ક્યારેક મુંબઈ તો ક્યારેક મદ્રાસ, ક્યારેક કેદારનાથ તો કોઈક વરસ કુલુ-મનાલી. વર્ષે-દર વર્ષે સ્થળ બદલાય છે, સ્થિતિ એની એ જ જોવા મળે છે. આભ ફાટે ત્યાં થીગડું ન દેવાય એ બરાબર, પરંતુ આપણે ત્યાં તો ઘણી વખત એક વાદળ વરસી પડે તોય બધું પાણી પાણી થઈ જાય એવી હાલત છે.
છેલ્લાં કેટલાંક વર્ષોથી ક્લાઈમેટ ચેન્જ અને ગ્લોબલ વૉર્મિંગ જેવા શબ્દ લગભગ દરેક ઋતુમાં આપણા કાને પડે છે. ભરશિયાળાના દિવસમાં પરસેવે નિતારી દે એવી ગરમી પડે અને ઉનાળામાં ક્યારેક ઠંડીનો ચમકારો આવી જાય. મહિના-મહિના સુધી વરસાદ પડ્યા પછી પણ ધરતીનો બફારો ચાલુ રહે.. આ બધું લાંબા સમય સુધી માનવજાતે કુદરત સાથે કરેલાં ચેડાંનું પરિણામ છે. સમગ્ર વાતાવરણને કે કુદરતી ઋતુચક્રને આ નુકસાન આપણે એટલે કે માત્ર ભારતીયોએ નથી કર્યું, પરંતુ સૂકા ભેગું લીલું બળે એમ પરિણામ ભોગવવાનું આપણે ભાગે પણ આવ્યું છે.
પરિવર્તન એ કુદરતનો ક્રમ છે એટલે માનવજાતે સતત કંઈક નવું કરતાં રહેવું પડે છે. એ કારણે પર્યાવરણને થયેલું અને હજી થઈ રહેલું નુકસાન એકાએક અટકાવી શકાય એમ નથી, અન્યથા માનવજાતનો વિકાસ સ્થગિત થઈ જાય. એનો ઉપાય એ છે કે વિકાસના રસ્તે આગળ વધવામાં જે કંઈ ખોટું થયું હોય એમાંથી બોધ લઈ એ ભૂલ સુધારવાનો આપણે પ્રયાસ કરીએ. જો કે ત્યાં જ આપણે ઊણા ઊતરીએ છીએ.
હિમાચલ અને ઉત્તરાખંડમાં વિનાશ વેર્યા બાદ બિચાસ, સતલજ અને યમુના નદીનાં પાણી પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં ફરી વળ્યાં.
This story is from the July 31, 2023 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the July 31, 2023 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...
નવું વર્ષ... નવી શરૂઆાત
બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.
માનું દૂધ પણ અમૃત સમાન રહ્યું નથી!
નવજાત શિશુનો પહેલો આહાર એટલે એની જનેતાનું દૂધ. એ દૂધ જે બાળક માટે અનેક વ્યાધિ સામેનું ટૉનિક પણ છે. જો કે હવે એવો દાવો કરી શકાય એમ નથી. હવા અને પાણીમાં ઠલવાતાં વિષારી તત્ત્વો તથા કેમિકલ્સ કોઈ ને કોઈ રીતે આપણા શરીરમાં પહોંચે છે. એ પ્રમાણ એટલું વધી ગયું છે કે એનાથી તો હવે માતાનું દૂધ સુદ્ધાં અભડાઈ ગયું છે.
સંવેદનશીલ સાહિત્યકારના મનોજગતમાં ડોકિયું
સામાજિક નિસબત સાથે લલિત સાહિત્યનું સંતુલન જાળવી સાતત્યથી સર્જન કરતાં હિમાંશી શેલતને પ્રતિષ્ઠિત ‘કુવેમ્પૂ રાષ્ટ્રીય પુરસ્કાર' જાહેર થયો છે ત્યારે આ...