વાયરલ પેજ
ABHIYAAN|Abhiyaan Magazine 26/10/2024
નોબેલ વિજેતા હાન કાંગઃ અસ્તિત્વની અનુભૂતિનો નકાર
સ્પર્શે હાર્દિક
વાયરલ પેજ

માણસ હોવું એટલે શું? પોતાનું અસ્તિત્વ ખરેખર શું છે, શા માટે છે? આ સમજવામાં જિંદગી ચાલી જાય અને છતાં જવલ્લે જ કોઈને સાચા તથા સંતોષકારક ઉત્તરો મળતા હશે. માણસજાત જ્યારે સમજાય નહીં, મનની જટિલતા, મૂલ્યોની નિરર્થકતા એક વિકરાળ પ્રશ્ન બનીને આંખ સામે નાચ્યા કરે ત્યારે શું? હોવાપણાનો ભાર લાગે અને ‘મનુષ્ય’ની બંધ પાંજરા જેવી નિગ્રહી વ્યાખ્યામાંથી મુક્ત થવાની ઝંખના જાગે તો શું? મનુષ્યજાતિ સામે જ સવિનય કાનૂનભંગ પ્રકારની આંતરિક ચળવળ આરંભવાની ઇચ્છા સળવળે ત્યારે શું? આવા ત્રસ્ત કરી દેનારા સવાલોના ઊકળતા ચરુ જેવું સાહિત્ય છે નોબેલ વિજેતા દક્ષિણ કોરિયાનાં સર્જક હાન કાન્ગનું. હાડમાંસની આપણી બેપગી પ્રજાતિ સામે કાન્ગનો સાહિત્યિક વિરોધ સર્વાધિક લોકપ્રિય ધી વેજિટેરિયન' નવલકથામાં વ્યક્ત થયેલો. શરીર-મનને અન્નજળ ત્યાગ વડે જાણે સજા આપતા ગાંધીજીની જેમ કથાનાયિકા યોંગ-હ્યી પ્રથમ તો માંસાહાર ત્યાગી દે છે અને એ પછી સૂક્ષ્મ હિંસા પણ ટાળવાની ઇચ્છાથી ભોજન સંપૂર્ણપણે નકારે છે. એને બની જવું છે વૃક્ષ. એને જીવવું છે ફક્ત તડકો ખાઈને, પાણી પીને. અન્ય સજીવોનું ભક્ષણ કર્યા વિના જીવવાનો આ એકમાત્ર રસ્તો એને દેખાયો. આદમજાત પ્રત્યે યોંગઘીને એટલો તિરસ્કાર જાગ્યો, એવી હતાશા વર્તાઈ કે એને આ પ્રજાતિમાંથી રાજીનામું આપી દેવું છે. ખુદનું શરીર પણ એને હિંસા આચરવાનું હથિયાર લાગે છે, સિવાય કે એક અંગ. સંતાનને પોષણ આપી મોટું કરતાં સ્તન. યોંગ-ચી વિચારે છે, ‘હવે ફક્ત મારાં આંચળનો જ ભરોસો કરી શકું, એના વડે કોઈને મારી ના શકાય. હાથપગ-જીભ-દૃષ્ટિ, આ બધું હથિયાર જ છે, જેનાથી કોઈ સલામત નથી.’

This story is from the Abhiyaan Magazine 26/10/2024 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the Abhiyaan Magazine 26/10/2024 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
વાયરલ પેજ
ABHIYAAN

વાયરલ પેજ

નોબેલ વિજેતા હાન કાંગઃ અસ્તિત્વની અનુભૂતિનો નકાર

time-read
5 mins  |
Abhiyaan Magazine 26/10/2024
હલો : પશ્ચિમી શિષ્ટાચારનું અથથી ઇતિ
ABHIYAAN

હલો : પશ્ચિમી શિષ્ટાચારનું અથથી ઇતિ

* હલો શબ્દ બહુ પ્રાચીન નથી, ૧૭૮૧માં તેનો પ્રયોગ થયેલો. * ૧૮૮૦માં ટેલિફોન ટૅક્નોલૉજીના ઉપયોગ સાથે ‘હેલો’ શબ્દ ઓફિશિયલ થવા માંડ્યો. * ટેલિફોનના શોધક એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલે Ahoy અભિવાદન સૂચવેલું, જેનો સ્વીકાર થયો ન હતો. * હલો શબ્દ ગુડ વર્ડ વિધાઉટ ડાયરેક્ટ મિનિંગ છે. *હાઉડી’ શબ્દ પણ અર્થ વગરનો લાગે, પરંતુ ‘હાઉ ડુ યુ ડુ’ તેમાં આવી જાય.

time-read
7 mins  |
Abhiyaan Magazine 26/10/2024
સાંપ્રત
ABHIYAAN

સાંપ્રત

હરિયાણા : ભાજપના ચક્રવ્યૂહમાં કોંગ્રેસ ફસાઈ : વ્યૂહાત્મક રણનીતિથી વિજય

time-read
4 mins  |
Abhiyaan Magazine 26/10/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

મહારાષ્ટ્ર અને ઝારખંડમાં શાસક અને વિપક્ષની કસોટી

time-read
2 mins  |
Abhiyaan Magazine 26/10/2024
મહારાસ : અદ્વૈત પ્રેમનો સાક્ષાત્કાર
ABHIYAAN

મહારાસ : અદ્વૈત પ્રેમનો સાક્ષાત્કાર

મહારાસમાં શ્રીકૃષ્ણ દિવ્ય રૂપ ધારણ કરીને પ્રત્યેક ગોપી સાથે રાસ રમતા હતા. તેને કારણે ગોપીઓના આનંદ અને ઉલ્લાસનો પાર ન હતો. પ્રત્યેક ગોપીના પોતાના કૃષ્ણ હતા. શ્રીકૃષ્ણ જાણે પોતાના જ છે .

time-read
2 mins  |
Abhiyaan Magazine 26/10/2024
જગતની ગત ન્યારી
ABHIYAAN

જગતની ગત ન્યારી

માઉન્ટ એવરેસ્ટ કેમ દર વર્ષે ઊંચો વધી રહ્યો છે?

time-read
1 min  |
Sambhaav METRO 19-10-2024
જગતની ગત ન્યારી
ABHIYAAN

જગતની ગત ન્યારી

૪૮ વર્ષે નોકરી માટે કરેલી અરજી પાછી આવી

time-read
1 min  |
Sambhaav METRO 19-10-2024
વિઝા વિમર્શ.
ABHIYAAN

વિઝા વિમર્શ.

તમે આવું હવાલાનું કૌભાંડ કરો છો?

time-read
3 mins  |
Sambhaav METRO 19-10-2024
કંગના રનૌત હવે ટ્રિપલ રોલમાં!
ABHIYAAN

કંગના રનૌત હવે ટ્રિપલ રોલમાં!

કંગના રનૌત હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં આવેલા ભામ્બલા (અત્યારના સુરાજપુર) ગામમાં જન્મી છે. આજે મંડી પ્રદેશની સાંસદ છે. તેની ઈમરજન્સી' ફિલ્મ સેન્સર સર્ટિફિકેટને લઈને અટકેલી છે. તેની સફળ ફ્રેન્ચાઇઝીની આગામી ફિલ્મ ‘તનુ વેડ્સ મનુ-૩'ના પણ સમાચાર છે.

time-read
2 mins  |
Sambhaav METRO 19-10-2024
બિંજ-થિંગ
ABHIYAAN

બિંજ-થિંગ

પોલ્કા-ડૉટ્સ ક્વીન કલાકાર યાયોઈ કુસામા

time-read
6 mins  |
Sambhaav METRO 19-10-2024