મોંઘવારી તો જુઓ... દરેક ચીજના ભાવ વધી રહ્યા છે. પેટ્રોલ, ડીઝલ અને ખાવાના તેલમાં તો ભડાકા છે... આવા સમયે આટલો વધારો કેમ ચાલે?
૧૫ મહિનાનું રોકાણ, સખત મહેનત, મોંઘાં થયેલાં ખેતીનાં સાધનો, બિયારણ, ખાતર, મજૂરી, વીજળી, શેરડીનો ભાવવધારો હજી વધારે હોવો જ જોઈએ...
ભાઈ, કેટલાંય વર્ષોથી શેરડી પકવીએ છીએ. અમારી સુગર ફેક્ટરીમાં પડતા ભાવથી સંતુષ્ટ છીએ...
સુગર ફેક્ટરીએ એની નીતિમાં પણ સુધારા કરવા જોઈએ, જેથી ખેડૂતોને વધુ પોષણક્ષમ ભાવ મળી શકે...
આવી સકારાત્મક અને નકારાત્મક એમ બન્ને પ્રકારની વાત અત્યારે શેરડી પકવતા દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં ચાલી રહી છે. સુગર ફૅક્ટરી શેરડીના ભાવ જાહેર કરે એ દિવસ શેરડીના ખેડૂતોની આખા વર્ષની આજીવિકા અને સાથે ખુશ થવું કે રડવા બેસવું એ નક્કી કરે છે.
થોડા દિવસ પહેલાં દક્ષિણ ગુજરાતની સુગર મિલોએ ગત વર્ષની સરખામણીમાં ટનદીઠ રૂપિયા ૨૦થી ૨૦૦ સુધીનો વધારો કર્યો, જેને કારણે ખેડૂતોમાં ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ છે. ત્યારે ચાલો, દક્ષિણ ગુજરાતની શેરડીની ખેતી અને સુગર ફૅક્ટરીઓનો ગ્રાઉન્ડ રિપોર્ટ તપાસીએ...
દક્ષિણ ગુજરાતમાં મુખ્ય રોકડિયા પાક તરીકે શેરડીનું વાવેતર થાય છે. બીજા પાકની સરખામણીમાં એ વધુ વળતર આપે છે. અહીં વાર્ષિક એક કરોડ ટન જેટલી શેરડીનું ઉત્પાદન છે. એમાંથી વાર્ષિક ૧૦ લાખ ટન ખાંડ બને છે તો સાથે એની બાય-પ્રોડક્ટ રૂપે મોલાસિસ, ઈથેનોલ, બગાસ, પ્રેસમડ, વગેરેની પણ આવક મળે છે. શેરડીનાં પિલાણ દરમિયાન નીકળતી બગાસ થકી જ મિલમાં આખી સીઝનની વીજળી મળી રહે છે.
ગુજરાતમાં વર્ષ ૨૦૨૩-૨૪માં ૧,૩૪,૬૦૧ હેક્ટર જમીનમાં શેરડીનું વાવેતર થયું હતું, જેમાંથી હેક્ટરદીઠ સરેરાશ ૭૪.૧૯ ટન પાક મળ્યો. ગયા વર્ષની સરખામણીએ પાંચ ટકા ઓછો છે.
આમ તો દર વર્ષે શેરડીનું વાવેતર ઓછું ને ઓછું થવા લાગ્યું છે. દક્ષિણ ગુજરાતમાં બારડોલી, ગણદેવી, મઢી, ચલથાણ, સાયણ, કામરેજ સહિતનાં સ્થળે ૧૨-૧૩ જેટલી સુગર ફૅક્ટરી કાર્યરત છે. આ તમામ સુગર મિલે આગામી વર્ષ માટે શેરડીના ભાવ જાહેર કર્યા. જો કે અપેક્ષા મુજબના ભાવ મળ્યા નથી એવો સૂર ખેડૂતોનો છે.
This story is from the May 20, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the May 20, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...
નવું વર્ષ... નવી શરૂઆાત
બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.
માનું દૂધ પણ અમૃત સમાન રહ્યું નથી!
નવજાત શિશુનો પહેલો આહાર એટલે એની જનેતાનું દૂધ. એ દૂધ જે બાળક માટે અનેક વ્યાધિ સામેનું ટૉનિક પણ છે. જો કે હવે એવો દાવો કરી શકાય એમ નથી. હવા અને પાણીમાં ઠલવાતાં વિષારી તત્ત્વો તથા કેમિકલ્સ કોઈ ને કોઈ રીતે આપણા શરીરમાં પહોંચે છે. એ પ્રમાણ એટલું વધી ગયું છે કે એનાથી તો હવે માતાનું દૂધ સુદ્ધાં અભડાઈ ગયું છે.
સંવેદનશીલ સાહિત્યકારના મનોજગતમાં ડોકિયું
સામાજિક નિસબત સાથે લલિત સાહિત્યનું સંતુલન જાળવી સાતત્યથી સર્જન કરતાં હિમાંશી શેલતને પ્રતિષ્ઠિત ‘કુવેમ્પૂ રાષ્ટ્રીય પુરસ્કાર' જાહેર થયો છે ત્યારે આ...