આજથી એકાદ દાયકા પહેલાં રાજકોટનાં મીનાબહેન પટેલ એક ખાનગી કંપનીમાં નોકરી કરતાં. નોકરી સારી હતી, પણ એક દિવસ એમણે નોકરી છોડીને સ્વબળે નિકાસવેપાર કરવાનું નક્કી કર્યું. આજે જપાન, નેધરલૅન્ડ, ડેન્માર્ક, મોરેશિયસ, બ્રાઝિલ જેવા અનેક દેશો સાથે એ નિકાસવેપાર તો કરે જ છે, સાથે સાથે સૌરાષ્ટ્ર-ગુજરાતના ગ્રામીણ વિસ્તારની અનેક મહિલાની હસ્તકળા-કારીગરીને પારખી મીનાબહેને એ કળાકૃતિને દુનિયાભરમાં પહોંચાડી એમને પગભર કરી છે.
પોતાના આ પ્રવાસનો અનુભવ પ્રિયદર્શિની સાથે વહેંચતાં એ કહે છે:
‘આજથી દસેક વર્ષ પહેલાં મારા બે વર્ષના દીકરા જ્યોતિર્મય માટે પડોશમાં રહેતી એક મહિલાએ મોજડી ગૂંથીને મને આપી હતી. મોજડીનું હૅન્ડિક્રાફ્ટ વર્ક બહુ જ સરસ હતું. મેં એનાં વખાણ કર્યાં. થોડા સમય બાદ અમારા વિસ્તારની કેટલીક મહિલાઓએ મને એમના હુન્નરનો ઉપયોગ કરીને ઘરે બેસીને કંઈ કમાણી કરી શકીએ એ માટે મદદ કરવાની વિનંતી કરી. એ સમયે મારું કેમિકલ એક્સ્પોર્ટનું કામકાજ હતું. અહીં માર્કેટિંગ કરતી નહોતી, પરંતુ પડોશી મહિલાઓને મદદ કરવાના વિચારે મને હૅન્ડિક્રાફ્ટ બિઝનેસ તરફ વાળી અને.. લો, છેલ્લાં દસ વર્ષમાં ૨૦૦ જેટલી મહિલાને રોજગારી આપવામાં હું નિમિત્ત બની એનો મને આનંદ છે.’
મીનાબહેને પોતાના વ્યવસાયની સાથે અન્ય મહિલાઓને પણ રોજગારી મળે એ માટે ૨૦૧૩માં ત્રણ લાખ રૂપિયા રોકીને સ્ટાર્ટ-અપ કંપની શરૂ કરી. આજે એમના હૅન્ડિક્રાફ્ટ બિઝનેસનું ટર્નઓવર ૯૫ લાખ રૂપિયા સુધી પહોંચી ગયું છે. જો કે એમનું લક્ષ્ય ધંધાનું કામકાજ વધારવા કરતાં વધુ મહિલા એમના ગ્રુપમાં જોડાઈને હસ્તકારીગરીની ચીજવસ્તુનું ઉત્પાદન કરતી થાય તથા પરિવારને આર્થિક મદદ કરવા આગળ આવે એવી મહિલાઓને પ્રોત્સાહિત કરવાનું છે.
એક આઈડિયા જો બદલ દે દુનિયા.. પડોશી મહિલાએ દીકરાને આપેલી ગિફ્ટ પરથી આઈડિયા આવ્યો અને મીના પટેલે આસપાસની અનેક સ્ત્રીને હસ્તવણાટની ચીજો બનાવવા તરફ વાળીઃ આત્મનિર્ભર બનવા માટે જરૂરી છે આત્મવિશ્વાસ.
This story is from the June 19, 2023 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the June 19, 2023 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...
નવું વર્ષ... નવી શરૂઆાત
બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.
માનું દૂધ પણ અમૃત સમાન રહ્યું નથી!
નવજાત શિશુનો પહેલો આહાર એટલે એની જનેતાનું દૂધ. એ દૂધ જે બાળક માટે અનેક વ્યાધિ સામેનું ટૉનિક પણ છે. જો કે હવે એવો દાવો કરી શકાય એમ નથી. હવા અને પાણીમાં ઠલવાતાં વિષારી તત્ત્વો તથા કેમિકલ્સ કોઈ ને કોઈ રીતે આપણા શરીરમાં પહોંચે છે. એ પ્રમાણ એટલું વધી ગયું છે કે એનાથી તો હવે માતાનું દૂધ સુદ્ધાં અભડાઈ ગયું છે.
સંવેદનશીલ સાહિત્યકારના મનોજગતમાં ડોકિયું
સામાજિક નિસબત સાથે લલિત સાહિત્યનું સંતુલન જાળવી સાતત્યથી સર્જન કરતાં હિમાંશી શેલતને પ્રતિષ્ઠિત ‘કુવેમ્પૂ રાષ્ટ્રીય પુરસ્કાર' જાહેર થયો છે ત્યારે આ...