ખેતીમાં અવનવા પ્રયોગ એ નવી વાત નથી, પણ ધારો કે કશ્મીરની બરફાચ્છાદિત જમીન પર કોઈ કપાસની ખેતી કરવાનું કહે તો? મગજ કઈ વિચારવાનું જ બંધ કરી દે, નહીં? પણ સૌરાષ્ટ્રની એક યુવા ખેડૂતે બરફીલી ધરતી પર કપાસ ઉગાડવા જેવો ચમત્કાર કર્યો છે. બન્યું એવું કે ડાંગના કૃષિ સંશોધન કેન્દ્રમાં સૌરાષ્ટ્રના એક ખેડૂતે ફોન કર્યોઃ અમારે ત્યાં સૌરાષ્ટ્રમાં નાગલીની ખેતી કરવી હોય તો તે માટે માહિતી અને માર્ગદર્શન આપો..
સામે છેડેથી કૃષિ કેન્દ્રના અધિકારી આ ખેડૂતને એક ફોન નંબર લખાવે છે અને કહે છે: તમે નાગલી મૅડમ સાથે વાત કરી લો. બધી માહિતી મળી જશે. પેલો સૌરાષ્ટ્રનો ધરતીપુત્ર વિચારમાં પડી ગયો કે નાગલી પાક વિશેની જાણકારીને બદલે આ નાગલી મૅડમનો નંબર આપ્યો? એ વળી કોણ?
આવો સવાલ અને આશ્ચર્ય અનેક ખેડૂતોને થયાં છે.
બાજરીની નાની બહેન જેવી નાગલીને રાગી પણ કહેવામાં આવે છે. રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં એને બંટી કહે છે. ડાંગ જિલ્લો એ નાગલી-રાગીનું પિયર ગણાય. અહીંની ખડતલ પ્રજા નાગલીના રોટલા બનાવીને ખાય છે. આરોગ્યની દૃષ્ટિએ પણ નાગલી ઉત્તમ છે અને હવે સ્વાસ્થ્ય પ્રત્યે સભાન એવા શહેરીજનોમાંય એ લોકપ્રિય બની છે.
આવી ગુણદાયી નાગલી અથવા રાગીની ખેતી સૌરાષ્ટ્રમાં થતી નથી. સૌરાષ્ટ્રનું સૂકું હવામાન આ પાકને અનુકૂળ આવતું નથી. આમ છતાં સૌરાષ્ટ્રમાં જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં આરબલૂસ ગામને કર્મભૂમિ બનાવનારી મહિલા સાહસિક ખેડૂત પાયલ મનસુખભાઈ પટેલ (કંટારિયા)એ નાગલીની ખેતી કરવાનું સાહસ કર્યું. નેવનાં પાણી મોભે ચડાવવા જેવું આ કામ હતું, પરંતુ પરિણામની પરવા કર્યા વિના આ નવી ખેતીનો પ્રયોગ એણે કર્યો અને ધીરે ધીરે એમાં સફળતા મળતી ગઈ. છેલ્લાં ચારેક વર્ષથી પાયલ નાગલીની ખેતી કરે છે. સૌરાષ્ટ્રમાં નાગલીની ખેતી કરનારી એ સંભવિત પ્રથમ મહિલા છે અને આ જ કારણે હવે એને નાગલી મૅડમ જેવી એક નવી ઓળખ મળી છે.
This story is from the April 24, 2023 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the April 24, 2023 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
નોમિનીના સરળ બનેલા નિયમ સમજી લેવામાં સાર
ઈન્વેસ્ટમેન્ટમાં નોમિનીનું મહત્ત્વ વધ્યું છે, ખાસ કરીને કોવિડ બાદ આનો અહેસાસ અનેક પરિવારોને તેમ જ સરકાર અને નિયમન સંસ્થાઓને થયો છે. આર્થિક વ્યવહારો સરળ બનાવવાના ભાગ રૂપે સેબીએ આ નિયમોને વધુ હળવા અને વ્યવહારુ બનાવવાનો નિર્ણય લીધો છે, જેને સમજવા અનિવાર્ય છે.
બોલો... આ રમતમાં હાર-જીત સ્પર્ધકના જ હાથમાં!
પંજા-કુસ્તી તરીકે ઓળખાતી બળાબળની સ્પોર્ટની ૧૭ દિવસની પહેલી ‘પ્રો પંજા લીગ' ગયા વર્ષે યોજાઈ ને આ વર્ષે પણ યોજાશે. આ મહિનાની ૧૯થી મુંબઈમાં એશિયન ઈન્ટરનૅશનલ કપ તથા ૨૦મીથી વડોદરાની પાદરે આવેલા પાદરામાં પંજા-કુસ્તી ચૅમ્પિયનશિપ યોજાઈ રહી છે ત્યારે જાણીએ, બાવડાંનાં બળની રમતની જાણી-અજાણી વાત.
સ્ત્રી રાતના સમયે બહાર ન નીકળી શકે?
‘ઘરની આબરૂ’ માટે પુરુષો ઘરબહાર પણ સલામત વાતાવરણ નિર્માણ કરે અને પોતાનું વર્તન બદલે એ વધુ જરૂરી છે.
દિવાળીમાં બનાવો સૌને ભાવતાં આ વ્યંજન
બધાં પર્વોમાં શિરમોર એવો તહેવાર આવી રહ્યો છે, તમે છો તૈયાર એને સ્વાદિષ્ટ આવકાર આપવા?
એ દિવસોમાં આવી ભૂખ કેમ લાગે છે?
બાળજન્મ પછી પૂરતું દૂધ ન આવતું હોય તો આ ઉપાય અજમાવી શકાય...
લડત પતિના હત્યારાને સજા અપાવવાની...લડત પતિની નિશાનીને જનમ આપવાની...
નજર સામે પતિની હત્યા થતી જોઈ આ મહિલા ઍડ્વોકેટનો ગર્ભપાત થઈ ગયો. એ પછી એની જિંદગીમાં બે જ લક્ષ્ય હતાંઃ ગુનેગારોને જેલ અને પરિવાર આગળ વધારવા એક બાળક! ‘આઈવીએફ’ ટેક્નિકની મદદ મેળવી પતિનાં જાળવી રાખેલાં સ્પર્મથી એમણે એ શક્ય બનાવ્યું.
ભવ્ય ભૂતકાળના વારસાનું કરો જતન
મહારાષ્ટ્રના દમદાર દુર્ગ મેઘરાજાએ વિદાય સાથે વેરેલાં સૌંદર્ય સાથે મહારાષ્ટ્રના ભવ્ય કિલ્લાઓની વિરાસત જોવા માટે તૈયાર છો?
ફૂલના ગરબા, બાધા-માનતાના ગરબા, હરખના ગરબા...
નવરાત્રિમાં તો બધે ગરબા રમાય, પરંતુ ઉત્તર ગુજરાતનાં ઘણાં ગામમાં તો છેક કાળી ચૌદશ અને દિવાળી સુધી કે ક્યાંક તો ખાસ એ બે રાત્રે જ ગરબા થાય, એ પણ કાગળ કે પ્લાસ્ટિકનાં ફૂલના, ખાસ્સા વજનદાર ગરબા. એ માથે લઈને ગામની સ્ત્રીઓને ગરબે રમતી જોવી એ પણ એક લહાવો છે.
એક ફોન કૉલ ને માણસ કંગાળ..
સાઈબર ફ્રૉડની તમામ હદ વટાવી દેતી ડિજિટલ અરેસ્ટ વિક્ટિમથી લઈને કાયદોવ્યવસ્થા, સિસ્ટમને નિર્વસ્ત્ર કરી દેતી આ તે કેવી સાઈબર ઠગાઈ?
પાણી ભલે ઓસરી ગયાં, પૂરની અસર વડોદરાની દિવાળી બગાડશે...
અતિ ભારે વરસાદ અને ઉપરવાસમાં જમા થયેલું પાણી છોડવામાં થયેલી ક્ષતિએ વડોદરાને ડુબાડ્યું હતું. આટલા દિવસો પછી હજી અત્યારે પણ એનાં પરિણામ દેખાઈ રહ્યાં છે ખાલીખમ બજાર રૂપે.