૧૯૯૦નો એ દિવસ. ખારી શિંગની મુઠ્ઠી ભરીને અમે તળ મુંબઈના અમારા મકાનની અગાશીએ ચડી ગયાં. નીચે જોયું તો કેસરિયા સાફા ને ખેસ પહેરેલા હજારો લોકોનો મહાસાગર. પોલીસની ગાડીઓ અનેક. બે-પાંચ મિનિટમાં રથ જેવું એક વાહન દેખાયું. ડ્રાઈવરની બેઠકની ઉપર છત્રધારી બાલ્કનીમાં કપાળે લાલ ચાંદલો કરેલો, ચકચકિત ટાલવાળો એક શખસ બધાનાં અભિવાદન ઝીલતો હતો.
અમને અગાઉ કહેવામાં આવ્યું હતું કે આ ભાઈનું નામ લાલકૃષ્ણ અડવાણી છે ને એ અયોધ્યામાં રામજન્મભૂમિના સ્થળે જ રામમંદિર બનાવવાની જનજાગૃતિ કેળવવા રથયાત્રાએ નીકળ્યા છે...રથને દૂરથી આવતો જોઈને પડોશની એક મરજાદી ડોશીએ એમના સાડલાના છેડેથી ૧૧ રૂપિયા કાઢીને અમને આપેલા અને કહેલું: એય છોડી, જલદી નીચે જઈને પેલા લોકો દાનપેટી લઈને ફરે છે એમાં નાખી આવ. અમે હોંશપૂર્વક એ દાન કરી આવેલાં.
- તો મિત્રો, એ અમારો અડવાણીજી સાથેનો પહેલો પરિચય. વખત જતાં અમે મુંબઈમાં એમની ઘણી પોલિટિકલ રૅલીઓ કવર કરી.૨૦૦૮માં અડવાણીજીએ એમની આત્મકથા માય કન્ટ્રી, માય લાઈફ અબ્દુલ કલામજીના હાથે લોકાર્પણ કરાવી ત્યારે અમે લાઈબ્રેરીમાંથી મેળવીને રસપૂર્વક વાંચી ગયેલાં. એમાં એમણે પોતાના બાળપણ, સિંધમાંનું જીવન, ભાગલાની યાતનાથી લઈને રાજસ્થાનમાં પ્રચારક તરીકેના દિવસો, જનસંઘ, ભાજપના વિજય-પરાજય, અયોધ્યા આંદોલન સુધીની અતરંગ વાતો કરી છે. આ પુસ્તકની ૧૦ લાખ નકલો વેચાઈ છે.
Bu hikaye Chitralekha Gujarati dergisinin February 19, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Chitralekha Gujarati dergisinin February 19, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
જસ્ટ, એક મિનિટ...
પણ એકધારા સુસંગત પ્રયાસો છેવટે સુંદર પરિણામનું નિર્માણ કરે છે.
સમયના ખેલ છે ન્યારા
સફળતા, વિફળતા, સમય પાર છું અકળ મન, હૃદય, રક્તસંચાર છું હકીકતમાં છું, પણ હકીકત નથી હું ઢેબે ચઢી કોઈ વણઝાર છું.
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...
નવું વર્ષ... નવી શરૂઆાત
બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.