વર્ષ ૨૦૧૯માં એમબીબીએસના અભ્યાસ માટેની પ્રવેશયાદી જાહેર થવાની હતી ત્યારે ભાવનગરની મેડિકલ કૉલેજની કુલ બેઠકમાંથી એક બેઠક પહેલેથી જ અનામત હતી. આ બેઠક પર સર્વોચ્ચ અદાલતના ચુકાદા સાથે માત્ર ત્રણ ફૂટની ઊંચાઈ, પરંતુ ખૂબ ઊંચે આંબવાની તાકાત અને સપનાં ધરાવતા ગણેશ બારૈયાએ પહેલેથી જ પોતાનો હક મેળવી લીધો હતો. અહીંથી શરૂ થઈ વિશ્વના સૌથી નાના કદના ડૉક્ટરની તબીબી અભ્યાસની યાત્રા.
આજે આ ડૉક્ટર અભ્યાસ પૂર્ણ કરી ઈન્ટર્નશિપ સાથે અનુભવ મેળવી રહ્યો છે અને હજી તબીબી ક્ષેત્રે પોસ્ટ ગ્રેજ્યુએશનમાં પ્રવેશ મેળવી પિડિયાટ્રી, ડર્મેટોલૉજી કે સાઈકિયાટ્રીમાં નિષ્ણાત બનવા માગે છે. ભાવનગર જિલ્લાના તળાજા નજીકના નાનકડા ગોરખી ગામના ગણેશ બારૈયાની વામન કદ છતાં વિરાટ છલાંગથી હવે લોકો પરિચિત છે, પણ આજે વાત આ વિરાટ છલાંગ પાછળની સંઘર્ષયાત્રા અને કેટલીક અજાણી બાબતની કરવી છે.
ખેતમજૂર વિક્રમભાઈ અને દેવુબહેન બારૈયાનું આઠમું સંતાન આ ગણેશ. કુલ નવ ભાઈ–બહેનનો પરિવાર. સાત મોટી બહેન, એ પછી ગણેશ અને એનાથી પણ એક નાનો ભાઈ. આમ ગણેશ સાત બહેનોનો ખોટનો ભાઈ, પરંતુ કુદરતે એને વામન કદની ખોટ આપીને મોકલ્યો હતો. જો કે ગણેશ પોતાના નામ મુજબ જ પોતાની શારીરિક મર્યાદાઓને બદલે શક્તિ અને ધ્યેય માટે પ્રતિબદ્ધ હતો.
ખેતમજૂરી કરતા પિતાની ઈચ્છા હતી કે મારો ગણેશ ભણે. ગોરખીની પ્રાથમિક શાળામાં ગણેશે પ્રવેશ મેળવ્યો. કદ નાનું એટલે શાળાએ ચાલીને પહોંચવું અઘરું થઈ જાય, પણ બહેનો પોતાના ભાઈને તેડી લઈને શાળાએ લઈ કારણે જાય, નબળી આર્થિક પરિસ્થિતિને કારણે પ્રાથમિક શાળા પછી બહેનોને અભ્યાસ પર પૂર્ણવિરામ મુકાઈ ગયું ત્યારે ગણેશ માટે વિકટ પરિસ્થિતિ શરૂ થઈ.
This story is from the April 08, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the April 08, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...
નવું વર્ષ... નવી શરૂઆાત
બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.
માનું દૂધ પણ અમૃત સમાન રહ્યું નથી!
નવજાત શિશુનો પહેલો આહાર એટલે એની જનેતાનું દૂધ. એ દૂધ જે બાળક માટે અનેક વ્યાધિ સામેનું ટૉનિક પણ છે. જો કે હવે એવો દાવો કરી શકાય એમ નથી. હવા અને પાણીમાં ઠલવાતાં વિષારી તત્ત્વો તથા કેમિકલ્સ કોઈ ને કોઈ રીતે આપણા શરીરમાં પહોંચે છે. એ પ્રમાણ એટલું વધી ગયું છે કે એનાથી તો હવે માતાનું દૂધ સુદ્ધાં અભડાઈ ગયું છે.
સંવેદનશીલ સાહિત્યકારના મનોજગતમાં ડોકિયું
સામાજિક નિસબત સાથે લલિત સાહિત્યનું સંતુલન જાળવી સાતત્યથી સર્જન કરતાં હિમાંશી શેલતને પ્રતિષ્ઠિત ‘કુવેમ્પૂ રાષ્ટ્રીય પુરસ્કાર' જાહેર થયો છે ત્યારે આ...