‘મ ને ઘણી વાર ડાબા પગમાં સખત દુખાવો થાય છે. એમાં એલોપથી અને આયુર્વેદની દવાથી ફાયદો થયો નથી. દુખાવામાં રાહત થાય એવી દવા તમારી પાસે છે?' એક ગૃહસ્થે સ્ટૉલધારક યુવકને પૂછ્યું.
યુવકે એમને ખુરસીમાં બેસાડ્યા. થોડી હળવાશ થઈ એટલે પેલા ભાઈએ ડાબા પગમાં દુખાવાની જગા સ્ટૉલધારકને બતાવી. એણે વધુ જાણકારી મેળવીને પાવડરનું એક પૅકેટ આપ્યું. એમની જેમ બીજા લોકોએ પણ અમુક સ્ટૉલમાંથી કેટલીક ઔષધિની માહિતી મેળવી. આ દશ્ય છે થોડા દિવસ અગાઉ અમદાવાદમાં યોજાયેલા પરંપરાગત આદિવાસી વનૌષધિય પ્રદર્શન અને વેચાણ મેળાનું.
છ દિવસીય મેળામાં વલસાડ, ડાંગ, નવસારી, અરવલ્લી અને દાહોદ જિલ્લાના આદિવાસી વૈદું ભગતના ૬૫થી વધુ સ્ટૉલ્સ હતા. એમાં જુદી જુદી વનસ્પતિમાંથી બનાવેલાં પાવડર, દવા ઉપરાંત અમુક વૃક્ષની ડાળી, પાંદડાં, છાલ, ફળ પણ નજરે પડતાં હતાં.
વૈદું ભગત એટલે જંગલોમાંથી મળતી કીમતી જડીબુટ્ટીથી પરંપરાગત પદ્ધતિથી સારવાર કરનારા વૈદ્ય. સામાન્યપણે આયુર્વેદ નિષ્ણાતને વૈદ્ય કે વૈદ્યરાજ અને પ્રભુ ભક્તિગાન કરનારાને આપણે ભગત કહીએ છીએ. એથી જુદું નામ-કામ છે આદિવાસી વૈદ્ય એટલે કે વૈદું ભગતનું. એક અંદાજે રાજ્યમાં બારસો જેટલા આદિવાસી વૈદું ભગત છે, જે જંગલોમાંથી મેળવેલી સંજીવની સમી કીમતી જડીબુટ્ટીથી લોકોની સારવાર કરે છે. આ પરંપરાગત ઔષધિય ચિકિત્સા પદ્ધતિ અને કોઠાસૂઝના જ્ઞાનને પ્રોત્સાહિત કરવા ગુજરાત સરકારનો આદિજાતિ વિકાસ વિભાગ અને આદિવાસી સંશોધન તાલીમ સોસાયટી વૈદું ભગત માટે વ્યવસાયી તાલીમ અને માર્ગદર્શન તથા ઔષધ વેચાણ મેળા યોજે છે. પહેલો મેળો પાંચેક વર્ષ પહેલાં અમદાવાદમાં યોજાયો હતો અને હમણાં બીજો મેળો પણ અમદાવાદમાં જ થયો.
પાછલાં વર્ષોમાં રાજ્યના સનદી અધિકારી (હવે સ્વર્ગીય) એસ.કે. નંદાએ વૈદું ભગતોનાં પારંપરિક ચિકિત્સાજ્ઞાનની જાળવણી માટે અમુક પ્રવૃત્તિ કરી હતી.
ગુજરાતમાં આદિવાસીઓ જુદાં જુદાં જંગલોમાં જાતે જઈને અમુક વૃક્ષની છાલ, ડાળી, પાંદડાં, ફળ,
ફૂલ, થડ, મૂળ, વગેરે લે. પછી એને પાણીથી ધોઈને પરંપરાગત પદ્ધતિથી ઔષધિ બનાવે. એમાં અમુક સામગ્રીને પથ્થર પર લસોટી કે ખાંડણીમાં ખાંડીને પાવડર તથા અમુકમાંથી પ્રવાહી દવા કે ટીપાં બનાવે. એ કામ ઘણેઅંશે મહિલા કરે છે.
Bu hikaye Chitralekha Gujarati dergisinin January 06, 2025 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Chitralekha Gujarati dergisinin January 06, 2025 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...
નવું વર્ષ... નવી શરૂઆાત
બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.
માનું દૂધ પણ અમૃત સમાન રહ્યું નથી!
નવજાત શિશુનો પહેલો આહાર એટલે એની જનેતાનું દૂધ. એ દૂધ જે બાળક માટે અનેક વ્યાધિ સામેનું ટૉનિક પણ છે. જો કે હવે એવો દાવો કરી શકાય એમ નથી. હવા અને પાણીમાં ઠલવાતાં વિષારી તત્ત્વો તથા કેમિકલ્સ કોઈ ને કોઈ રીતે આપણા શરીરમાં પહોંચે છે. એ પ્રમાણ એટલું વધી ગયું છે કે એનાથી તો હવે માતાનું દૂધ સુદ્ધાં અભડાઈ ગયું છે.
સંવેદનશીલ સાહિત્યકારના મનોજગતમાં ડોકિયું
સામાજિક નિસબત સાથે લલિત સાહિત્યનું સંતુલન જાળવી સાતત્યથી સર્જન કરતાં હિમાંશી શેલતને પ્રતિષ્ઠિત ‘કુવેમ્પૂ રાષ્ટ્રીય પુરસ્કાર' જાહેર થયો છે ત્યારે આ...