કડકડતી ટાઢમાં પણ બાવીસ જાન્યુઆરીની સવારના આઠ વાગ્યાથી પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લેવા માટે ૭૫૦૦ જેટલા આમંત્રિત મહેમાનો એક પછી એક આવવા માંડ્યા ત્યારે પાંચેક હજાર સેવકો અને સુરક્ષાકર્મીઓ એકદમ સચેત હતા. પહેલાં તો રામનામ લખેલો ખેસ પહેરાવીને મહેમાનોનું સમ્માન કરવામાં આવ્યું. એમને મેટલનો દીવો અને અયોધ્યાની માહિતી પુસ્તિકા પણ આપવામાં આવી. અતિથિઓનાં જૂતાં સાચવવાની ખાસ વ્યવસ્થા હતી. વૃદ્ધ અને અશક્ત ગેસ્ટ્સનાં જૂતાં કાઢવા-પહેરાવવાનું કામ સેવકો નિષ્ઠાથી કરી આપતા હતા. દરેક મહેમાનને એમની બેઠક સુધી દોરી જવા માટે સ્વયંસેવકોની ફોજ ઉત્સાહ થી કાર્યરત હતી.
દિલ્હીની સંગીત નાટક અકાદમીના ત્રીસેક કલાકારોએ દેશનાં અનેક રાજ્યોમાંથી મગાવાયેલાં વાજિંત્રોના સથવારે રામકીર્તન કર્યાં ત્યારે માહોલ અલૌકિક બની ગયો. બોલીવૂડનાં સિંગર સોનુ નિગમ, અનુરાધા પોડવાલ અને શંકર મહાદેવને પણ કર્ણપ્રિય સ્વરમાં ભજનો રજૂ કર્યાં.
રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠાની પાંચ મુખ્ય વિધિ આદિગુરુ રામાનંદાચાર્ય તથા નારદ મુનિની પરંપરામાં પાર પાડવામાં આશરે એક કલાક થયો હતો .
બપોરે ૧૨:૧૦ વાગ્યે શરૂ થયેલી વિધિ ૧:૦૫ વાગ્યે સંપન્ન થઈ હતી. મુખ્ય અનુષ્ઠાન ૧૨:૨૯થી ૮૪ સેકન્ડ માટે અભિજિત મુહૂર્તમાં કરવામાં આવ્યું.
આ વિધિ સંપન્ન થતાં જ મહેમાનોની પહેલી હરોળમાં બેઠેલાં સાધ્વી ઋતંભરા અને ઉમા ભારતી કૂદીને એકમેકને ભેટીને ચોધાર આંસુએ રડી પડ્યાં.રામજન્મભૂમિની જનજાગૃતિ ઝુંબેશમાં આગઝરતાં ભાષણો થકી લોકોને પાનો ચઢાવનારાં આ બે સાધ્વીએ એમનું જીવનધ્યેય પૂરું થયું હોવાનું અનુભવ્યું.
રામજન્મભૂમિના કેસમાં હિંદુ પક્ષ વતી જન્મભૂમિસ્થળ વિશે ૪૪૧ શાસ્ત્રોક્ત પુરાવા અદાલતમાં રજૂ કરનારા જગદ્ગુર રામભદ્રાચાર્ય પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં પહેલી હરોળમાં મંદ સ્મિત સાથે રામલલ્લાના આગમનને વધાવતા હતા. અમિતાભ બચ્ચન એકદમ અભિભૂત જણાયા. સચીન તેન્ડુલકરનો ચહેરો તાજા ગુલાબની જેમ ખીલી ઊઠ્યો હતો. સપરિવાર ઉપસ્થિત રહેનારા મુકેશ અંબાણીએ આ ધન્ય ઘડીના સાક્ષી બનવા બદલ પોતાને અત્યંત ભાગ્યશાળી માન્યા. રણબીર-આલિયાથી લઈને કુમાર મંગલમ બિરલા, વિરાટ કોહલી, સાઈના નેહવાલ સુધીની સેલિબ્રિટીઝ એકમેકને અભિનંદન આપતી હતી.
This story is from the February 05, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the February 05, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...
નવું વર્ષ... નવી શરૂઆાત
બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.
માનું દૂધ પણ અમૃત સમાન રહ્યું નથી!
નવજાત શિશુનો પહેલો આહાર એટલે એની જનેતાનું દૂધ. એ દૂધ જે બાળક માટે અનેક વ્યાધિ સામેનું ટૉનિક પણ છે. જો કે હવે એવો દાવો કરી શકાય એમ નથી. હવા અને પાણીમાં ઠલવાતાં વિષારી તત્ત્વો તથા કેમિકલ્સ કોઈ ને કોઈ રીતે આપણા શરીરમાં પહોંચે છે. એ પ્રમાણ એટલું વધી ગયું છે કે એનાથી તો હવે માતાનું દૂધ સુદ્ધાં અભડાઈ ગયું છે.
સંવેદનશીલ સાહિત્યકારના મનોજગતમાં ડોકિયું
સામાજિક નિસબત સાથે લલિત સાહિત્યનું સંતુલન જાળવી સાતત્યથી સર્જન કરતાં હિમાંશી શેલતને પ્રતિષ્ઠિત ‘કુવેમ્પૂ રાષ્ટ્રીય પુરસ્કાર' જાહેર થયો છે ત્યારે આ...