ખરો સંઘર્ષ રંગ લગાવવામાં નહીં, જામેલા રંગ દૂર કરવામાં થતો હોય છે

રંગોનો તહેવાર હોળી, જોકે રંગોની મજા ત્યાં સુધી જ સારી લાગતી હોય છે જ્યાં સુધી એ હવામાં ઊડતા રહે. જો એ રંગ ત્વચા પર જામી જાય તો મજા સજા બની જતી હોય છે. હોળી-ધુળેટીના તહેવારનો ખરો સંઘર્ષ રંગ લગાવવામાં નહીં, પરંતુ લાગેલો રંગ ઉતારવામાં થતો હોય છે. પહેલાંના સમયમાં પ્રાકૃતિક રંગોથી હોળી રમવામાં આવતી. કેસૂડાંનાં ફૂલનું પાણી, વનસ્પતિમાંથી બનાવેલા રંગ, ફૂલોમાંથી બનાવેલા રંગનો ઉપયોગ કરવામાં આવતો. ગુલાલથી હોળી રમવામાં આવતી, પરંતુ હવે રસાયણોનો ઉપયોગ કરીને રંગ બનાવવામાં આવે છે અને આ રંગ ત્વચા, વાળ, આંખ જેવાં અંગો માટે જોખમી સાબિત થતાં હોય છે. કેટલીકવાર ત્વચા અને વાળમાં રંગ જામી જતો હોય છે તો કેટલીકવાર કપડાં પર રંગના ડાઘા પડી જતા હોય છે. હોળીના રંગ ત્વચા અને માથામાં રહેલા એસિડ અને ક્ષારનું સંતુલન બગાડી દે છે. તેના કારણે ત્વચાની એલર્જીસ, ખંજવાળ આવવી, ચાઠાં પડી જવાં, ત્વચા પર લાલાશ ઊપસી આવવી વગેરે સમસ્યાઓ ઉદ્ભવતી હોય છે. આ ઉપરાંત કેટલીકવાર ખીલ અને ફોલ્લીઓ પણ ઊપસી આવતી હોય છે. ત્વચામાં ડ્રાયનેસ જોવા મળે છે. ત્વચા પર સફેદ પરત જામે છે અને આ પરત સાથે ત્વચા ઉખડતી જોવા મળે છે. ત્વચાની સાથે વાળ રંગ પ્રત્યે સંવેદનશીલ બની જતા હોય છે. જો વાળને રંગ અનુકૂળ ન આવે તો વાળ સૂકા થઈ જાય છે અને ખંજવાળ આવવા લાગે છે. આવા જિદ્દી અને જોખમી રંગોથી ત્વચાનું રક્ષણ કરવા માટે ત્વચાના પ્રકાર પર ધ્યાન આપવું જરૂરી બની જાય છે.
Diese Geschichte stammt aus der Abhiyaan Magazine 22/03/2025-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der Abhiyaan Magazine 22/03/2025-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden

શ્રદ્ધાંજલિ
જીવાતી જિંદગીના ઝબકાર ઝીલનારની વિદાય

મૃત્યુ પછીનું જીવન એટલે અંગદાન
ગુજરાતમાં અંગદાનની ઝુંબેશ વેગ પકડી રહી છે. બ્રેઇનડૅડ વ્યક્તિના શરીરમાં મળતાં ૬ અંગોથી ૮ વ્યક્તિઓને નવજીવન મળી શકે છે. અંગદાન ચૅરિટેબલ ટ્રસ્ટના લોકજાગૃતિના પ્રયત્નોથી હજારો લોકોએ અંગદાન અંગેના શપથ લીધા છે. જીવન બચાવનારાં ૬ અંગોનું ટ્રાન્સપ્લાન્ટ ગુજરાતમાં થાય છે, જ્યારે કચ્છમાં બ્રેઇનડૅડ વ્યક્તિનાં અંગોને સ્વીકારવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. કચ્છમાં પણ ઑર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટેની સુવિધા હોવી જરૂરી છે.

વામા-વિશ્વ આરોગ્ય
ઉનાળામાં લૂ સામે કેવી રીતે રક્ષણ મેળવશો?

જોન અબ્રાહમની 'ધ ડિપ્લોમેટ' કેવી છે?
આ ફિલ્મ માટે જોન અબ્રાહમના ખાસ વખાણ કરવા પડે તેમ છે, કારણ કે તે માત્ર મુખ્ય ભૂમિકા ભજવે છે, એટલું જ નહીં, પણ આ ફિલ્મના પ્રોડ્યુસર પણ છે. તેમને ખબર છે કે તેઓ એક ઍક્ટર તરીકે મર્યાદિત છે, એટલે તેઓ પ્રોડ્યુસર તરીકે જુદી અને અસરકારક ફિલ્મો બનાવે છે જે તેમની ક્રિએટિવ ભૂખને સંતોષે.

બી-૧ વિઝા ઇચ્છુકોને પૂછાતા સવાલો
ફરજ બજાવવા માટે એમણે વિઝાના અરજદારોની પૂરતી જાતતપાસ કરવાની રહે છે. એમને એવી ખાતરી થાય કે અરજદાર ખરેખર બિઝનેસમેન અથવા તો ટૂરિસ્ટ છે તો જ એમને વિઝા આપી શકે છે

વામ-વિશ્વ ટ્રાવેલ
રોડ ટ્રિપ દરમિયાન શું ધ્યાન રાખવું?

નીરખને ગગનમાં...
ઊર્જાનો અખૂટ ભંડાર થોરિયમ

ભાષા સમસ્યાનો ઉકેલ ચીનમાં કઈ રીતે આવ્યો?
નવી શિક્ષણ નીતિમાં ત્રણ ભાષા શીખવાની ફોર્મ્યુલાનો તામિલનાડુની સરકારે એવું કહીને વિરોધ કર્યો છે કે તેના દ્વારા રાજ્યના લોકો પર હિન્દીને લાદવાનો પ્રયાસ થઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે તેનો ઇનકાર કર્યો છે. આમ છતાં રાજકીય કારણોસર ભાષા વિવાદને ઉત્તેજન અપાઈ રહ્યું છે, ત્યારે ચીને આ સમસ્યા કેવી રીતે ઉકેલી અને વિશાળ દેશમાં રાષ્ટ્રીય એકત્વ માટે એક સમાન સંપર્ક ભાષાની કેટલી અને કેવી આવશ્યકતા, અનિવાર્યતા હોય છે, તેની વિસ્તૃત સમજ અહીં અપાઈ છે.

વિશ્લેષણ
વિરોધનું રાજકારણ હિન્દીને સર્વસ્વીકૃત બનતા અટકાવી નહિ શકે

રાજકાજ
નોકરીના બદલામાં જમીન કૌભાંડઃ લાલુપ્રસાદ સામે ઇડીનો ગાળિયો કસાયો