વિવિધ પ્રકારના ઓનલાઇન પ્લૅટફૉર્મ અમુકવાર એક હથિયારનો ઉપયોગ કોઈ યુઝરની વાત બીજા લોકો સુધી ઓછી પહોંચે એ માટે કરતાં હોય છે. એના માટેની ટૈનિકલ ટર્મ છે, ‘શૅડો બૅન’ અર્થાત્ યુઝરને જાણ પણ ન થાય એ રીતે તેની વાતને થોડી દબાવી દેવી, જેથી પહેલાં કરતાં એનો અવાજ જે-તે પ્લૅટફૉર્મ પર ઓછો પ્રસરી શકે. ઓનલાઇન પ્લૅટફૉર્મ જેની માલિકીનું હોય એ પોતાની ઇચ્છા પ્રમાણે એકલદોકલ વ્યક્તિઓના કે એક ચોક્કસ વિચારધારાના અવાજને ગળેટૂંપો આપી દે એવું સ્વીકાર્ય નથી. એમનું કાર્ય હોય છે, નિષ્પક્ષ રહેવું અને લોકોને પસંદગી કરવા દેવી કે એમને કયો અને કોનો અવાજ વધુ કે ઓછો સાંભળવો છે. કિંતુ આ લોકસભાની ચૂંટણી દરમિયાન યુ-ટ્યૂબ ઇન્ડિયાના કર્મચારીઓ પર એવો કથિત આરોપ લાગ્યો છે કે તેઓ પોતાનું આ કર્તવ્ય ચૂક્યા છે.
રોહન દુઆ નામક એક પત્રકારે બે જૂને એક્સ.કોમ પર એક પૉસ્ટ કરેલી. તેમણે જાણકારી આપેલી કે યુ-ટ્યૂબ ઇન્ડિયાના સત્તર જેટલા કર્મચારીઓની વાતચીતના રિકોર્ડિંગ ઇન્ટેલિજન્સ એજન્સીઓ પાસે પહોંચ્યા છે, કારણ કે એ કર્મચારીઓએ સ્પષ્ટપણે એવા આદેશો આપેલા કે નિષ્પક્ષ અથવા ભાજપનું સમર્થન કરતી ચેનલોને શૅડો બૅન કરવી તથા ભાજપની વિરોધી ચેનલોને વધુ માત્રામાં પ્રમોટ કરવી. ચૂંટણી દરમિયાન આવું કરવા પાછળના જે-તે કર્મચારીઓના ઇરાદા આનાથી જાહેર થાય છે. દેખીતી રીતે આ કૃત્ય ચૂંટણીને પ્રભાવિત કરનારું છે. રોહન દુઆએ બાર પુરુષો અને પાંચ સ્ત્રી કર્મચારીઓનો આંકડો જણાવીને લખ્યું હતું કે, તેમણે યુટ્યૂબના અલ્ગોરિધમમાં છેડછાડ કરી ૯૩ જેટલા પત્રકારો અને ૪૨ ચેનલોની યુઝર સુધીની પહોંચ ઘટાડી દીધી હતી.
This story is from the Abhiyaan Magazine 15/06/2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the Abhiyaan Magazine 15/06/2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
રાજકાજ
મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસનનો વિકલ્પ શા માટે વિચારાતો નથી?
રાજકાજ
કૈલાશ ગહેલોતના આપમાંથી રાજીનામાનું અસલી કારણ શું છે?
મનપાંચમના મેળામાં મળેલા જીવ, આપણા જીવનની સાચી મૂડી કઈ?
આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે, કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે.
જગતની ગત ન્યારી
પિરામિડના અડીખમ ઊભા રહેવા પાછળનું કારણ શું છે?
વિઝા વિમર્શ,
કચરાનો ડબ્બો
બિજ-થિંગ
રંગ-રેખાને વાચા આપતાં એટ્રેક્ટ આર્ટિસ્ટ - સિદ્ધાર્થ પટેલ
ફેમિલી ઝોન ફેશન
ફેશનની સાથે ફેબ્રિકનું પણ રાખો ધ્યાન
અંધશ્રદ્ધા સામે વર્ષોથી ચાલતી નાનકડી લડાઈ
અંજારનાં શિક્ષિકા ૩૫ વર્ષથી કાળીચૌદસે કિશોરવયના વિદ્યાર્થીઓ સાથે ‘મેલી' મનાતી જગ્યાઓ, સ્મશાનોમાં જઈને અંધશ્રદ્ધા દૂર કરવાનો પ્રયોગ કરે છે.
કચ્છનાં રખાલો રખડતાં પશુઓનું ઘર બની શકે
કચ્છમાં રખડતાં પશુઓની સમસ્યાએ માઝા મુકી છે. આખલા, વસૂકી ગયેલી ગાયો કે દૂધ દોહીને નધણિયાતી છોડી દેવાતી ગાયોના કારણે અવારનવાર અકસ્માતો સર્જાય છે, માનવમૃત્યુ પણ થાય છે. રખડતાં પશુઓના માલિકો સામે કડક પગલાં લઈ શકાતાં નથી, ત્યારે આવાં પશુઓને સુરક્ષિત આશ્રયસ્થાન આપવાથી ગામડાં અને શહેરોની સમસ્યાનું મહદ્અંશે નિરાકરણ આવી શકે તેમ છે. કચ્છ રાજના સમયમાં જંગલનો અમુક વિસ્તાર પશુઓના ચરિયાણ માટે અનામત રખાયો હતો. રખાલો તરીકે ઓળખાતા આ વિસ્તારો આજે વન વિભાગ હસ્તક છે. રખાલોમાં રખડતાં પશુઓને આશ્રય આપવાની માંગ ઊઠી રહી છે.
વિશ્વખ્યાત ગ્રિફિફ્થ ઑબ્ઝર્વેટરી ખગોળશાસ્ત્રની માહિતી જ્યાં ઠસોઠસ ભરેલી છે
બ્રહ્માંડના અનેક તારાઓ દેખાડવાનું કામ આ ઑબ્ઝર્વેટરી ૯૦ વર્ષથી કરે છે. ગ્રિફિથ પ્લેનેટોરિયમમાં ઍસ્ટ્રોનોમી શૉ એન્કર વાર્તા સ્વરૂપે રજૂ કરે છે.