ પુસ્તકમાં તેમણે યુદ્ધ, આતંકવાદી હુમલા અને બળવાઓ દરમિયાન સ્ત્રીઓનાં શરીર, મન અને આત્મા ઉપર કેવા ઊંડા જખ્મો અને ઉઝરડા થાય છે તેનો તાદશ ચિતાર આપ્યો છે.
This story is from the March 16, 2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the March 16, 2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ
બિંજ-થિંગ
કામ, જો જો ક્યાંક કરી ન નાખે ‘કામ’ તમામ
મિથુન દાની ‘ગરીબો કા અમિતાભ’થી ‘એ' કેટેગરીના હીરો સુધીની સફર
ફિલ્મ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન બદલ દાદા સાહેબ ફાળકે ઍવૉર્ડ માટે મિથુન ચક્રવર્તીનું નામ જાહેર થયા બાદ તેમણે કહ્યું હતું, ‘હું કોલકાતાની નાની ગલીઓમાંથી આવ્યો છું. મેં ખૂબ જ સંઘર્ષ કર્યો છે. મેં કરેલી અસાધારણ શરૂઆતને હું ક્યારે નહીં ભૂલી શકું. હું મારી જાતને પૂછું છું, શું આ સાચું છે? હું મારી ભાવનાને શબ્દમાં વ્યક્ત નહીં કરી શકું.’ *** રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા બાદ જ્યારે પત્રકાર ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા ત્યારે મિથુન ચક્રવર્તી ભૂખના કારણે બોલી શકતા નહોતા. તેમણે પત્રકારને કહ્યું કે, પહેલાં તું જમાડ, પછી જ હું ઇન્ટરવ્યૂ આપીશ!
પ્રવાસન રક્ષા ભટ્ટ
રાજી નીશીનીવા પાર્ક, ઉત્તરાખંડ
ગાંધીજીની ખાદી જનસામાન્યની પહોંચથી દૂર
ગાંધીજીની ખાદી આજે માત્ર વારે-તહેવારે, સરકારી કાર્યક્રમોમાં કે ખૂબ પૈસાપાત્ર વ્યક્તિઓ પાસે જ દેખાય છે. ખૂબ મોંઘી ખાદી ખરીદવાનું સામાન્ય લોકોનું ગજું રહ્યું નથી. ખાદી મોંઘી થઈ એ માટે સરકારી અધિકારીઓની અવ્યવહારુ નીતિ જવાબદાર છે. આજે ખાદીના વણાટ સહિતનાં કામો માટે નવી પેઢી આવવા તૈયાર નથી. ઓછું વળતર અને વધુ મહેનતના કારણે કારીગરો ખાદીથી દૂર થઈ રહ્યા છે.