આમ તો આમાં કંઈ નવું નથી. આપણે ત્યાં કોઈ પણ ચૂંટણી હોય, આ રામનદાન ૬૦ ટકાથી ઉપર ભાગ્યે જ થાય છે. લોકશાહી ધરાવતા બહુ ઓછા દેશમાં ૭૦ ટકા કે એથી વધુ મતદારો ચૂંટણીનો એક દિવસ પૂરતોય એમનો અધિકાર ભોગવવા મતદાન કેન્દ્ર સુધી લાંબા થાય છે. આફ્રિકા અને દક્ષિણ અમેરિકાના એવા કેટલાક દેશ છે જ્યાં ૯૦-૯૫ ટકા મતદાન થાય છે, પરંતુ ત્યાં લોકશાહી કરતાંય તાનાશાહીની આણમાં-બંદૂકની અણીએ મતદારને ચોક્કસ ઉમેદવારની તરફેણ કરવાની ફરજ પાડવામાં આવે છે. હા, ઑસ્ટ્રેલિયા અને સિંગાપોર જેવા દેશ ખરા, જ્યાં વ્યાપકપણે મતદાન થાય છે. બાકી તો અમેરિકા જેવી સૌથી સબળ અને જાગ્રત લોકશાહીમાં સુદ્ધાં મતદાનની ટકાવારી ૬૦-૬૨થી ઉપર જતી નથી. અમેરિકાની છેલ્લી (૨૦૨૦ની) ચૂંટણીમાં ૬૬ ટકા મતદાન થયું તો ખુદ ત્યાંના રાજકીય નિરીક્ષકોને નવાઈ લાગી હતી.
મતદાન જાગૃતિ માટે આટઆટલા પ્રચાર છતાં લોકો કેમ ચૂંટણીથી અંતર રાખે છે?
૧૯૫૨માં આપણે લોકસભાની પહેલી ચૂંટણી યોજી ત્યારે સરેરાશ ૬૦ ટકા લોકો મત આપવા ઘરની બહાર નીકળ્યા હતા. પછી એ ટકાવારી ઘટતી બજાર ની નિાવવી જરૂ આ સેવા પાછળ એ વાતની મુ ચાલી હતી. ત્યાર બાદ છેક ૧૯૮૪માં પ્રમાણમાં વધુ લોકોએ મતદાન કર્યું હતું અને એનું કારણ હતું તત્કાલીન વડા પ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા. ૧૯૮૪ની એ ચૂંટણી પછી છેક ૩૦ વર્ષે ફરી મતદારોમાં થોડો ઉમળકો દેખાયો. એ વખતે લોકો કોંગ્રેસ પ્રણિત મોરચા સરકારનાં એક-એકને આંટી દે એવાં કૌભાંડથી વાજ આવી ગયા હતા અને મોટું પરિવર્તન ઈચ્છતા હતા. નરેન્દ્ર મોદીમાં એમને એ પરિવર્તન તરફ દોરી જનારું પ્રેરક બળ નજરે પડતું હતું. ૨૦૧૪માં દેશનું કુલ મતદાન ૬૪ ટકાની સપાટીએ પહોંચ્યું, એનું મુખ્ય કારણ હતું મોદીના નેતૃત્વમાં પ્રજાને દેખાયેલો ચમકારો.
This story is from the May 06, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the May 06, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
સૌથી પ્રાચીન એવા આ વ્યવસાયને ગુનો ગણવાનું બંધ કરીએ...
સમાજને ‘સ્વચ્છ’ રાખવાનું કામ કરતી રૂપજીવિનીઓને પાયાના અધિકાર ક્યારે મળશે?
ઓછામાં ઝાઝું સમજો... માનસિક સ્વાસ્થ્ય જાળવો!
ઘરમાંથી અને જીવનમાંથી પણ નકામી-બિનજરૂરી ચીજોનો નિકાલ કરો તો મનનો ભાર ઓછો થશે.
લગ્ન પહેલાં આપો ચહેરાને કુદરતી રામક
વેજિટેબલ જ્યુસમાં આ ચીજો ઉમેરી શિયાળાને બનાવીએ હેલ્થી ને હૅપ્પી.
એની રંગોળીના રંગ એટલે જાણે સેવાની સરવાણી
રંગોળી માત્ર દિવાળીના દિવસોમાં જ હોય એવું જરૂરી નથી. કોઈ પણ પ્રસંગે રંગોળી બનાવી આ કળાને કારકિર્દીમાં પલટી નાખી અને સાથોસાથ એ દરમિયાન જ ગરીબોને નિયમિત મદદરૂપ થવાનું વિચારનારા યુવાનો ઘણા ઓછા હોય છે. જો કે રંગોળીકળામાં નિપુણ એક રાજકોટવાસી યુવતીએ પોતાની કમાણીમાંથી જરૂરતમંદ લોકોને સહાય કરીને યુવાપેઢીને નવો રાહ ચીંધ્યો છે.
બાપુનું કથામૃત બન્યું વિદ્યાર્થિનીના સંશોધનનો વિષય
મોરારિબાપુ શિક્ષણ રાહ બતાવે રામાયણ
એક મકાન ઐસા ભી.
જાણીતા સંગીતકાર બપ્પી લહિરીના હમશકલ એવા ખંભાતના બાલમુકુંદ પરીખનું ઘર ખરેખર જોવા જેવું છે.
તમને ખબર છે, અમદાવાદની પોતીકી છે આશાવલી સાડી?
આશરે સાતસો વર્ષ પહેલાં ભીલ રાજા સ્થાપિત આશાવલ નગર એટલે કે આજના અમદાવાદના એક વિસ્તારમાં અનેક હાથસાળ ચાલતી, એમાં રેશમની સાડી કુદરતી રંગોથી બનતી. હવે જો કે એક જ પરિવાર આ સાડી બનાવે છે. પ્રાકૃતિક સામગ્રી અને હાથવણાટની આગવી શૈલીથી ઓપતી આ સાડી સાથે એ પરિવારે બીજા દેશની વસ્ત્રકળાનો પણ સમન્વય સાધ્યો છે.
સેવા-સમર્પણ-શ્રદ્ધાનો ઓચ્છવ...
બીએપીએસ કાર્યકર સુવર્ણ મહોત્સવ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં BAPS સ્વામિનારાયણ સંસ્થાએ ન ભૂતો ન ભવિષ્યતિ એવો ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’ યોજી ઈતિહાસ રચ્યો. સવા ચાર કલાક ચાલેલા આ કાર્યક્રમના મૂળમાં હતો નિઃસ્વાર્થભાવે સેવા કરતા સંસ્થાના સંનિષ્ઠ કાર્યકરોનો ઋણસ્વીકાર. આ ઐતિહાસિક કાર્યક્રમમાં દેશ-વિદેશથી એક લાખથી વધુ કાર્યકરોએ ઉમળકાભેર ભાગ લીધો.
મુખ્ય મંત્રીએ કી દબાવી... ને આ રીતે સ્ક્રીન પર ખૂલ્યો ખજાનો!
હવે હાજર છે નવીનક્કોર ડિઝાઈન સાથે ‘ચિત્રલેખા’ ડિજિટલ.
ડીપ સ્ટેટની માયાજાળઃ તથ્ય કે તરકટ?
દેશ-વિદેશની સરકારોને અસ્થિર કરતી અજાણી શક્તિઓનો સોનિયા અને રાહુલ ગાંધી હાથો બન્યાં હોવાના આરોપ થઈ રહ્યા છે ત્યારે આ ભેદી જૂથોના કિરદારો ઓળખી લેવા જેવા છે.