માઉન્ટ આબુ
માઉન્ટ આબુમાં પર્યટકોની અવરજવર આખું વર્ષ રહેતી હોય છે, પરંતુ મે, જૂન અને ડિસેમ્બરમાં તો અહીં પર્યટકોનાં ધાડાં ઊતરી આવે છે. એને કારણે મે અને જૂન મહિનામાં અહીં ગ્રીષ્મોત્સવ (સમર ફેસ્ટિવલ) તો શિયાળામાં શરદોત્સવ (વિન્ટર ફેસ્ટિવલ)નું આયોજન થાય છે.
માઉન્ટ આબુમાં આ વખતે સમર ફેસ્ટિવલનું આયોજન ૧૨-૧૪ મેએ કરવામાં આવશે. આ એક લોક અને નૃત્ય-સંગીતનું પર્વ છે, જેમાં રાજસ્થાનના આદિવાસી જીવન તથા સંસ્કૃતિની ઝલક દેખાય છે. મજાની વાત એ છે કે એમાં રાજસ્થાની અને ગુજરાતી લોકનૃત્ય અને લોકસંગીતનો સંગમ હોય છે. ફેસ્ટિવલનો આરંભ ભવ્ય શોભાયાત્રા સાથે થાય છે. ફેસ્ટિવલ દરમિયાન નક્કી સરોવરમાં બોટ રેસ થાય છે તો ઘોડાઓની રેસ, દોરડાખેંચ, સ્કેટિંગ રેસ, બૅન્ડ શો, શામ-એ-કવ્વાલી જેવી બીજી અનેક દિલચસ્પ પ્રવૃત્તિનો પણ સમાવેશ છે. ફેસ્ટિવલના અંતે રોમાંચક આતશબાજી કરવામાં આવે છે.
નક્કી લેક
માઉન્ટ આબુ ઊંચા ખડકો, શાંત સરોવરો અને ખુશનુમા હવામાન માટે પ્રખ્યાત છે. આબુમાં ગુરુશિખર અરાવલી પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર છે.
ત્યાં જાવ તો તમને એવો અનુભવ થાય કે જાણે તમે આકાશમાં વિહાર કરી રહ્યા છો અને વાદળો તમારાં કદમો તળે છે. દેલવાડા જૈન મંદિર, નક્કી લેક, સનસેટ પૉઈન્ટ તમને સંમોહનના એવા લોકમાં જઈ જાય જ્યાં તમારા મુખમાંથી તારીફના શબ્દો આપોઆપ નીકળી પડે.. રાજસ્થાનનો આ સંમોહક અને મનમોહક નજારો તમે ન જોયો હોય તો તમે શું જોયું?
ઉદયપુર નગરી
અમદાવાદથી ૨૬૫ કિલોમીટર અને માઉન્ટ આબુથી ૧૮૦ કિલોમીટર દૂર વસ્યું છે સરોવરોનું શહેર ઉદયપુર. ઉદયપુરમાં વચ્ચોવચ અનેક સરોવરો છે. ગુજરાત રાજ્યની નજીકમાં હોવાને કારણે ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં લોકો અહીં પ્રવાસે આવે છે. અહીં વિદેશી પર્યટકો પણ ઘણા આવે છે. જયપુર પછીના નંબરે ઉદયપુર આવે છે, જ્યાં વિદેશી પર્યટકો સૌથી મોટી સંખ્યામાં ફરવા આવે છે. રાણા ઉદયસિંહે ઈ.સ. ૧૫૫૯માં ઉદયપુર નગરની સ્થાપના કરી હતી અને એને મેવાડનું પાટનગર બનાવ્યું હતું.
This story is from the April 24, 2023 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the April 24, 2023 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.
અવગણવા જેવી નથી આ વ્યાધિ
ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?
પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!
સ્વભાવે અંતર્મુખી એ મહિલા ઈન્ટિરિયર ડિઝાઈનર તો બની, પરંતુ લોકોનાં ઘરને સજાવવાને બદલે ઘરેથી રસોઈકળાથી નાની સ્ટાર્ટ-અપ કંપની શરૂ કરી અન્ય મહિલાનાં જીવન સજાવ્યાં. આ અમદાવાદી માનુનીની ચૉકલેટ્સનો સ્વાદ દેશ-વિદેશની દાઢે વળગ્યો છે.
વીરપુરથી કોચી સુધી જલારામજયંતીની ધૂમ
ખાસ્સી ગુજરાતી વસતિ ધરાવતા કોચીના ‘મિની હરિદ્વાર' સમા મટનચેરી વિસ્તારનું જલારામ ધામ.
હાથી આપણો મિત્ર છે, આપણેય એના સાથી બનવું પડશે...
વનવગડામાં પણ માણસજાતનો કોઈ એક દોસ્ત વસતો હોય તો એ છે ગજરાજ. જંગલી જીવોમાં સૌથી વધુ સમજદાર અને સૌથી વધુ સંવેદનશીલ એવા હાથીભાઈ સાથે માણસોનો નાતો આમ તો બહુ જૂનો છે, આપણે હાથીની પૂજા પણ કરીએ છીએ, પરંતુ હમણાં હમણાં હાથી અને માનવ વચ્ચે ઘર્ષણના અનેક કિસ્સા બની રહ્યા છે.