ડિયર નૅચર,
શહેનશાહ અકબરના દરબારમાં ગંગાનું પાણી પીવા માટે અપાતું અને કહેવાતું કે આ પવિત્ર જળ છે અને એ પીવાથી અમરત્વ મળે છે. આજની વાત કરીએ તો ગંગાનું પાણી પવિત્ર જ ગણાય છે. આજેય મૃત્યુ પામનારી કે મૃત્યુના આરે ઊભેલી વ્યક્તિના મોંમાં ગંગાનું પાણી આપવામાં આવે છે. પ્રસિદ્ધ રામાયણી કથાકાર મોરારિબાપુ પણ ગંગાનું પાણી પીએ છે અને એમાં બનેલું ભોજન જ આરોગે છે.
જો કે વરવી વાસ્તવિકતા એ છે કે ગંગાનું પાણી પીવાલાયક તો ઠીક, નાહવાલાયક પણ રહ્યું નથી અને એ માટે બીજું કોઈ નહીં, આપણે જ જવાબદાર છીએ. રામ તેરી ગંગા મેલી હો ગઈ, પાપીઓ કે પાપ ધોતે ધોતે.. એ ગીત આજેય વાસ્તવિક લાગે છે, કારણ કે ગંગાને શુદ્ધ કરવા પાછળ કરોડો રૂપિયા ખર્ચાયા છતાં ગંગા મેલી, ગંદી થતી જાય છે.
- અને માત્ર ગંગાની જ નહીં, દેશની અનેક નદીની હાલત ગંગા જેવી છે. દેશમાં નાની-મોટી ૬૦૩ નદી છે અને એમાંથી ૩૦ રાજ્યોમાં ૨૭૯ નદી પ્રદૂષિત છે અને એમાં ગંગાનો તો દુનિયાની સૌથી પ્રદૂષિત નદીમાં સમાવેશ થાય છે. યમુના, ગોદાવરી અને ગુજરાતની સાબરમતી નદી પણ પ્રદૂષિત છે. આવી ૪૬ નદી એવી છે જેનું પાણી પીવાલાયક નથી અને નાહવાલાયક પણ નથી.
નૅશનલ ગ્રીન ટ્રિબ્યુનલથી માંડી કેન્દ્રના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના આવા એકથી વધુ અહેવાલ છે અને આ હાલત આજની નથી. છેલ્લા ચાર-પાંચ દાયકાથી આપણે નદીઓને પ્રદૂષિત કરતા જ રહ્યા છીએ. નદીને માતા કહેવા છતાં આ બધું બન્યું છે, બનતું રહે છે. ગાયને પણ આપણે માતા કહીએ છીએ અને એની શી હાલત કરી છે? એવું જ કંઈક નદી સાથે આપણે કર્યું છે.
હિમાલયની કૂખેથી નીકળતી ગંગાને આપણે દેવનદીનો દરજ્જો આપ્યો છે અને આપણે જ જુઓ, એની કેવી હાલત કરી છે!
Bu hikaye Chitralekha Gujarati dergisinin October 02, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Chitralekha Gujarati dergisinin October 02, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
જસ્ટ, એક મિનિટ...
પણ એકધારા સુસંગત પ્રયાસો છેવટે સુંદર પરિણામનું નિર્માણ કરે છે.
સમયના ખેલ છે ન્યારા
સફળતા, વિફળતા, સમય પાર છું અકળ મન, હૃદય, રક્તસંચાર છું હકીકતમાં છું, પણ હકીકત નથી હું ઢેબે ચઢી કોઈ વણઝાર છું.
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...
નવું વર્ષ... નવી શરૂઆાત
બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.