ચિત્રલેખાના ગયા અંકમાં આપણે આંતરરાષ્ટ્રીય વેપારસંબંધી ડિજિટલ ટૅક્સેશન વિશે વાત કરી હતી, આ વખતે ભારતમાં ડિજિટલ પેમેન્ટ કેટલી અને કેવી ઝડપે પ્રસરી રહ્યું છે એની ઝલક જોઈએ. ખરેખર ડિજિટલ ઈન્ડિયા આકાર પામી રહ્યું છે એની વાસ્તવિકતા દર્શાવતાં ડેટા અને માહિતી વિચારપ્રેરક છે.
અત્યારે એટલું જરૂર કહી શકાય કે ડેટા ઈઝ કિંગ. ડેટા માટે હરીફાઈ થાય છે, વિવાદ થાય છે અને ભવિષ્યમાં જંગ પણ થઈ શકે. ડેટાનું મહત્ત્વ આ સમયમાં એટલું બધું વધતું ગયું છે કે સરકારે ડેટાના રક્ષણ માટે કાયદો લાવવો પડે એવી સ્થિતિ સર્જાઈ છે. આનાં કારણો સમજવા સૌપ્રથમ આપણે આ ડિજિટલ ચિત્રને સમજવા ભારત ૩૦ વરસ પહેલાં ક્યાં હતું અને અત્યારે ક્યાં છે એ પણ જાણવું-સમજવું પડશે, જેમાંથી આપણને માત્ર ડિજિટલનું જ નહીં, ઈકોનોમીનું રિયલ ચિત્ર પણ જોવા મળશે.
વર્ષ ૧૯૯૧માં આપણો દેશ બૅલેન્સ ઑફ પેમેન્ટની ક્રાઈસિસમાં હતો એટલે કે વિદેશી દેવું ચૂકવવા માટે આપણી પાસે જોગવાઈ નહોતી. આ સામે ૨૦૨૧માં આપણો દેશ તંદુરસ્ત સરપ્લસ (પુરાંત)માં આવી ગયો હતો. વર્ષ ૨૦૦૮માં વિશ્વસ્તરે આર્થિક કટોકટીના સંજોગો કેવા કપરા બન્યા હતા એ જાહેર છે, આપણી સ્થિતિ પણ વિશ્વને ટેકો આપી શકે એવી નહોતી. જો કે છેલ્લાં નવ વર્ષમાં આપણા દેશે ફાઈનાન્સિયલ ઈન્ફ્લુઝિવનેસ (આર્થિક સર્વસમાવેશ) માટે જે પગલાં અમલમાં મૂક્યાં છે એ ૪૭ વરસનાં પરંપરાગત પગલાંથી પણ હાંસલ થાત નહીં એવાં નક્કર અને પરિણામલક્ષી રહ્યાં છે.
This story is from the July 24, 2023 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the July 24, 2023 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...
નવું વર્ષ... નવી શરૂઆાત
બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.
માનું દૂધ પણ અમૃત સમાન રહ્યું નથી!
નવજાત શિશુનો પહેલો આહાર એટલે એની જનેતાનું દૂધ. એ દૂધ જે બાળક માટે અનેક વ્યાધિ સામેનું ટૉનિક પણ છે. જો કે હવે એવો દાવો કરી શકાય એમ નથી. હવા અને પાણીમાં ઠલવાતાં વિષારી તત્ત્વો તથા કેમિકલ્સ કોઈ ને કોઈ રીતે આપણા શરીરમાં પહોંચે છે. એ પ્રમાણ એટલું વધી ગયું છે કે એનાથી તો હવે માતાનું દૂધ સુદ્ધાં અભડાઈ ગયું છે.
સંવેદનશીલ સાહિત્યકારના મનોજગતમાં ડોકિયું
સામાજિક નિસબત સાથે લલિત સાહિત્યનું સંતુલન જાળવી સાતત્યથી સર્જન કરતાં હિમાંશી શેલતને પ્રતિષ્ઠિત ‘કુવેમ્પૂ રાષ્ટ્રીય પુરસ્કાર' જાહેર થયો છે ત્યારે આ...