થોડા સમય પહેલાં એક જાણીતા ગુજરાતી અદાકાર સાથે વિવિધ વિષય પર ગપ્પાં ચાલી રહ્યાં હતાં, એમાં શ્રાવણ મહિનાનો વિષય નીકળતાં એ કહેઃ ‘બાળપણની મારી અનેક સ્મૃતિમાંની એક છે, શ્રાવણ માસનાં ઉપવાસ-એકટાણાં. ના.. ના, મેં ક્યારેય કોઈ ઉપવાસ કર્યા નથી, કરતો નથી, પણ મારાં દાદીમા ચુસ્તપણે બધાં વ્રત કરતાં. મને આકર્ષણ રહેતું એ દિવસોમાં બનતા ફરાળનું. ખાસ તો સાબુદાણા વડાંનું, સાબુદાણા ખીચડીનું, સાથે સ્વીટ દહીંનું અથવા અનાજમાંથી બનતા પોરીજ કે રાબ જેવા મોરૈયાનું. શાક-રોટલી, દાળ-ભાતના રૂટિનમાંથી સ્વાદિષ્ટ ચેન્જ મળતો.’
ઓગસ્ટ-સપ્ટેમ્બર અથવા હિંદુ કૅલેન્ડર પ્રમાણે શ્રાવણ માસ એટલે વર્ષનો પવિત્ર મહિનો. આમ તો અષાઢી એકાદશીથી કાર્તિકી અગિયારસ વચ્ચેના ગાળામાં જન્માષ્ટમી, નવરાત્રિ જેવાં પર્વ આવે. આ દરમિયાન વિવિધ હિંદુ સમુદાય ઉપવાસ રાખે. કોઈ નકોરડા ઉપવાસ રાખે તો કોઈ ફરાળ ડાયેટ પર રહે. આ દિવસો દરમિયાન શું ખાઈ શકાય અને શું નહીં એ એક માન્યતાનો સવાલ છે, જેમ કે ઘણા લોકો આ દિવસોમાં વધ્યુંઘટ્યું ભોજન, રીંગણ-મૂળો-કાંદા-લસણ જેવો તામસિક ગણાતો આહાર, વગેરે લેવાનું ટાળે. શું ખાઈ શકાય? તાજાં ફળ, ફળની વાનગીઓ, સાબુદાણા અને રાજગરાથી લઈને સામો, દૂધી, પરવળ, બટેટાં, સૂરણ, રતાળું, કંદ, શક્કરિયાં, શિંગોડા, સાબુદાણા ગોળ, તેલ તથા દૂધ તથા દૂધમાંથી બનેલાં દહીં-લસ્સી-મોળી છાશ-ઘી... ટૂંકમાં, સહેલાઈથી પચી જાય એવા આહારની પરિમિશન છે. નમકની છૂટ નથી, પણ હા, સિંધવ મીઠું વાપરી શકાય.
ખરેખર તો ફરાળનો ઉદ્દેશ બીબાંઢાળ જિવાતાં જીવનમાં ચેન્જ આવે, ઋતુ સાથે અનુકૂલન થાય, ધાર્મિક તેમ જ સામાજિક આસ્થા સાથે આરોગ્ય જળવાય એ છે એટલે આ દિવસો દરમિયાન ફળાહાર અથવા ફરાળ આરોગવાની ભલામણ કરવામાં આવે છે. ઔર એક કારણ એ પણ છે કે વર્ષાઋતુની કે ભેજવાળી આબોહવાની અસર કેવળ શરીર પર જ નથી થતી, બલકે પાણી, શાકભાજી, અનાજ, કઠોળ, વગેરે પર પણ થાય છે.
હવે ધર્મ કહો કે ધર્મ પાછળનું સાયન્સ કહો, શ્રાવણમાં ઉપવાસ-એકટાણાં રાખવાની કે પછી શ્રાવણિયા સોમવાર રાખવાની પ્રથા વર્ષોથી ચાલી આવે છે. કોઈ વળી પહેલો ને છેલ્લો સોમવાર કરે. આ દિવસોમાં જેની પરમિશન છે એવી સામગ્રીમાંથી બનેલો આહાર કાં તો ઘરે બને અથવા આવો આહાર પીરસતી રેસ્ટોરાંમાં આરોગવામાં આવે.
This story is from the September 04, 2023 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the September 04, 2023 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...
નવું વર્ષ... નવી શરૂઆાત
બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.
માનું દૂધ પણ અમૃત સમાન રહ્યું નથી!
નવજાત શિશુનો પહેલો આહાર એટલે એની જનેતાનું દૂધ. એ દૂધ જે બાળક માટે અનેક વ્યાધિ સામેનું ટૉનિક પણ છે. જો કે હવે એવો દાવો કરી શકાય એમ નથી. હવા અને પાણીમાં ઠલવાતાં વિષારી તત્ત્વો તથા કેમિકલ્સ કોઈ ને કોઈ રીતે આપણા શરીરમાં પહોંચે છે. એ પ્રમાણ એટલું વધી ગયું છે કે એનાથી તો હવે માતાનું દૂધ સુદ્ધાં અભડાઈ ગયું છે.
સંવેદનશીલ સાહિત્યકારના મનોજગતમાં ડોકિયું
સામાજિક નિસબત સાથે લલિત સાહિત્યનું સંતુલન જાળવી સાતત્યથી સર્જન કરતાં હિમાંશી શેલતને પ્રતિષ્ઠિત ‘કુવેમ્પૂ રાષ્ટ્રીય પુરસ્કાર' જાહેર થયો છે ત્યારે આ...