કોમલ ભટ્ટ: સબ સુખ લહૈ તુમ્હારી સરના, તુમ રક્ષક કાહૂ કો ડરના
Chitralekha Gujarati|September 25, 2023
‘રામ સિયા રામ, સિયા રામ જય જય રામ..’ એક બાજુ હમણાં સાળંગપુરમાં કેટલાંક ભીંતચિત્રોને કારણે વિવાદ ચાલી રહ્યો હતો ત્યારે એક મહિલા પોતાના ગ્રુપ સાથે સુદરકાંડના પાઠનું પઠન કરી રહી હતી. ત્યાંથી જે પણ પસાર થાય એ ઘડીક વિચારમાં પડતા કે સુંદરકાંડના પાઠ અને એ પણ સ્ત્રી દ્વારા? - તો ચાલો, જાણીએ કહાણી એ મહિલાની જે ૩૬૫ દિવસ સુદરકાંડના પાઠ કરે છે.
હેતલ રાવ
કોમલ ભટ્ટ: સબ સુખ લહૈ તુમ્હારી સરના, તુમ રક્ષક કાહૂ કો ડરના

તું આ શું બોલી રહી છે? તને ખબર છે કે આ કામ તારાથી ન થાય? ભગવાન ક્રોધે ભરાશે..

- અરે, જરા તો વિચાર કર. આપણે બેરું જાત અને હનુમાન દાદાના સુંદરકાંડના પાઠ કરવાની વાત કરે છે તું? અને એ પણ જાહેરમાં, બધાના ઘરે જઈ જઈને?

- આમને સમજાવો કો’ક, આ બાયડીઓ તો ગાંડી થઈ છે..

આ શબ્દો સમાજની એવી મહિલાઓના છે, જે એમ માને છે કે હનુમાન દાદા પર માત્ર ને માત્ર પુરુષોનો જ કૉપીરાઈટ છે. દાદાની ભક્તિ કરવી, દાદાનો શૃંગાર કરવો કે પછી દાદા માટે સુંદરકાંડનો પાઠ કરવો એ કામ પુરુષ જ કરી શકે, કોઈ સ્ત્રી નહીં. જો કે આ વાત એક મહિલાને અમાન્ય હતી. એણે તો પોતાનું સમગ્ર જીવન જ દાદાના ચરણે ધરી દીધું હતું. હનુમાનજી પરની અપાર શ્રદ્ધાને સહારે જ એણે તો બીજા લોકો શું કહે છે-શું વિચારે છે એની પળોજણમાં પડ્યા વગર પોતાની મહિલા મિત્રો સાથે મળીને એણે સુંદરકાંડના પાઠ કરવાનું શરૂ કર્યું. આ મહિલા એટલે કોમલ ભટ્ટ.

મૂળ ખંભાતના મુકેશભાઈ મહાદેવના ભક્ત. એમની નાની દીકરી કોમલ ભણવામાં હોશિયાર. ઘરમાં ભક્તિનું વાતાવરણ અને એ માહોલમાં ઊછરેલી કોમલ માતા ઉષાબહેનને કહેતી પણ ખરી કે ‘હું સાધ્વી બનીને સમગ્ર દેશમાં રામકથા કરીશ. વિશ્વફલક પર પ્રભુ શ્રી રામનું અને હનુમાન દાદાના નામનું રટણ થાય એવું કામ કરીશ.’ 

થયું પણ એવું જ, પરંતુ જરા અલગ રીતે. બાર ધોરણ સુધી અભ્યાસ કર્યા પછી કોમલે ભણવાનું અધૂરું છોડ્યું અને દાદાની ભક્તિમાં લીન થયાં. થોડાં વર્ષ પછી આણંદમાં રહેતા દીપકભાઈ ભટ્ટ સાથે એમનાં લગ્ન થયાં. આંખોમાં શમણાં અને મનમાં દાદાના નામનું ભાથું બાંધી. કોમલબહેન સાસરે આવ્યાં. દીપકભાઈ સેલ્સ ટૅક્સ-ઈન્કમ ટૅક્સ સહિતનું એકાઉન્ટ્સનું કામ કરતા. જીવનમાં સંઘર્ષ હતો, પણ બન્ને એનો સામનો કરી સ્થિતિ સાચવી લેતાં હતાં, પણ સમયનું ચક્ર બદલાયું અને..

This story is from the September 25, 2023 edition of Chitralekha Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the September 25, 2023 edition of Chitralekha Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM CHITRALEKHA GUJARATIView All
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
Chitralekha Gujarati

મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના

પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...

time-read
3 mins  |
January 06, 2025
નવું વર્ષ... નવી શરૂઆાત
Chitralekha Gujarati

નવું વર્ષ... નવી શરૂઆાત

બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર

time-read
2 mins  |
January 06, 2025
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
Chitralekha Gujarati

ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?

શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.

time-read
2 mins  |
January 06, 2025
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
Chitralekha Gujarati

પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!

જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.

time-read
4 mins  |
January 06, 2025
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
Chitralekha Gujarati

જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર

જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.

time-read
4 mins  |
January 06, 2025
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
Chitralekha Gujarati

ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?

૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?

time-read
4 mins  |
January 06, 2025
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
Chitralekha Gujarati

લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?

ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!

time-read
6 mins  |
January 06, 2025
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
Chitralekha Gujarati

પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા

આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.

time-read
5 mins  |
January 06, 2025
માનું દૂધ પણ અમૃત સમાન રહ્યું નથી!
Chitralekha Gujarati

માનું દૂધ પણ અમૃત સમાન રહ્યું નથી!

નવજાત શિશુનો પહેલો આહાર એટલે એની જનેતાનું દૂધ. એ દૂધ જે બાળક માટે અનેક વ્યાધિ સામેનું ટૉનિક પણ છે. જો કે હવે એવો દાવો કરી શકાય એમ નથી. હવા અને પાણીમાં ઠલવાતાં વિષારી તત્ત્વો તથા કેમિકલ્સ કોઈ ને કોઈ રીતે આપણા શરીરમાં પહોંચે છે. એ પ્રમાણ એટલું વધી ગયું છે કે એનાથી તો હવે માતાનું દૂધ સુદ્ધાં અભડાઈ ગયું છે.

time-read
4 mins  |
January 06, 2025
સંવેદનશીલ સાહિત્યકારના મનોજગતમાં ડોકિયું
Chitralekha Gujarati

સંવેદનશીલ સાહિત્યકારના મનોજગતમાં ડોકિયું

સામાજિક નિસબત સાથે લલિત સાહિત્યનું સંતુલન જાળવી સાતત્યથી સર્જન કરતાં હિમાંશી શેલતને પ્રતિષ્ઠિત ‘કુવેમ્પૂ રાષ્ટ્રીય પુરસ્કાર' જાહેર થયો છે ત્યારે આ...

time-read
2 mins  |
January 06, 2025