આજના મોબાઈલયુગમાં સમાજના હાથ પુસ્તકનો સ્પર્શ ગુમાવતા જાય છે, પ્રાદેશિક ભાષાના અસ્તિત્વ સામે મોટું જોખમ ઊભું થયું છે અને ગુજરાતી ભાષાને બચાવવી પડે એવા સમયમાં આપણી ભાષાનાં સુપ્રસિદ્ધ લેખિકા હિમાંશી શેલતને ૨૦૨૪નો કુવેમ્પૂ રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યાના સમાચાર હર્ષની લાગણી જન્માવી જાય. આવતા મહિને બેંગલુરુ ખાતે એમને આ પુરસ્કાર એનાયત કરવામાં આવશે.
સુખ્યાત કન્નડ સાહિત્યકાર કુવેમ્પુની સ્મૃતિમાં રચાયેલા કુવેમ્પુ ટ્રસ્ટ દ્વારા ૨૦૧૩થી પ્રતિ વર્ષે ભારતીય ભાષામાં શ્રેષ્ઠ સાહિત્યસર્જન કરનારા સર્જકોને કુવેમ્પુ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવે છે. પુરસ્કારમાં રજત ચંદ્રક અને પ્રશસ્તિપત્ર ઉપરાંત રૂપિયા પાંચ લાખની રોકડ રકમનો સમાવેશ થાય છે. ટ્રસ્ટના અધ્યક્ષ બી.એલ. શંકરની અધ્યક્ષતાવાળી પસંદગી સમિતિ દ્વારા ૭૭ વર્ષી ડૉ. હિમાંશી ઈન્દુલાલ શેલતની પસંદગી કરવામાં આવી છે.
હિમાંશીબહેન ચિત્રલેખાને કહે છેઃ ‘આમ તો હું એવૉર્ડ એનાયત સમારંભમાં જતી નથી... પરંતુ અગ્રહારા કૃષ્ણમૂર્તિએ મને કહ્યું કે પુરસ્કારને અંગત ન ગણો. તમે જે ભાષાની ખેવના કરી એ ગુજરાતી ભાષાને સમ્માન મળે છે... વળી, આવો રાષ્ટ્રીય પુરસ્કાર પ્રથમ વાર ગુજરાતી ભાષાને મળે છે ત્યારે મારે અંગત આગ્રહો મારી ભાષા પર થોપવા ન જોઈએ. મારા કરતાં મારી ભાષાનું મહત્ત્વ વધુ છે એટલે મેં સમારંભમાં જવાનું નક્કી કર્યું છે.’
This story is from the January 06, 2025 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the January 06, 2025 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...
નવું વર્ષ... નવી શરૂઆાત
બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.
માનું દૂધ પણ અમૃત સમાન રહ્યું નથી!
નવજાત શિશુનો પહેલો આહાર એટલે એની જનેતાનું દૂધ. એ દૂધ જે બાળક માટે અનેક વ્યાધિ સામેનું ટૉનિક પણ છે. જો કે હવે એવો દાવો કરી શકાય એમ નથી. હવા અને પાણીમાં ઠલવાતાં વિષારી તત્ત્વો તથા કેમિકલ્સ કોઈ ને કોઈ રીતે આપણા શરીરમાં પહોંચે છે. એ પ્રમાણ એટલું વધી ગયું છે કે એનાથી તો હવે માતાનું દૂધ સુદ્ધાં અભડાઈ ગયું છે.
સંવેદનશીલ સાહિત્યકારના મનોજગતમાં ડોકિયું
સામાજિક નિસબત સાથે લલિત સાહિત્યનું સંતુલન જાળવી સાતત્યથી સર્જન કરતાં હિમાંશી શેલતને પ્રતિષ્ઠિત ‘કુવેમ્પૂ રાષ્ટ્રીય પુરસ્કાર' જાહેર થયો છે ત્યારે આ...