ગાંધીજીની ખાદી જનસામાન્યની પહોંચથી દૂર
ABHIYAAN|Abhiyaan Magazine 26/10/2024
ગાંધીજીની ખાદી આજે માત્ર વારે-તહેવારે, સરકારી કાર્યક્રમોમાં કે ખૂબ પૈસાપાત્ર વ્યક્તિઓ પાસે જ દેખાય છે. ખૂબ મોંઘી ખાદી ખરીદવાનું સામાન્ય લોકોનું ગજું રહ્યું નથી. ખાદી મોંઘી થઈ એ માટે સરકારી અધિકારીઓની અવ્યવહારુ નીતિ જવાબદાર છે. આજે ખાદીના વણાટ સહિતનાં કામો માટે નવી પેઢી આવવા તૈયાર નથી. ઓછું વળતર અને વધુ મહેનતના કારણે કારીગરો ખાદીથી દૂર થઈ રહ્યા છે.
સુચિતા બોઘાણી કનર
ગાંધીજીની ખાદી જનસામાન્યની પહોંચથી દૂર

ગાંધીજી ખાદીને સ્વરાજ મેળવવાનું અમોઘ અસ્ત્ર માનતા હતા. સામાન્ય લોકો ખાદીથી પગભર થઈ શકતા હતા. ચરખો ચલાવીને પોતે દેશના કામમાં સહભાગી થઈ રહ્યા છે તેવો સંતોષ પણ મેળવી શકતા હતા. આખા દેશના મોટા ભાગના લોકો ખાદી કાંતવા સાથે, વણવા સાથે સંકળાયેલા હતા, પરંતુ આજે ખાદી જનમાનસમાંથી ભૂલાઈ ગઈ છે. ગાંધી જયંતી જેવા એકાદ દિવસે જ લોકો તેને યાદ કરે છે. જ્યારે સામાન્ય લોકો ખાદીથી દૂર થયા છે ત્યારે તેની સાથે સંકળાયેલા, કાંતવાવાળા, વણવાવાળા, રંગવાવાળા, છાપવાવાળા, ધોલાઈ કરવાવાળા કે સિલાઈ કરવાવાળા કારીગરો પણ ઘટવા લાગ્યા છે. આમ પણ ખૂબ મોંઘી ખાદી સામાન્ય લોકોની પહોંચમાં નથી. માત્ર પૈસાપાત્ર વ્યક્તિઓ શોખ ખાતર ક્યારેક તે ધારણ કરે છે. આ બધાનું મુખ્ય કારણ છે, સરકારની અવ્યવહારુ નીતિ. જો સરકારી નીતિ થોડી વ્યવહારુ બને તો ફરી વખત ગરીબો રોજીરોટી રળી આપતી ખાદી સામાન્ય લોકોના પહેરવેશમાં પોતાનું સ્થાન જમાવી શકે.

ખાદી મોંઘી બની છે, તેથી તેના વેચાણ ઉપર અસર થઈ છે. ભાવ વધવાનાં અનેક કારણો છે. સરકાર ખાદી ઉપર વળતર આપે છે, પરંતુ જે ખાદી ઑક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં બની હોય તે અને તેટલી જ ખાદી વળતર યોગ્ય ગણાય છે. આખા વર્ષ દરમિયાન જે ઉત્પાદન થયું હોય તે વળતર પાત્ર હોતું નથી. આથી બહુ ઓછી ખાદી ઉપર વળતર મળે છે. તેવી જ રીતે પહેલાં ખાદીને સરકારના વિવિધ ટૅક્સમાંથી મુક્તિ હતી, પરંતુ હવે ખાદી કામને એક ઉદ્યોગ ગણીને તેને પણ લેબર લૉ નીચે આવરી લેવામાં આવ્યું છે. તેથી કારીગરો કે અન્ય લોકો જે ખાદી સાથે સંકળાયેલા છે તેમને લેબર લૉ મુજબ જ વળતર આપવું પડે છે. જો સરકાર ખાદી સંસ્થાઓને કારીગરોને ચૂકવવાના થતી રકમમાં જ સહાય આપે તો ખાદીની કિંમતમાં ઘટાડો થઈ શકે, ભાવ ઘટવાના કારણે તેનું વેચાણ વધી શકે, તે વધુ રોજગારી ઊભી કરી શકે. અત્યારે ખાદીમાંથી થતી આવક વધી નથી, પરંતુ તે માટે ચૂકવવાની રકમમાં ધરખમ વધારો થયો છે. ખાદી માટે જરૂરી એવા કાચા માલના ભાવ બે ગણાથી વધુ થયા છે. જેની અસર પણ ખાદીની કિંમત ઉપર પડે છે.

This story is from the Abhiyaan Magazine 26/10/2024 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the Abhiyaan Magazine 26/10/2024 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી

time-read
5 mins  |
Abhiyaan Magazine 16/11/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?

time-read
7 mins  |
Abhiyaan Magazine 16/11/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?

time-read
2 mins  |
Abhiyaan Magazine 16/11/2024
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
ABHIYAAN

ઉત્સવો આપણને કંઈક કહી ગયા...

કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી

time-read
3 mins  |
Abhiyaan Magazine 16/11/2024
સંપાદકીય
ABHIYAAN

સંપાદકીય

સ્વાગતમ્ અનલ નામ સંવત્સર

time-read
2 mins  |
Abhiyaan Magazine 02/11/2024
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
ABHIYAAN

પરમ શ્રદ્ધાનું એક સરનામું!

અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.

time-read
5 mins  |
Abhiyaan Magazine 02/11/2024
પંચામૃત
ABHIYAAN

પંચામૃત

કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!

time-read
2 mins  |
Abhiyaan Magazine 02/11/2024
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
ABHIYAAN

મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ

દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
ABHIYAAN

હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?

કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ

time-read
3 mins  |
Abhiyaan Magazine 26/10/2024