મુંબઈના ૨૪ વર્ષી આઈટી એન્જિનિયર જતીનને સૉફ્ટવેર ડેવલપમેન્ટની એક મોટી કંપનીમાં ટેસ્ટર તરીકે નોકરી મળી. આશરે એંસી હજાર રૂપિયા પગાર, છ મહિના પ્રોબેશન પિરિયડ. માંડ એકાદ મહિનો કામ કર્યું હશે ત્યાં કોવિડ ત્રાટકતાં કંપનીએ કર્મચારીઓને ઘરેથી કામ કરવાના આદેશ દીધા. દેશના સેંકડો, હજારો કર્મચારીઓ માટે રાહત અને બરકત લઈને આવેલા વર્ક ફ્રૉમ હોમ કલ્ચર વિશે ચિત્રલેખા સાથે પેટછૂટી વાત કરતાં જતીન કહે છે: ‘નોકરીમાં જોડાયો ત્યારે હું આઠ-નવ કલાક કામ કરતો હતો, ભાગ્યે જ બીજી કોઈ ઍક્ટિવિટી માટે સમય મળતો, પણ અચાનક વર્ક ફ્રૉમ હોમ આવતાં એકસાથે અનેક ફેરફાર આવ્યાઃ પહેલો અને સૌથી મહત્ત્વનો, હું ક્યાં છું, શું કરું છું એની કંપનીને કોઈ ગતાગમ નહોતી. બીજો, મારી પાસે ઘણો ફાજલ સમય બચવા માંડ્યો, કેમ કે મુંબઈ જેવા વસતિથી ફાટફાટ થતા શહેરમાં કામ પર જવા અને પાછા આવવામાં રોજના ત્રણ-ચાર કલાક જતા એ બચી ગયા એટલે મેં બીજી કંપનીના પ્રોજેક્ટ લેવા માંડ્યા.'
એક તબક્કે જતીન પોતાની ફુલ-ટાઈમ નોકરી ઉપરાંત સાત જેટલી કંપનીનાં કામ કરતો હતો. થોડા મહિનામાં જતીનનાં નસીબ ખૂટ્યાં ને એ ઝડપાયો. તાત્કાલિક એને કાઢી મૂકવામાં આવ્યો. એટલું વળી સારું કે એ પ્રોબેશન પર હતો એટલે કંપનીએ ઝાઝી માથાકૂટ કરી નહીં. એ કહે છેઃ ‘પાર્ટ-ટાઈમ નોકરી કરવામાં વધારે પૈસા મળતા હતા એ સાચું, પણ મારો હેતુ માત્ર પૈસા કમાવાનો નહોતો, અનુભવ મેળવવાનો, મારું કૌશલ બતાવવાનો, મારા જ્ઞાનનો વપરાશ કરવાનો હતો.’
એ ઉમેરે છે કે પહેલાં હું મારી નોકરીના ભાગ રૂપે જેટલું કામ સોંપવામાં આવે એ કરીને ઘરભેગો થઈ જતો, પણ સાઈડમાં બીજાં કામ, નોકરી કરવાથી મારે માટે એક નવી દિશા ખૂલી, મારી ક્ષિતિજ વિસ્તરી.
આજકાલ મૂનલાઈટિંગનો ટૉપિક બડો હૉટ બન્યો છે. મૂનલાઈટિંગ એટલે ફુલ-ટાઈમ નોકરી કરતાં કરતાં છૂપી રીતે સાઈડમાં બીજું કામ કે બીજી નોકરી કરવી. અમેરિકાથી આયાત થયેલા આ શબ્દને મૂનલાઈટિંગ એટલા માટે કહે છે, કેમ કે સામાન્ય રીતે સવારના નવથી સાંજના પાંચની ફુલ-ટાઈમ નોકરીમાંથી છૂટીને બીજું કામ કે પાર્ટ-ટાઈમ નોકરી રાતે, ચાંદો ઊગે ત્યારે જ થાય. આવી શીતળ ચાંદનીમાં થતાં કામ અનેક કંપનીને દઝાડી રહ્યાં છે!
વર્ક ફ્રૉમ હોમને લીધે એક કરતાં વધુ નોકરી કરવી સરળ બની ગઈ.
This story is from the October 17, 2022 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the October 17, 2022 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ઈન્ફોર્મેશન ઈ ઓવરલોડઃ આપણે જાણકાર મૂર્ખ બની રહ્યા છીએ...
સમાચાર ચૅનલો, સોશિયલ મિડિયા, સિરિયલો અને ફિલ્મોનું કામ લોકોને ચોંકાવવાનું છે. લોકો ચોંકે તો એમાં વધુ ચોંટે. લોકો વધુ ચોંટે તો ઍડ્વર્ટાઈઝમેન્ટ્સ વધુ આવે. આપણા ચોંકવા અને ચોંટવા પાછળ અર્થશાસ્ત્ર કામ કરે છે. આપણે ચોંકવાને બદલે વિચાર કરતાં થઈએ એમાં આ ‘અર્થશાસ્ત્રી’ને રસ નથી.
આ તો બકરું કાઢતાં ઊંટ પેસી જવાનું છે!
કશ્મીર મુદ્દે ભારતની પડખે ઊભા રહેનારા ગણ્યાગાંઠ્યા મુસ્લિમ દેશોમાંના એક એવા સિરિયામાં સત્તાપલટો થયો છે. વર્ષો સુધી એક પરિવારે એની જોહુકમીથી તાબામાં રાખેલી પ્રજા અત્યારે તો ઉન્માદે ચડી છે, પણ ‘અલ-કાયદા’ જેવી જડ માનસિકતા ધરાવતા સંગઠન પાસેથી સિરિયન નાગરિકો શું અપેક્ષા રાખી શકશે?
જસ્ટ એક મિનિટ...
ખરેખર, આપવાનો આનંદ (joy of giving) એ કોઈ પણ માણસની સર્વશ્રેષ્ઠ અનુભૂતિ છે.
લૂંટવા માટે બધા તૈયાર છે
લૂંટાવે છે બે હાથે, એ ઈશ્વર લૂંટી ગયા અકબંધ રાખી ખોળિયું જીવતર લૂંટી ગયા મારી કને જે કંઈ હતું, મારું સ્વમાન માત્ર વીંટી’તી એક માત્ર એ, ચાદર લૂંટી ગયા.
કેવી હશે અમેરિકાની સંભવિત વેપારનીતિ અને એની અસર?
વરસ ૨૦૨૪ પૂર્ણતાના આરે છે ત્યારે આપણી નજર આવતા વરસ પર હોય એ સહજ છે. એમાંય વિશેષ ધ્યાન અમેરિકા અને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર હશે. આ વખતે ટ્રમ્પ કંઈક વિશેષ આક્રમકતા સાથે સત્તા પર આવ્યા છે અને એમની નવી નીતિની અસર વિશ્વ-વેપાર પર થવાની શક્યતા ઊંચી છે, જેમાં ભારત માટે ક્યાંક ચિંતા અને ક્યાંક રાહતની ધારણા પણ છે.
બિઝનેસમાં સેફ રહેવું હોય તો એક રહો...
પ્રાચીન ભારતમાં શ્રેષ્ઠી તરીકે ઓળખાતા સનાતની વેપારીઓનો વિશ્વ-વેપારમાં ૩૫ ટકા હિસ્સો હતો, જે કાલાંતરે ઘટીને એક ટકો થઈ ગયો. વૈશ્વિક વેપારમાં ચીન છવાતું ગયું અને વેપાર-ધંધા કરતી પરંપરાગત હિંદુ જ્ઞાતિના પ્રતિભાસંપન્ન યુવાનો મલ્ટિનૅશનલ કંપનીઓના કર્મચારી બનવા માંડ્યા. આ વાસ્તવિકતા વચ્ચે ૧૪ વર્ષ પહેલાં સ્થપાયેલી ‘વર્લ્ડ હિંદુ ઈકોનોમિક ફોરમે’ દુનિયાઆખીના હિંદુ ધંધાર્થી, આન્ત્રપ્રેન્યૉર્સ, ઉદ્યોગપતિ વચ્ચે સાથ-સહકાર વધારવાનું કામ સફળતાથી કર્યું છે.
સ્ત્રીને માતા બનાવતા આ કૌભાંડની જાણ છે તમને?
સંતાનવિહોણી મહિલા અપમાનથી બચવા અજાણતાં અંધશ્રદ્ધાનો આશરો લે ત્યારે...
રોનોર્મલ યુટેરાઈન બ્લીડિંગઃ ચાલીસીની સમસ્યા
પંદરથી પચાસ સુધીની કોઈ પણ સ્ત્રીને આ પીડા થઈ શકે, પણ મેનોપોઝ નજીક આવે એમ એની શક્યતા વધે છે.
શિયાળામાં માણો, લાજવાબ સ્વાદની મજા
ઠંડી જામવામાં છે ત્યારે કરકરી લીલવાની કચોરીની લહેજત લેવા જેવી છે.
આ ગુજ઼રાતી અભિનેત્રી તો છે ખરી નીલમ
ફિલ્મકલાકારોની અંગત જિંદગીમાં ડોકિયું કરીએ તો સમજાય કે એમનાં સંઘર્ષ, સપનાં અને આવશ્યકતા આપણા જેવા કૉમન મૅનથી કંઈ બહુ જુદાં હોતાં નથી. અમદાવાદમાં એક વિધવાની ચારમાંથી સૌથી નાની દીકરી જીદ કરીને ઑડિશન આપવા માટે દૂરના સ્થળે ચાલીને ગઈ. કામ મળે તો પરિવારને આર્થિક ટેકો રહે એ ગણતરી. કામ મળ્યું પણ ખરું અને એ દીકરીએ અભિનયની દુનિયામાં નવાં કીર્તિમાન પણ રચ્યાં.