આ ખોબા જેવડું ગામ બન્યું ગુજરાતનું ચેસ વિલેજ
Chitralekha Gujarati|October 02, 2023
ગુજરાતમાં ખેલ મહાકુંભનો પ્રારંભ થયો એને પગલે રાજકોટના લાલાવદર ગામની સરકારી સ્કૂલના આચાર્યને વિચાર આવ્યો, બાળકોને ચેસ રમતાં કરવાનો. એ રીતે એમની બુદ્ધિમત્તા વિકસે એવો એમનો ઉદ્દેશ. હવે હાલત એવી છે કે ગામના મોટા ભાગના લોકોને જાણે ચેસનો ચસકો લાગ્યો છે. હમણાં દેશના ચાર સ્પર્ધક વર્લ્ડ ચેસ ચૅમ્પિયનશિપમાં ટૉપ બ્રેકેટ સુધી પહોંચ્યા એ નિમિત્તે ચાલો, જાણીએ શતરંજની આ ક્રાંતિ વિશે.
દેવેન્દ્ર જાની (રાજકોટ)
આ ખોબા જેવડું ગામ બન્યું ગુજરાતનું ચેસ વિલેજ

સૌરાષ્ટ્રના જસદણ પંથકમાં હિંગોળગઢ અભયારણ્ય નજીક છે લાલાવદર ગામ. અહીંની પ્રાથમિક શાળામાં એક સરકારી પરિપત્ર આવે છે. આમ તો શાળામાં આવા સરકારી પત્રો આવવા એ રૂટિન બાબત છે, પરંતુ આ પરિપત્રમાં શાળાના આચાર્યને ઊંડો રસ પડ્યો. વાત હતી ગુજરાતમાં ખેલ મહાકુંભ શરૂ થવાની અને એમાં દરેક શાળાનાં બાળકોને ભાગ લેવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું.

ખેલ મહાકુંભમાં ૧૬ જેટલી રમતોનો સમાવેશ હતો. આ યાદીમાં એક નામ હતુંઃ ચેસ. આચાર્ય સાહેબે વિચાર્યું કે ગામડાંનાં બાળકો ચેસ રમશે તો એમની બુદ્ધિમત્તા વિકસશે. વિચારને આગળ વધારવા એમણે બાળકોને ચેસ રમતાં શીખવવા માટે શાળાના એક શિક્ષકને પૂછી જોયું. શિક્ષકે તૈયારી દેખાડી અને લો, આશરે એક દાયકામાં માત્ર આ શાળા જ નહીં, આખા લાલાવદર ગામની સિકલ બદલાઈ ગઈ. આજે આ ખોબા જેવડું ગામ ગુજરાતના ચેસ વિલેજ તરીકે વિખ્યાત બન્યું છે.

આ ગામની વાત કરતાં પહેલાં ભૂતકાળમાં ડોકિયું કરીએ. વર્ષ ૨૦૧૦માં ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ ગ્રામ્યસ્તરે પ્રતિભાશાળી ખેલાડીઓની ખોજ માટે ખેલ મહાકુંભની શરૂઆત કરી હતી. પ્રારંભિક વર્ષોમાં ખેલ મહાકુંભમાં ૧૬ રમતનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પછી તો એમાં ઉમેરો થતો ગયો. આજે ૩૦થી વધુ ગેમનું આયોજન થાય છે અને છેલ્લે ગયા વર્ષે ખેલ મહાકુંભ રમાયો ત્યારે આખા ગુજરાતમાંથી પંચાવન લાખથી વધુ સ્પર્ધકોએ એમાં ભાગ લીધો હતો!

સરકારી સ્તરે આવું કોઈ આયોજન થતું હોય તો સામાન્ય રીતે એના ફાયદા કરતાં ટીકા વધુ થતી હોય છે, પરંતુ ક્યારેક આવી કોઈ ઈવેન્ટ આખા ગામની ઓળખ બદલી નાખે છે. રાજકોટ જિલ્લાના વીંછિયા તાલુકાનું લાલાવદર ગામ એનું ઉત્તમ ઉદાહરણ બન્યું છે.

અત્ર તંત્ર સર્વત્ર... સ્કૂલની વિદ્યાર્થિનીઓ તો ખરી જ, ગામના ઘણા યુવાનો અને મોટી ઉંમરના લોકોનેય શતરંજનો છંદ લાગ્યો છે. લાલાવદરની બજારમાં સુદ્ધાં ફાજલ સમયે એક જ પ્રવૃત્તિ થતી જોવા મળે: શતરંજના ખેલ!

This story is from the October 02, 2023 edition of Chitralekha Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the October 02, 2023 edition of Chitralekha Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM CHITRALEKHA GUJARATIView All
ઈન્ફોર્મેશન ઈ ઓવરલોડઃ આપણે જાણકાર મૂર્ખ બની રહ્યા છીએ...
Chitralekha Gujarati

ઈન્ફોર્મેશન ઈ ઓવરલોડઃ આપણે જાણકાર મૂર્ખ બની રહ્યા છીએ...

સમાચાર ચૅનલો, સોશિયલ મિડિયા, સિરિયલો અને ફિલ્મોનું કામ લોકોને ચોંકાવવાનું છે. લોકો ચોંકે તો એમાં વધુ ચોંટે. લોકો વધુ ચોંટે તો ઍડ્વર્ટાઈઝમેન્ટ્સ વધુ આવે. આપણા ચોંકવા અને ચોંટવા પાછળ અર્થશાસ્ત્ર કામ કરે છે. આપણે ચોંકવાને બદલે વિચાર કરતાં થઈએ એમાં આ ‘અર્થશાસ્ત્રી’ને રસ નથી.

time-read
1 min  |
December 23, 2024
આ તો બકરું કાઢતાં ઊંટ પેસી જવાનું છે!
Chitralekha Gujarati

આ તો બકરું કાઢતાં ઊંટ પેસી જવાનું છે!

કશ્મીર મુદ્દે ભારતની પડખે ઊભા રહેનારા ગણ્યાગાંઠ્યા મુસ્લિમ દેશોમાંના એક એવા સિરિયામાં સત્તાપલટો થયો છે. વર્ષો સુધી એક પરિવારે એની જોહુકમીથી તાબામાં રાખેલી પ્રજા અત્યારે તો ઉન્માદે ચડી છે, પણ ‘અલ-કાયદા’ જેવી જડ માનસિકતા ધરાવતા સંગઠન પાસેથી સિરિયન નાગરિકો શું અપેક્ષા રાખી શકશે?

time-read
3 mins  |
December 23, 2024
જસ્ટ એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ એક મિનિટ...

ખરેખર, આપવાનો આનંદ (joy of giving) એ કોઈ પણ માણસની સર્વશ્રેષ્ઠ અનુભૂતિ છે.

time-read
1 min  |
December 23, 2024
લૂંટવા માટે બધા તૈયાર છે
Chitralekha Gujarati

લૂંટવા માટે બધા તૈયાર છે

લૂંટાવે છે બે હાથે, એ ઈશ્વર લૂંટી ગયા અકબંધ રાખી ખોળિયું જીવતર લૂંટી ગયા મારી કને જે કંઈ હતું, મારું સ્વમાન માત્ર વીંટી’તી એક માત્ર એ, ચાદર લૂંટી ગયા.

time-read
2 mins  |
December 23, 2024
કેવી હશે અમેરિકાની સંભવિત વેપારનીતિ અને એની અસર?
Chitralekha Gujarati

કેવી હશે અમેરિકાની સંભવિત વેપારનીતિ અને એની અસર?

વરસ ૨૦૨૪ પૂર્ણતાના આરે છે ત્યારે આપણી નજર આવતા વરસ પર હોય એ સહજ છે. એમાંય વિશેષ ધ્યાન અમેરિકા અને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર હશે. આ વખતે ટ્રમ્પ કંઈક વિશેષ આક્રમકતા સાથે સત્તા પર આવ્યા છે અને એમની નવી નીતિની અસર વિશ્વ-વેપાર પર થવાની શક્યતા ઊંચી છે, જેમાં ભારત માટે ક્યાંક ચિંતા અને ક્યાંક રાહતની ધારણા પણ છે.

time-read
3 mins  |
December 16, 2024
બિઝનેસમાં સેફ રહેવું હોય તો એક રહો...
Chitralekha Gujarati

બિઝનેસમાં સેફ રહેવું હોય તો એક રહો...

પ્રાચીન ભારતમાં શ્રેષ્ઠી તરીકે ઓળખાતા સનાતની વેપારીઓનો વિશ્વ-વેપારમાં ૩૫ ટકા હિસ્સો હતો, જે કાલાંતરે ઘટીને એક ટકો થઈ ગયો. વૈશ્વિક વેપારમાં ચીન છવાતું ગયું અને વેપાર-ધંધા કરતી પરંપરાગત હિંદુ જ્ઞાતિના પ્રતિભાસંપન્ન યુવાનો મલ્ટિનૅશનલ કંપનીઓના કર્મચારી બનવા માંડ્યા. આ વાસ્તવિકતા વચ્ચે ૧૪ વર્ષ પહેલાં સ્થપાયેલી ‘વર્લ્ડ હિંદુ ઈકોનોમિક ફોરમે’ દુનિયાઆખીના હિંદુ ધંધાર્થી, આન્ત્રપ્રેન્યૉર્સ, ઉદ્યોગપતિ વચ્ચે સાથ-સહકાર વધારવાનું કામ સફળતાથી કર્યું છે.

time-read
5 mins  |
December 16, 2024
સ્ત્રીને માતા બનાવતા આ કૌભાંડની જાણ છે તમને?
Chitralekha Gujarati

સ્ત્રીને માતા બનાવતા આ કૌભાંડની જાણ છે તમને?

સંતાનવિહોણી મહિલા અપમાનથી બચવા અજાણતાં અંધશ્રદ્ધાનો આશરો લે ત્યારે...

time-read
3 mins  |
December 16, 2024
રોનોર્મલ યુટેરાઈન બ્લીડિંગઃ ચાલીસીની સમસ્યા
Chitralekha Gujarati

રોનોર્મલ યુટેરાઈન બ્લીડિંગઃ ચાલીસીની સમસ્યા

પંદરથી પચાસ સુધીની કોઈ પણ સ્ત્રીને આ પીડા થઈ શકે, પણ મેનોપોઝ નજીક આવે એમ એની શક્યતા વધે છે.

time-read
3 mins  |
December 16, 2024
શિયાળામાં માણો, લાજવાબ સ્વાદની મજા
Chitralekha Gujarati

શિયાળામાં માણો, લાજવાબ સ્વાદની મજા

ઠંડી જામવામાં છે ત્યારે કરકરી લીલવાની કચોરીની લહેજત લેવા જેવી છે.

time-read
2 mins  |
December 16, 2024
આ ગુજ઼રાતી અભિનેત્રી તો છે ખરી નીલમ
Chitralekha Gujarati

આ ગુજ઼રાતી અભિનેત્રી તો છે ખરી નીલમ

ફિલ્મકલાકારોની અંગત જિંદગીમાં ડોકિયું કરીએ તો સમજાય કે એમનાં સંઘર્ષ, સપનાં અને આવશ્યકતા આપણા જેવા કૉમન મૅનથી કંઈ બહુ જુદાં હોતાં નથી. અમદાવાદમાં એક વિધવાની ચારમાંથી સૌથી નાની દીકરી જીદ કરીને ઑડિશન આપવા માટે દૂરના સ્થળે ચાલીને ગઈ. કામ મળે તો પરિવારને આર્થિક ટેકો રહે એ ગણતરી. કામ મળ્યું પણ ખરું અને એ દીકરીએ અભિનયની દુનિયામાં નવાં કીર્તિમાન પણ રચ્યાં.

time-read
3 mins  |
December 16, 2024