જન્મતાંની સાથે દેખાડ્યો સંગીતનો જાદુ
Chitralekha Gujarati|April 22 , 2024
ડૉક્ટર-એન્જિનિયર બનવાને બદલે એણે સૂર-તાલની સંગાથે કારકિર્દી ઘડવાનું પસંદ કર્યું. આજે એને જ સથવારે અમદાવાદની આ યુવતી મનોરંજન ક્ષેત્રે કાઠું કાઢી રહી છે.
હેતલ રાવ
જન્મતાંની સાથે દેખાડ્યો સંગીતનો જાદુ

દીકરીનો રડવાનો અવાજ સાંભળી અમિતભાઈ શાહે એને હાથમાં લેતાં કહ્યું કે મારા ઘરે તો સાક્ષાત્ મા સરસ્વતી પધાર્યા છે... ત્યારે હૉસ્પિટલમાં આસપાસ ઊભેલા લોકો એ અમને  ટપાર્યાઃ ‘ભાઈ, દીકરી આવે તો લક્ષ્મીનો અવતાર કહેવાય.' ત્યારે મલક મલક મરકતાં અમિતભાઈ બોલ્યાઃ ‘મારી દીકરી સૂરમાં રડી એટલે મારે મન તો એ સરસ્વતી જ છે.’

એ દીકરી ખરેખર સરસ્વતી જ નીકળી. ભણવામાં હોશિયાર અને સૂર તો જાણે ગળે ને ગળે જ. એનું નામ દેવાંશી શાહ. વતન અમદાવાદ. અનેક ફિલ્મી ગીત, ઍડ્વર્ટાઈઝમેન્ટ અને પ્રાઈવેટ આલબમને અવાજ આપ્યો છે એણે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાતની મુલાકાત દરમિયાન અનેક કાર્યક્રમમાં દેવાંશીએ ગુજરાતી ગીત અને શ્લોકગાન રજૂ કર્યાં છે તો હમણાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની એક મૅચમાં અમદાવાદમાં સ્ટૅડિયમમાં પણ એણે પોતાના અવાજનો જાદુ પાથર્યો. દૂરદેશાવર રહેતાં ભારતીય બાળકોને એ ઑનલાઈન સંગીત શીખવે છે તો મ્યુઝિક થેરાપીની જરૂર હોય એવા દરદીઓને સારવાર આપવાનું કામ પણ એ કરે છે.

પિતા ગુજરાતી, માતા સુષમા મરાઠીભાષી. અમદાવાદમાં રહેતાં આ દંપતીનું દેવાંશી એ એકમાત્ર સંતાન. સ્વભાવે શાંત અને શરમાળ દેવાંશી બાળપણથી જ સંગીતના સૂર સાથે રમતી. સુરીલો અવાજ એ ભગવાને એને આપેલી મહામૂલી ભેટ. શાળામાં બીજાં બાળકો ફ્રી લેક્ચરમાં મસ્તી કરે ત્યારે એ એક બાજુ બેસીને સાત સૂરોનું જ્ઞાન મેળવવાનો પ્રયાસ કરે. દેવાંશી નાની હતી ત્યારે ડ્રોઈંગ, નૃત્ય, સંગીત જેવી જુદી જુદી ઍક્ટિવિટી શીખવા જતી. જો કે સંગીતમાં એને વધુ રુચિ. પિતાએ દીકરીની કળાને ઓળખી લીધી. એમણે નક્કી કર્યું કે હવે મારી દીકરી સંગીતની સંપૂર્ણ તાલીમ મેળવશે... અને એમ શરૂ થઈ દેવાંશીની સંગીતયાત્રા.

This story is from the April 22 , 2024 edition of Chitralekha Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the April 22 , 2024 edition of Chitralekha Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM CHITRALEKHA GUJARATIView All
ગરબા સંગે ડાકલાં પણ ગુંજે
Chitralekha Gujarati

ગરબા સંગે ડાકલાં પણ ગુંજે

દેવીની ઉપાસના માટે ડાકલાંનો ગેબી નાદ, આહવાન માટે હાકોટા અને ભૂવા ધૂણવાની પરંપરા હવે ગરબાના મંચ સુધી પહોંચ્યાં છે. સૌમ્ય ભક્તિના માતાજીના ગરબાની જેમ રૌદ્ર ઉપાસનાનાં દેવી માનાં ડાકલાંગીતનાં મ્યુઝિક આલબમ વધી રહ્યાં છે. આવો, મેળવીએ ડાકલાંનો પરિચય.

time-read
5 mins  |
October 14, 2024
અંગદાન કરનારા અને લેનારામાં છે આવો ભેદભાવ
Chitralekha Gujarati

અંગદાન કરનારા અને લેનારામાં છે આવો ભેદભાવ

સ્ત્રી કરતાં પુરુષ અનેક વાતે ચઢિયાતા ગણાય છે તો ઑર્ગન ડોનેશનમાં કેમ પાછળ છે?

time-read
3 mins  |
October 14, 2024
શક્તિની ઉપાસના સાથે માતાજીને ધરાવો આ પ્રસાદ
Chitralekha Gujarati

શક્તિની ઉપાસના સાથે માતાજીને ધરાવો આ પ્રસાદ

કઈ રીતે બનાવશો અંબે માને પસંદ એવી મલાઈ માવા સુખડી?

time-read
2 mins  |
October 14, 2024
ભડકીલા રંગની લિસ્ટિનો લાલચટક વિવાદ
Chitralekha Gujarati

ભડકીલા રંગની લિસ્ટિનો લાલચટક વિવાદ

સદીઓથી આજ સુધી મહિલાના સૌંદર્યપ્રસાધનની આ અનિવાર્ય આઈટેમને કારણે એક મહિલાની નોકરી જોખમમાં આવી પડતાં એ વિવાદનું કારણ બની છે.

time-read
7 mins  |
October 14, 2024
રાઈનો પહાડ ના કરવો...
Chitralekha Gujarati

રાઈનો પહાડ ના કરવો...

મોટા સુખની નાની ચાવી શાંતિનો આધાર તમારી પાસે વિકલ્પ પસંદ કરવાની અને આસપાસની સ્થિતિને નિયંત્રિત કરવાની કેટલી સ્વતંત્રતા છે એના પર છે. હું કયા સંઘર્ષનો સ્વીકાર કરું અને કઈ માથાકૂટને દૂર રાખું એ નક્કી કરવાની છૂટ હોય એ મારી શાંતિ માટેની પૂર્વશરત છે. જે સંઘર્ષ સાર્થક છે એ શાંતિનો અનુભવ કરાવે. જે સંઘર્ષ નિરર્થક છે એ અશાંતિ આપે.

time-read
5 mins  |
October 14, 2024
એક શિક્ષકની બદલીએ ગામને હિબકે ચડાવ્યું!
Chitralekha Gujarati

એક શિક્ષકની બદલીએ ગામને હિબકે ચડાવ્યું!

ઘોડે બેસાડી રાઘવ કટકિયાને વિદાય આપનારા મિતિયાળાવાસીઓ ધ્રૂસકે ધ્રૂસકે રડ્યા.

time-read
3 mins  |
October 14, 2024
ઈઝરાયલનો પ્રતિશોધ ક્યાં અટકશે?
Chitralekha Gujarati

ઈઝરાયલનો પ્રતિશોધ ક્યાં અટકશે?

ગાઝા પટ્ટીથી થયેલા હુમલાને એક વર્ષ થવા આવ્યું છે ત્યારે ઈઝરાયલ આદું ખાઈને ઈસ્લામી આતંકી સંગઠનોની પાછળ પડ્યું છે. આ જૂથોના જે આગેવાન જ્યાં હાથમાં આવે ત્યાં એને ખતમ કરવા માટે ઈઝરાયલ મોટાં જોખમ પણ લઈ રહ્યું છે. ઈઝરાયલનું ઝનૂન જોતાં લાગે છે કે એનો જંગ ઝટ પૂરો નહીં થાય.

time-read
3 mins  |
October 14, 2024
જસ્ટ, એક મિનિટ.
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ.

પસંદગી કરવાનું આપણા હાથમાં છે. સુખી થવાનો એ મહામાર્ગ છે.

time-read
1 min  |
Chitralekha Gujarati - 14 October, 2024
પ્રશંસા અને ટીકાની વચ્ચે
Chitralekha Gujarati

પ્રશંસા અને ટીકાની વચ્ચે

જીવનમાં કેટલું હજી કરવાનું બાકી છે દુનિયાની દાદ કે ટીકા માટે વખત નથી.

time-read
2 mins  |
Chitralekha Gujarati - 14 October, 2024
ઈસ્ટ યા વેસ્ટ, ઈન્વેસ્ટમેન્ટ માટે ઈન્ડિયા ઈઝ બેસ્ટ...
Chitralekha Gujarati

ઈસ્ટ યા વેસ્ટ, ઈન્વેસ્ટમેન્ટ માટે ઈન્ડિયા ઈઝ બેસ્ટ...

વિદેશી ઈન્વેસ્ટર્સ શા માટે ભારતીય માર્કેટમાં એમનું રોકાણ વધારી રહ્યા છે? એનો જવાબ ભારતીય રોકાણકારોએ ખાસ જાણવો જોઈએ. વૈશ્વિક પરિબળો પણ ચોક્કસ સંકેત આપતાં રહ્યાં છે. આ જવાબની કેટલીક પાયાની બાબત સમજીએ...

time-read
2 mins  |
October 07, 2024