'દેખ્યાનો દેશ ભલે લઈ લીધો, નાથ પણ કલરવની દુનિયા અમારી.' સદ્ગત કવિ ભાનુપ્રસાદ પંડ્યા પ્રજ્ઞાચક્ષુઓની કલરવની દુનિયાનો ઓચ્છવ કરતી આ પ્રચલિત પંક્તિઓ લખી ગયા. ધ્વનિનું પોતાનું અનોખું જગત હોય છે. પ્રજ્ઞાચક્ષુ ન હોય એ માણસ પણ આંખો બંધ કરીને શાંતિથી આસપાસના અવાજો સાંભળે તો એનો અનુભવ કરી શકે. સંગીતમય અવાજો હોય તો મજો મજો. એ સિવાયના લયમાં ચાલતા કલરવ સંભળાય તો પણ મધુર આનંદ મળે. કેવા અવાજોથી દિમાગમાં રસ ઝરશે એ વ્યક્તિ-વ્યક્તિની અંગત બાબત. ઠંડી ઋતુમાં મહત્તમ પંખાઓ કે એસી બંધ હોય ત્યારે દૂરના કે સાવ ધીમા અવાજો વધુ સ્પષ્ટ સંભળાશે. ક્યારેક લાંબા પાવરકટ પછી વીજળી પાછી આવે ત્યારે જીવાતી જિંદગીની બાયપ્રોડક્ટ જેવો ઘોંઘાટ સાંભળીને નિરાંત થાય. પંખીની ચિચિયારીઓ લગભગ તમામનાં મનને ભાવે. ઘરમાં કોઈ ઇલેક્ટ્રિક સાધન સતત ચાલતું હોય તો એના અવાજની પણ ટેવ પડી જતાં એનો લય સંતોષકારક લાગી શકે. ઝરણું તો ખેર સરળતાથી ક્યાં મળવાનું, પણ ફુવારા કે અન્ય ઉગમમાંથી એકધારું રેલાતું જળ આનંદ પ્રેરક બને. આસપાસ મંદિર હોય તો સતત વાગતા રહેતા ઘંટનો કર્ણપ્રિય રણકાર જીવનમાં વણાઈ જાય.
This story is from the Abhiyaan Magazine 21/09/2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the Abhiyaan Magazine 21/09/2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
જગતની ગત ન્યારી
પિરામિડના અડીખમ ઊભા રહેવા પાછળનું કારણ શું છે?
વિઝા વિમર્શ,
કચરાનો ડબ્બો
બિજ-થિંગ
રંગ-રેખાને વાચા આપતાં એટ્રેક્ટ આર્ટિસ્ટ - સિદ્ધાર્થ પટેલ
ફેમિલી ઝોન ફેશન
ફેશનની સાથે ફેબ્રિકનું પણ રાખો ધ્યાન
અંધશ્રદ્ધા સામે વર્ષોથી ચાલતી નાનકડી લડાઈ
અંજારનાં શિક્ષિકા ૩૫ વર્ષથી કાળીચૌદસે કિશોરવયના વિદ્યાર્થીઓ સાથે ‘મેલી' મનાતી જગ્યાઓ, સ્મશાનોમાં જઈને અંધશ્રદ્ધા દૂર કરવાનો પ્રયોગ કરે છે.
કચ્છનાં રખાલો રખડતાં પશુઓનું ઘર બની શકે
કચ્છમાં રખડતાં પશુઓની સમસ્યાએ માઝા મુકી છે. આખલા, વસૂકી ગયેલી ગાયો કે દૂધ દોહીને નધણિયાતી છોડી દેવાતી ગાયોના કારણે અવારનવાર અકસ્માતો સર્જાય છે, માનવમૃત્યુ પણ થાય છે. રખડતાં પશુઓના માલિકો સામે કડક પગલાં લઈ શકાતાં નથી, ત્યારે આવાં પશુઓને સુરક્ષિત આશ્રયસ્થાન આપવાથી ગામડાં અને શહેરોની સમસ્યાનું મહદ્અંશે નિરાકરણ આવી શકે તેમ છે. કચ્છ રાજના સમયમાં જંગલનો અમુક વિસ્તાર પશુઓના ચરિયાણ માટે અનામત રખાયો હતો. રખાલો તરીકે ઓળખાતા આ વિસ્તારો આજે વન વિભાગ હસ્તક છે. રખાલોમાં રખડતાં પશુઓને આશ્રય આપવાની માંગ ઊઠી રહી છે.
વિશ્વખ્યાત ગ્રિફિફ્થ ઑબ્ઝર્વેટરી ખગોળશાસ્ત્રની માહિતી જ્યાં ઠસોઠસ ભરેલી છે
બ્રહ્માંડના અનેક તારાઓ દેખાડવાનું કામ આ ઑબ્ઝર્વેટરી ૯૦ વર્ષથી કરે છે. ગ્રિફિથ પ્લેનેટોરિયમમાં ઍસ્ટ્રોનોમી શૉ એન્કર વાર્તા સ્વરૂપે રજૂ કરે છે.
મુકામ મુંબઈ
મહારાષ્ટ્રના મતદારોનો ઝુકાવ કઈ તરફ?
ઇન્ટરનેટનું અક્ષયપાત્ર અને ખાઉધરી આંખો
ખોરાકની સ્પષ્ટ માત્રા હોય તો માણસને ભાન રહે કે એણે કેટલું ભોજન આરોગ્યું છે, પરંતુ જો માત્રા દેખાય જ નહીં તો વધુ ખોરાક આરોગવા છતાં મન એમ જ માનશે કે માપમાં જ ખાધું છે
કવર સ્ટોરી
અમેરિકાના પ્રમુખની સાથે સતત રહેતા ‘ફૂટબોલ’નું રહસ્ય શું છે?