ચર્નિંગ ઘાટ
ABHIYAAN|Abhiyaan Magazine 20/04/2024
એઆઈ ખરેખર આવી જશે ત્યારે?
ગૌરાંગ અમીન
ચર્નિંગ ઘાટ

એઆઈ એટલે શું એ સમજાવવાની  જરૂરિયાત ઘટતી જાય છે? કે પછી વધતી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લોકોનું જીવન ઝડપથી બદલી રહી છે એ વિચાર નવો નથી. ૨૦૨૨ની ત્રીસમી નવેમ્બરે ચૅટ જીપીટી ઍપ બજારમાં આવી અને હોહા શરૂ થઈ. એક પછી એક કૃત્રિમ બુદ્ધિની અવનવી ઍપ્લિકેશન આવવા માંડી છે. જે અગાઉ આ ફિલ્ડમાં ના હતી એ જાયન્ટ કંપનીઓ એઆઈ ડેવલપમૅન્ટમાં લાગી ગઈ. એઆઈ ઘણું બધું બદલી નાખશે. એઆઈનાં નવાં-નવાં વર્ઝન આવશે. એઆઈ એઆઈ વચ્ચે સરહદ ખેંચાશે, દુશ્મનાવટ જન્મશે. પોતાની બુદ્ધિથી બુદ્ધિશાળી સાબિત થયેલા કેટલાંક મનુષ્ય એવું માને છે કે એઆઈને કારણે ઇકોનોમિક્સ બદલાશે, એથી વિશેષ મનોવિજ્ઞાન બદલાશે.એઆઈની સોસાયટી નામની ઍન્ટિટી પર સીધી અસર પડશે. અમુક બુદ્ધિજીવીઓ તો ભારે ઉત્સાહમાં છે કે હવે ખરો નાસ્તિકવાદ સ્થપાશે અને હવે ધર્મને પાકી હાર મળશે. જોકે અમુક ગંભીર અને સમજુ લોકો એવી ચિંતા કરે છે કે શું એઆઈ નવો ધર્મ બનશે? શું એઆઈ પોલિટિક્સ રમાડશે અને રમશે?

જે જગતમાં લાંબા સમયથી બેચાર સ્થળે યુદ્ધ ચાલે છે ત્યાં એઆઈ શાંતિ લાવશે એવું કોઈ હ્યુમન ઇન્ટેલિજન્સ વડે નથી માનતું. ડેન્માર્કમાં ૨૦૨૨માં સિન્થેટિક પાર્ટી નામની વિશ્વની પહેલી એઆઈ પોલિટિકલ પાર્ટી બની છે. નાની-નાની વાતમાં લોકભોગ્ય રીતે ટૅક્નોલૉજી વાપરતું જાપાન એઆઈ પર કન્ટ્રોલ કરતો કાયદો લાવવા મહેનત કરી રહ્યું છે. કલ્પના કરો કે ભાજપનું એઆઈ સેલ છે જે પાર્ટીને પૉલિસી બનાવી આપે છે અને સામે વિપક્ષોમાં પોતપોતાની એઆઈ પાંખ જે ઢંઢેરો ઘડે છે તેમાં એકમતી સધાય તે માટે વિખવાદ ચાલી રહ્યા છે. સમાચાર આવે કે ભારતમાં પહેલું મંદિર બનશે જેમાં એઆઈ જનરેટેડ સ્વરૂપોનાં દર્શન થશે તો શું ફીલિંગ આવે? ફીલિંગ પર માનવીનો ઇજારો છે, પણ જો ફીલિંગ મેનેજ કરનાર એઆઈ હોય તો? ન્યાયાલય એઆઈ વાપરે તો ચુકાદા જલ્દી આવે અને વધુ સચોટ આવે? એઆઈના આધિપત્ય સાથે વ્યક્તિગત જીવન ગીરવે મુકાશે અને જાસૂસીના ધંધામાં ઉછાળો આવશે એવું ઘણાંને લાગે છે.

દસકાથી સતત ચર્ચા થાય છે કે ઇન્ફોર્મેશન સર્વસ્વ છે. નાની-મોટી કંપનીઓ મોબાઇલ, લેપટોપ, ટીવી વગેરે માધ્યમથી યુઝર યા કસ્ટમરનો ડેટા ભેગો કરે છે. ડેટામાંથી ઇન્ફોર્મેશન બનાવવાની દૃષ્ટિ વર્ષો જૂની છે.

This story is from the Abhiyaan Magazine 20/04/2024 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the Abhiyaan Magazine 20/04/2024 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
સંપાદકીય
ABHIYAAN

સંપાદકીય

સ્વાગતમ્ અનલ નામ સંવત્સર

time-read
2 mins  |
Abhiyaan Magazine 02/11/2024
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
ABHIYAAN

પરમ શ્રદ્ધાનું એક સરનામું!

અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.

time-read
5 mins  |
Abhiyaan Magazine 02/11/2024
પંચામૃત
ABHIYAAN

પંચામૃત

કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!

time-read
2 mins  |
Abhiyaan Magazine 02/11/2024
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
ABHIYAAN

મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ

દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
ABHIYAAN

હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?

કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ

time-read
3 mins  |
Abhiyaan Magazine 26/10/2024
બિંજ-થિંગ
ABHIYAAN

બિંજ-થિંગ

કામ, જો જો ક્યાંક કરી ન નાખે ‘કામ’ તમામ

time-read
6 mins  |
Abhiyaan Magazine 26/10/2024
મિથુન દાની ‘ગરીબો કા અમિતાભ’થી ‘એ' કેટેગરીના હીરો સુધીની સફર
ABHIYAAN

મિથુન દાની ‘ગરીબો કા અમિતાભ’થી ‘એ' કેટેગરીના હીરો સુધીની સફર

ફિલ્મ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન બદલ દાદા સાહેબ ફાળકે ઍવૉર્ડ માટે મિથુન ચક્રવર્તીનું નામ જાહેર થયા બાદ તેમણે કહ્યું હતું, ‘હું કોલકાતાની નાની ગલીઓમાંથી આવ્યો છું. મેં ખૂબ જ સંઘર્ષ કર્યો છે. મેં કરેલી અસાધારણ શરૂઆતને હું ક્યારે નહીં ભૂલી શકું. હું મારી જાતને પૂછું છું, શું આ સાચું છે? હું મારી ભાવનાને શબ્દમાં વ્યક્ત નહીં કરી શકું.’ *** રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા બાદ જ્યારે પત્રકાર ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા ત્યારે મિથુન ચક્રવર્તી ભૂખના કારણે બોલી શકતા નહોતા. તેમણે પત્રકારને કહ્યું કે, પહેલાં તું જમાડ, પછી જ હું ઇન્ટરવ્યૂ આપીશ!

time-read
3 mins  |
Abhiyaan Magazine 26/10/2024
પ્રવાસન રક્ષા ભટ્ટ
ABHIYAAN

પ્રવાસન રક્ષા ભટ્ટ

રાજી નીશીનીવા પાર્ક, ઉત્તરાખંડ

time-read
5 mins  |
Abhiyaan Magazine 26/10/2024
ગાંધીજીની ખાદી જનસામાન્યની પહોંચથી દૂર
ABHIYAAN

ગાંધીજીની ખાદી જનસામાન્યની પહોંચથી દૂર

ગાંધીજીની ખાદી આજે માત્ર વારે-તહેવારે, સરકારી કાર્યક્રમોમાં કે ખૂબ પૈસાપાત્ર વ્યક્તિઓ પાસે જ દેખાય છે. ખૂબ મોંઘી ખાદી ખરીદવાનું સામાન્ય લોકોનું ગજું રહ્યું નથી. ખાદી મોંઘી થઈ એ માટે સરકારી અધિકારીઓની અવ્યવહારુ નીતિ જવાબદાર છે. આજે ખાદીના વણાટ સહિતનાં કામો માટે નવી પેઢી આવવા તૈયાર નથી. ઓછું વળતર અને વધુ મહેનતના કારણે કારીગરો ખાદીથી દૂર થઈ રહ્યા છે.

time-read
5 mins  |
Abhiyaan Magazine 26/10/2024