હાથી આપણો મિત્ર છે, આપણેય એના સાથી બનવું પડશે...
Chitralekha Gujarati|November 18, 2024
વનવગડામાં પણ માણસજાતનો કોઈ એક દોસ્ત વસતો હોય તો એ છે ગજરાજ. જંગલી જીવોમાં સૌથી વધુ સમજદાર અને સૌથી વધુ સંવેદનશીલ એવા હાથીભાઈ સાથે માણસોનો નાતો આમ તો બહુ જૂનો છે, આપણે હાથીની પૂજા પણ કરીએ છીએ, પરંતુ હમણાં હમણાં હાથી અને માનવ વચ્ચે ઘર્ષણના અનેક કિસ્સા બની રહ્યા છે.
કૌશિક મહેતા
હાથી આપણો મિત્ર છે, આપણેય એના સાથી બનવું પડશે...

ડિયર નૅચર,

૧૩ સપ્ટેમ્બર, ૧૯૧૬. આ તારીખ પ્રાણીપ્રેમીઓએ યાદ રાખવા જેવી છે. અમેરિકાના ટેનેસી રાજ્યમાં એક સરકસ ચાલતું હતું. થયું એવું કે આ સરકસના હાથીના મહાવતને માલિક સાથે કોઈ વાંધો પડ્યો અને એ સરકસ છોડી જતો રહ્યો. માલિકે નવો મહાવત રાખ્યો, પણ એનાથી હાથી કાબૂમાં રહેતો નહોતો.

એ સરકસનાં પ્રાણીઓની શહેરમાં પરેડ થઈ ત્યારે એમાં હાથી બધા સાથે લાઈનમાં ચાલે નહીં. મહાવત બહુ પ્રયત્ન કરે, પણ એની કોઈ કારી ફાવે નહીં. રોષમાં ને રોષમાં એણે હાથીના કાન પાછળ ભાલો માર્યો. હાથી પણ ગુસ્સે થઇ ગયો અને એણે મહાવતને નીચે પાડી દીધો. મહાવતનું ત્યાં જ મૃત્યુ થયું.

લોકોમાં ભાગદોડ મચી ગઈ. જે થયું એ માટે હાથીને જવાબદાર ઠેરવી અમુક લોકોએ સરકસના માલિક પાસે જઈ કહ્યું કે આ હાથીને મૃત્યુદંડ આપો... વિરોધ વધતો ચાલ્યો. આખરે સરકસના માલિક ચાર્લી સ્પાર્કે લોકોની માગણી સામે ઝૂકવું પડ્યું અને હાથીને દેહાંત દંડ આપવાનું નક્કી કર્યું!

હાથીને ફાંસી આપવા ક્રેન મગાવવી પડી અને ખરેખર, હજારો લોકોની હાજરીમાં ક્રેન પર હાથીને લટકાવી ફાંસી આપવામાં આવી. એ હાથીનું નામ મેરી હતું. એ જમાનામાં પ્રાણીઓ માટે કદાચ કાયદા બન્યા નહોતા અને કોઈએ આ બનાવ સામે કે પશુ સાથેની ક્રૂરતા સામે કેસ નહોતો કર્યો. જો કે આજે થાય છે.

દિલ્હીના ઝૂમાં ૨૯ વર્ષના હાથીને પગમાં સાંકળ નાખવામાં આવી હતી. આ મુદ્દે વિરોધ થયો અને વાત છેક વર્લ્ડ ઍસોસિયેશન ઑફ ઍન્ડ ઍક્વેરિયમ સુધી પહોંચી. એ પછી આ સંગઠન દ્વારા આકરાં પગલાં લેવાયાં. છ મહિના માટે આ ઝૂનું સભ્યપદ રદ કરવામાં આવ્યું. આ કિસ્સો હમણાંનો જ છે અને એ વિવાદ વકર્યો. આખરે સરકારે સૂચના આપવી પડી અને કેન્દ્રીય મંત્રી કીર્તિવર્ધનસિંહે દરમિયાનગીરી કરી એટલે શંકર નામના આ હાથીને સાંકળમુક્ત કર્યો.

This story is from the November 18, 2024 edition of Chitralekha Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the November 18, 2024 edition of Chitralekha Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM CHITRALEKHA GUJARATIView All
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
Chitralekha Gujarati

ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!

ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.

time-read
3 mins  |
November 25, 2024
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
Chitralekha Gujarati

લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?

આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.

time-read
3 mins  |
November 18, 2024
અવગણવા જેવી નથી આ વ્યાધિ
Chitralekha Gujarati

અવગણવા જેવી નથી આ વ્યાધિ

ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...

time-read
3 mins  |
November 18, 2024
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
Chitralekha Gujarati

મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની

દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?

time-read
2 mins  |
November 18, 2024
પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!
Chitralekha Gujarati

પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!

સ્વભાવે અંતર્મુખી એ મહિલા ઈન્ટિરિયર ડિઝાઈનર તો બની, પરંતુ લોકોનાં ઘરને સજાવવાને બદલે ઘરેથી રસોઈકળાથી નાની સ્ટાર્ટ-અપ કંપની શરૂ કરી અન્ય મહિલાનાં જીવન સજાવ્યાં. આ અમદાવાદી માનુનીની ચૉકલેટ્સનો સ્વાદ દેશ-વિદેશની દાઢે વળગ્યો છે.

time-read
3 mins  |
November 18, 2024
વીરપુરથી કોચી સુધી જલારામજયંતીની ધૂમ
Chitralekha Gujarati

વીરપુરથી કોચી સુધી જલારામજયંતીની ધૂમ

ખાસ્સી ગુજરાતી વસતિ ધરાવતા કોચીના ‘મિની હરિદ્વાર' સમા મટનચેરી વિસ્તારનું જલારામ ધામ.

time-read
1 min  |
November 18, 2024
હાથી આપણો મિત્ર છે, આપણેય એના સાથી બનવું પડશે...
Chitralekha Gujarati

હાથી આપણો મિત્ર છે, આપણેય એના સાથી બનવું પડશે...

વનવગડામાં પણ માણસજાતનો કોઈ એક દોસ્ત વસતો હોય તો એ છે ગજરાજ. જંગલી જીવોમાં સૌથી વધુ સમજદાર અને સૌથી વધુ સંવેદનશીલ એવા હાથીભાઈ સાથે માણસોનો નાતો આમ તો બહુ જૂનો છે, આપણે હાથીની પૂજા પણ કરીએ છીએ, પરંતુ હમણાં હમણાં હાથી અને માનવ વચ્ચે ઘર્ષણના અનેક કિસ્સા બની રહ્યા છે.

time-read
5 mins  |
November 18, 2024
જીવતેજીવ શ્રદ્ધાંજલિ જીવનને સાફ રીતે જોવાનો પ્રયાસ
Chitralekha Gujarati

જીવતેજીવ શ્રદ્ધાંજલિ જીવનને સાફ રીતે જોવાનો પ્રયાસ

સામાન્ય રીતે આપણે આપણા મૃત્યુની વાત કરવાનું ટાળીએ છીએ, પણ અમુક ‘સાહસિક’ લોકો એવી વાતોને તંદુરસ્તીના સ્તરે લઈ જતા હોય છે. પોતાના મૃત્યુનો વિચાર એ કદાચ સૌથી સકારાત્મક વિચાર છે.

time-read
5 mins  |
November 25, 2024
સમસ્યા અનિવાર્ય છે, દુઃખી થવું વૈકલ્પિક છે!
Chitralekha Gujarati

સમસ્યા અનિવાર્ય છે, દુઃખી થવું વૈકલ્પિક છે!

હિતકારી આશાવાદ આશાવાદ એટલે ઉપરવાળો સૌ સારાં વાનાં કરશે એવી અપેક્ષા નહીં, પણ એવો વિશ્વાસ કે આપણે પ્રયાસ કરીશું તો સૌ સારાં વાનાં થશે. આશાવાદી હોવું એટલું સરળ નથી જેટલું આપણે માનીએ છીએ. હકારાત્મક વિચારો હોવા એ આશાવાદ નથી. આશાવાદનો સંબંધ કર્મ સાથે છે.

time-read
2 mins  |
November 18, 2024
જસ્ટ, એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

રોજિંદી જિંદગીમાં માણસ કોઈ બાબતની મજા માણે કે કોઈ પરિસ્થિતિથી ડરે એની પાછળ એનું જે કન્ડિશનિંગ-જે તે સ્થિતિ સાથે એને ભૂતકાળમાં થયેલા કોઈ અનુભવને કારણે એની માનસિકતાનું ઘડતર થયું હોય એ જવાબદાર હોઈ શકે છે.

time-read
1 min  |
November 18, 2024