જુલાઈમાં લખનઉમાં પીટબુલ પ્રજાતિના એક પાલતુ કૂતરાએ ૮૨ વર્ષનાં દાદીમા પર એવો અટેક કર્યો કે દાદીમાનું પ્રાણપંખેરું ઊડી ગયું. અન્ય કિસ્સામાં એક માણસને ડૉગ બાઈટને કારણે હૉસ્પિટલમાં દાખલ કરવો પડ્યો.
- પંજાબના ગુરુદાસપુર જિલ્લામાં પીટબુલ કૂતરાએ પંદર કિલોમીટરની હદમાં આવેલાં પાંચ ગામના બાર લોકોને બચકાં ભર્યાં ત્યારે નાછૂટકે એક નિવૃત્ત આર્મીમૅને કૂતરાને ઠાર માર્યો.
- ગાઝિયાબાદમાં પીટબુલ શ્વાને એક બાળકના ચહેરાને લોંચી લીધો તો ચહેરા પર ૧૫૦થી વધુ ટાંકા લેવા પડ્યા.
ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં પીટબુલ પ્રજાતિના એક પાલતુ કૂતરાએ છોકરાના મોઢે એવું તો બચકું ભર્યું કે એને દોઢસો ટાંકા આવ્યા..
અન્ય પ્રજાતિના રખડુ શ્વાને હુમલો કર્યો હોય એવા પણ અનેક કિસ્સા બન્યા છે. થોડા દિવસ પહેલાં નવી મુંબઈમાં ઝોમેટોના ડિલિવરી બૉયના ગુપ્તાંગ પર જર્મન શેફર્ડ ડૉગીએ બચકું ભર્યું તો એ જ અરસામાં ગાઝિયાબાદમાં એક પાલતુ ડૉગીએ લિફ્ટની અંદર એક નાના બાળક પર અટેક કર્યો.
અમેરિકન પ્રજાતિના શ્વાન પીટબુલને એકદમ ડેન્જરસ ગણવામાં આવે છે અને એના અચાનક વધી ગયેલા હુમલાને કારણે ફરી એક વાર રખડુ કૂતરાના ત્રાસની સમસ્યાને પણ વાચા મળી છે.
પીટબુલના હિંસક વર્તનનો મુદ્દો ભારતમાં ભલે અત્યારે ઊઠ્યો હોય, પણ અમેરિકા-કેનેડામાં ૨૦૦૯થી ૨૦૧૮ વચ્ચે માણસો પર શ્વાને કરેલા હુમલામાં માત્ર આ એક જ પ્રજાતિ (પીટબુલ)નો હિસ્સો ૮૦ ટકા હતો. અમેરિકા-કેનેડાના અમુક પ્રાંતો ઉપરાંત વિશ્વના અનેક દેશોએ આક્રમક પીટબુલ પર બૅન મૂક્યો છે. હમણાં કાનપુર મહાપાલિકાએ પણ પીટબુલનાં પાલન-ઉછેર પર પ્રતિબંધ મૂક્યો.
પીટબુલ વાસ્તવમાં ગાર્ડ ડૉગ કે ફાઈટર ડૉગ છે એટલે નાનાં ઘરોમાં એને રાખવાનું જોખમી છે.
This story is from the October 24, 2022 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the October 24, 2022 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ઈન્ફોર્મેશન ઈ ઓવરલોડઃ આપણે જાણકાર મૂર્ખ બની રહ્યા છીએ...
સમાચાર ચૅનલો, સોશિયલ મિડિયા, સિરિયલો અને ફિલ્મોનું કામ લોકોને ચોંકાવવાનું છે. લોકો ચોંકે તો એમાં વધુ ચોંટે. લોકો વધુ ચોંટે તો ઍડ્વર્ટાઈઝમેન્ટ્સ વધુ આવે. આપણા ચોંકવા અને ચોંટવા પાછળ અર્થશાસ્ત્ર કામ કરે છે. આપણે ચોંકવાને બદલે વિચાર કરતાં થઈએ એમાં આ ‘અર્થશાસ્ત્રી’ને રસ નથી.
આ તો બકરું કાઢતાં ઊંટ પેસી જવાનું છે!
કશ્મીર મુદ્દે ભારતની પડખે ઊભા રહેનારા ગણ્યાગાંઠ્યા મુસ્લિમ દેશોમાંના એક એવા સિરિયામાં સત્તાપલટો થયો છે. વર્ષો સુધી એક પરિવારે એની જોહુકમીથી તાબામાં રાખેલી પ્રજા અત્યારે તો ઉન્માદે ચડી છે, પણ ‘અલ-કાયદા’ જેવી જડ માનસિકતા ધરાવતા સંગઠન પાસેથી સિરિયન નાગરિકો શું અપેક્ષા રાખી શકશે?
જસ્ટ એક મિનિટ...
ખરેખર, આપવાનો આનંદ (joy of giving) એ કોઈ પણ માણસની સર્વશ્રેષ્ઠ અનુભૂતિ છે.
લૂંટવા માટે બધા તૈયાર છે
લૂંટાવે છે બે હાથે, એ ઈશ્વર લૂંટી ગયા અકબંધ રાખી ખોળિયું જીવતર લૂંટી ગયા મારી કને જે કંઈ હતું, મારું સ્વમાન માત્ર વીંટી’તી એક માત્ર એ, ચાદર લૂંટી ગયા.
કેવી હશે અમેરિકાની સંભવિત વેપારનીતિ અને એની અસર?
વરસ ૨૦૨૪ પૂર્ણતાના આરે છે ત્યારે આપણી નજર આવતા વરસ પર હોય એ સહજ છે. એમાંય વિશેષ ધ્યાન અમેરિકા અને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર હશે. આ વખતે ટ્રમ્પ કંઈક વિશેષ આક્રમકતા સાથે સત્તા પર આવ્યા છે અને એમની નવી નીતિની અસર વિશ્વ-વેપાર પર થવાની શક્યતા ઊંચી છે, જેમાં ભારત માટે ક્યાંક ચિંતા અને ક્યાંક રાહતની ધારણા પણ છે.
બિઝનેસમાં સેફ રહેવું હોય તો એક રહો...
પ્રાચીન ભારતમાં શ્રેષ્ઠી તરીકે ઓળખાતા સનાતની વેપારીઓનો વિશ્વ-વેપારમાં ૩૫ ટકા હિસ્સો હતો, જે કાલાંતરે ઘટીને એક ટકો થઈ ગયો. વૈશ્વિક વેપારમાં ચીન છવાતું ગયું અને વેપાર-ધંધા કરતી પરંપરાગત હિંદુ જ્ઞાતિના પ્રતિભાસંપન્ન યુવાનો મલ્ટિનૅશનલ કંપનીઓના કર્મચારી બનવા માંડ્યા. આ વાસ્તવિકતા વચ્ચે ૧૪ વર્ષ પહેલાં સ્થપાયેલી ‘વર્લ્ડ હિંદુ ઈકોનોમિક ફોરમે’ દુનિયાઆખીના હિંદુ ધંધાર્થી, આન્ત્રપ્રેન્યૉર્સ, ઉદ્યોગપતિ વચ્ચે સાથ-સહકાર વધારવાનું કામ સફળતાથી કર્યું છે.
સ્ત્રીને માતા બનાવતા આ કૌભાંડની જાણ છે તમને?
સંતાનવિહોણી મહિલા અપમાનથી બચવા અજાણતાં અંધશ્રદ્ધાનો આશરો લે ત્યારે...
રોનોર્મલ યુટેરાઈન બ્લીડિંગઃ ચાલીસીની સમસ્યા
પંદરથી પચાસ સુધીની કોઈ પણ સ્ત્રીને આ પીડા થઈ શકે, પણ મેનોપોઝ નજીક આવે એમ એની શક્યતા વધે છે.
શિયાળામાં માણો, લાજવાબ સ્વાદની મજા
ઠંડી જામવામાં છે ત્યારે કરકરી લીલવાની કચોરીની લહેજત લેવા જેવી છે.
આ ગુજ઼રાતી અભિનેત્રી તો છે ખરી નીલમ
ફિલ્મકલાકારોની અંગત જિંદગીમાં ડોકિયું કરીએ તો સમજાય કે એમનાં સંઘર્ષ, સપનાં અને આવશ્યકતા આપણા જેવા કૉમન મૅનથી કંઈ બહુ જુદાં હોતાં નથી. અમદાવાદમાં એક વિધવાની ચારમાંથી સૌથી નાની દીકરી જીદ કરીને ઑડિશન આપવા માટે દૂરના સ્થળે ચાલીને ગઈ. કામ મળે તો પરિવારને આર્થિક ટેકો રહે એ ગણતરી. કામ મળ્યું પણ ખરું અને એ દીકરીએ અભિનયની દુનિયામાં નવાં કીર્તિમાન પણ રચ્યાં.