મહાભારત માર્ગદર્શક મહાકાવ્ય
Chitralekha Gujarati|April 17, 2023
વેદ વ્યાસ, વિદુર અને સંજય એ ત્રણેયમાં સમાનતા એ હતી કે એમાંથી કોઈની માતા મોટા ઘરની દીકરી નહોતી. વેદ વ્યાસની માતા માછીમાર હતી, જ્યારે વિદુર અને સંજયની માતા દાસી હતી.
દીપક સોલિયા
મહાભારત માર્ગદર્શક મહાકાવ્ય

હું નો'તો કે'તો?

કોઈ માણસ આવું જ્યારે કહે ત્યારે તેનો અર્થ મોટે ભાગે એવો થતો હોય છે કે જુઓ, હું કેટલો બુદ્ધિશાળી છે. અમુક દુર્લભ જ કિસ્સા એવા હોય છે, જેમાં પસ્તાવાની લાગણી સાથે એવું કહેવાતું હોય છે કે ખબર તો મને પહેલેથી હતી, પણ..

પ્રાયશ્ચિત્તના આવા સાચા ભાવ સાથે ધૃતરાષ્ટ્રએ કુરુક્ષેત્રના યુદ્ધના અંતે સાથી-સારથિ સંજય સમક્ષ એક અત્યંત ન લાંબી કબૂલાત કરી, જેનો સૂર એવો હતો કે અમે હારીશું એની મને ખબર તો હતી જ, પરંતુ હું મારી જાતને અને મારા દીકરા દુર્યોધનને રોકી ન શક્યો.

માણસ અજાણતાં ભૂલ કરી બેસે ત્યારે એ પોતાની જાતને એવું કહીને સાંત્વન આપી શકે કે આમાં મારું ધાર્યું ન થયું, ધાર્યું ધરણીધરનું થયું; બાકી મને પહેલેથી ખબર હોત તો આવું કામ મેં ન કર્યું હોત.

આવું સાંત્વન માણસ જાણીજોઈને ભૂલ કર્યા બાદ પોતાની જાતને આપી શકતો નથી. ખરાબ પરિણામની જાણ હોવા છતાં ખોટું કર્યા પછી કયા મોઢે માણસ પોતાને સાંત્વન આપે? આવી સ્થિતિમાં થતો પસ્તાવો ભારે માંયલો હોય છે. ધૃતરાષ્ટ્રને યુદ્ધ બાદ આવો ઉત્કટ પસ્તાવો થયો. એ રડીરડીને બેભાન થઈ ગયા.

થોડી વારે એ ભાનમાં આવ્યા. એમણે સંજયને કહ્યું: ‘હવે જીવતા રહેવાનો કોઈ અર્થ નથી. મારે મરી જવું છે. આ જ ઘડીએ મરી જવું છે.’ આટલું કહીને ધૃતરાષ્ટ્ર એવી રીતે મોટા મોટા નિસાસા નાખવા લાગ્યા, જાણે કોઈ નાગ ફૂંફાડા મારી રહ્યો હોય. સંજય એમને શાંતિથી જોતો રહ્યો. એ જરાય વ્યાકુળ ન થયો.

આ સંજય મહાભારતનું નાનું પણ રાઈના દાણા જેવું પાત્ર છે. એ આમ તો એક સેવક છે, પરંતુ એની સ્વસ્થતા અને સમજદારી ઘણી ઊંચી છે. સંજય સેવક હોવા ઉપરાંત શિક્ષક પણ છે. માનવજાતને અનેક મહાન પાઠ શીખવતાં મહાભારતમાં ગુરુ તરીકે જે સૌને કશુંક શીખવે છે એવાં કેટલાંક જે સમજદાર-જ્ઞાની પાત્રો છે તેમાં ટોચ પર તો શ્રી કૃષ્ણ જ છે, પરંતુ પછીના ક્રમે, સિનિયોરિટી પ્રમાણે ભીષ્મ, વેદ વ્યાસ, વિદુર અને યુધિષ્ઠિર ઉપરાંત મૂકી શકાય એવું નામ છે સંજયનું.

This story is from the April 17, 2023 edition of Chitralekha Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the April 17, 2023 edition of Chitralekha Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM CHITRALEKHA GUJARATIView All
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
Chitralekha Gujarati

મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.

ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.

time-read
4 mins  |
November 25, 2024
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
Chitralekha Gujarati

અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?

શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.

time-read
3 mins  |
November 25, 2024
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
Chitralekha Gujarati

ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.

રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.

time-read
4 mins  |
November 25, 2024
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
Chitralekha Gujarati

ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!

ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.

time-read
3 mins  |
November 25, 2024
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
Chitralekha Gujarati

લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?

આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.

time-read
3 mins  |
November 18, 2024
અવગણવા જેવી નથી આ વ્યાધિ
Chitralekha Gujarati

અવગણવા જેવી નથી આ વ્યાધિ

ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...

time-read
3 mins  |
November 18, 2024
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
Chitralekha Gujarati

મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની

દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?

time-read
2 mins  |
November 18, 2024
પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!
Chitralekha Gujarati

પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!

સ્વભાવે અંતર્મુખી એ મહિલા ઈન્ટિરિયર ડિઝાઈનર તો બની, પરંતુ લોકોનાં ઘરને સજાવવાને બદલે ઘરેથી રસોઈકળાથી નાની સ્ટાર્ટ-અપ કંપની શરૂ કરી અન્ય મહિલાનાં જીવન સજાવ્યાં. આ અમદાવાદી માનુનીની ચૉકલેટ્સનો સ્વાદ દેશ-વિદેશની દાઢે વળગ્યો છે.

time-read
3 mins  |
November 18, 2024
વીરપુરથી કોચી સુધી જલારામજયંતીની ધૂમ
Chitralekha Gujarati

વીરપુરથી કોચી સુધી જલારામજયંતીની ધૂમ

ખાસ્સી ગુજરાતી વસતિ ધરાવતા કોચીના ‘મિની હરિદ્વાર' સમા મટનચેરી વિસ્તારનું જલારામ ધામ.

time-read
1 min  |
November 18, 2024
હાથી આપણો મિત્ર છે, આપણેય એના સાથી બનવું પડશે...
Chitralekha Gujarati

હાથી આપણો મિત્ર છે, આપણેય એના સાથી બનવું પડશે...

વનવગડામાં પણ માણસજાતનો કોઈ એક દોસ્ત વસતો હોય તો એ છે ગજરાજ. જંગલી જીવોમાં સૌથી વધુ સમજદાર અને સૌથી વધુ સંવેદનશીલ એવા હાથીભાઈ સાથે માણસોનો નાતો આમ તો બહુ જૂનો છે, આપણે હાથીની પૂજા પણ કરીએ છીએ, પરંતુ હમણાં હમણાં હાથી અને માનવ વચ્ચે ઘર્ષણના અનેક કિસ્સા બની રહ્યા છે.

time-read
5 mins  |
November 18, 2024