ચલ મેરે ઘોડે ટિક ટિકટિક...
Chitralekha Gujarati|May 20, 2024
નાનપણમાં મુંબઈના દરિયાકિનારે ઘોડેસવારી કરતાં કરતાં એને અશ્વો સાથે જાણે પ્રેમ થઈ ગયો. વર્ષો પછી અને લગ્ન પછી અનાયાસ એક ઘોડો પાળવાનું નક્કી કર્યું. એક પછી એક કરતાં આજે બાર ઘોડા એમના સ્ટડમાં છે. આપણે ત્યાં અશ્વના માલિક, સંવર્ધક અને ટ્રેનર કોઈ સ્ત્રી હોય એવું જ્વલ્લે જ સાંભળવા મળે. જામનગરનાં આ મહિલા છે એમાંનાં એક.
પાર્થ સુખપરિયા
ચલ મેરે ઘોડે ટિક ટિકટિક...

રાજસ્થાનનું પુષ્કર શહેર વિશ્વભરમાં બ્રહ્માના એકમાત્ર મંદિર માટે જાણીતું છે. લાખો શ્રદ્ધાળુઓ આ પવિત્ર ધામની મુલાકાતે આવે છે. પુષ્કરનું ઓર એક આકર્ષણ એટલે ત્યાં યોજાતો પશુમેળો. પુષ્કરમાં ઊંટ અને અશ્વોની મોટી બજાર ભરાય છે.

હમણાં પુષ્કરમાં યોજાયેલા હોર્સ શોમાં અસાધારણ પ્રતિભા પ્રદર્શન ધરાવતા દસ વછેરામાં જામનગરના અશ્વ પરમરાજનું નામ ચમક્યું. એના વિશે ચર્ચા પણ બહુ થઈ. એનું કારણ એ કે આ ઘોડાના માલિક, સંવર્ધક અને પ્રશિક્ષક એક મહિલા છે!

સામાન્ય રીતે અશ્વની વાત આવે તો, આ પુરુષપ્રધાન કાર્યક્ષેત્રમાં વધુમાં વધુ કોઈ મહિલા અસવાર હોય એવું બને. જો કે અશ્વના માલિક, સંવર્ધક અને ટ્રેનર કોઈ સ્ત્રી હોય એવું જ્વલ્લે જ સાંભળવા મળે. જામનગરનાં ભાવનાબહેન કારિયા એમાંનાં એક છે. જામનગર નજીકના ખીજડિયા ગામમાં આશરે બાર વીઘાં જમીનમાં ભાવના કારિયાએ એમના પતિ સાથે રાજલ સ્ટડ ફાર્મ બનાવ્યું છે, જ્યાં નાના-મોટા બાર ઘોડા અત્યારે ઊછરી રહ્યા છે.

મૂળ રાજસ્થાનના ટોંક નગરનાં વતની અને રાજપૂત ઘરાનામાંથી આવતાં ભાવનાબહેનનાં પ્રેમલગ્ન પોરબંદરમાં વસતા લોહાણા મિલિંદ કારિયા સાથે થયાં છે. આ પતિ-પત્ની, બન્નેને નાનપણથી જ ઘોડાનો શોખ. બાળપણમાં ભાવના મુંબઈમાં જુહૂ ચોપાટી પર ફરવા જાય ત્યારે ચકરડા (ફજેત ફાળકા) કે બીજી કોઈ રાઈડમાં બેસવાના બદલે ઘોડેસવારી કરવાનું વધુ પસંદ કરે. બીજી બાજુ, મિલિંદ એના પિતા સાથે પોરબંદરના મહેલમાં માલસામાન આપવા જાય ત્યારે રાજાના ઘોડા જોતા અને એમને પણ ખૂબ જ આકર્ષણ રહેતું.

ભાવના કારિયાનું ભણતર તો બી.કૉમ. અને એલએલબી. જો કે વકાલતને બદલે એમણે પત્રકારત્વનો અભ્યાસ કર્યો. એ પછી એ મુંબઈના એક ફિલ્મ મૅગેઝિન માટે કામ કરતાં. પછી ભચાઉ (કચ્છ) શિફ્ટ થઈ ત્યાં શિક્ષણને પોતાનું કર્મક્ષેત્ર બનાવ્યું અને ત્યાર બાદ જામનગર આવ્યાં, તો અહીં પણ શિક્ષક અને ગુરુકુળમાં પ્રિન્સિપાલની જવાબદારી નિભાવી.

This story is from the May 20, 2024 edition of Chitralekha Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the May 20, 2024 edition of Chitralekha Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM CHITRALEKHA GUJARATIView All
ગરબા સંગે ડાકલાં પણ ગુંજે
Chitralekha Gujarati

ગરબા સંગે ડાકલાં પણ ગુંજે

દેવીની ઉપાસના માટે ડાકલાંનો ગેબી નાદ, આહવાન માટે હાકોટા અને ભૂવા ધૂણવાની પરંપરા હવે ગરબાના મંચ સુધી પહોંચ્યાં છે. સૌમ્ય ભક્તિના માતાજીના ગરબાની જેમ રૌદ્ર ઉપાસનાનાં દેવી માનાં ડાકલાંગીતનાં મ્યુઝિક આલબમ વધી રહ્યાં છે. આવો, મેળવીએ ડાકલાંનો પરિચય.

time-read
5 mins  |
October 14, 2024
અંગદાન કરનારા અને લેનારામાં છે આવો ભેદભાવ
Chitralekha Gujarati

અંગદાન કરનારા અને લેનારામાં છે આવો ભેદભાવ

સ્ત્રી કરતાં પુરુષ અનેક વાતે ચઢિયાતા ગણાય છે તો ઑર્ગન ડોનેશનમાં કેમ પાછળ છે?

time-read
3 mins  |
October 14, 2024
શક્તિની ઉપાસના સાથે માતાજીને ધરાવો આ પ્રસાદ
Chitralekha Gujarati

શક્તિની ઉપાસના સાથે માતાજીને ધરાવો આ પ્રસાદ

કઈ રીતે બનાવશો અંબે માને પસંદ એવી મલાઈ માવા સુખડી?

time-read
2 mins  |
October 14, 2024
ભડકીલા રંગની લિસ્ટિનો લાલચટક વિવાદ
Chitralekha Gujarati

ભડકીલા રંગની લિસ્ટિનો લાલચટક વિવાદ

સદીઓથી આજ સુધી મહિલાના સૌંદર્યપ્રસાધનની આ અનિવાર્ય આઈટેમને કારણે એક મહિલાની નોકરી જોખમમાં આવી પડતાં એ વિવાદનું કારણ બની છે.

time-read
7 mins  |
October 14, 2024
રાઈનો પહાડ ના કરવો...
Chitralekha Gujarati

રાઈનો પહાડ ના કરવો...

મોટા સુખની નાની ચાવી શાંતિનો આધાર તમારી પાસે વિકલ્પ પસંદ કરવાની અને આસપાસની સ્થિતિને નિયંત્રિત કરવાની કેટલી સ્વતંત્રતા છે એના પર છે. હું કયા સંઘર્ષનો સ્વીકાર કરું અને કઈ માથાકૂટને દૂર રાખું એ નક્કી કરવાની છૂટ હોય એ મારી શાંતિ માટેની પૂર્વશરત છે. જે સંઘર્ષ સાર્થક છે એ શાંતિનો અનુભવ કરાવે. જે સંઘર્ષ નિરર્થક છે એ અશાંતિ આપે.

time-read
5 mins  |
October 14, 2024
એક શિક્ષકની બદલીએ ગામને હિબકે ચડાવ્યું!
Chitralekha Gujarati

એક શિક્ષકની બદલીએ ગામને હિબકે ચડાવ્યું!

ઘોડે બેસાડી રાઘવ કટકિયાને વિદાય આપનારા મિતિયાળાવાસીઓ ધ્રૂસકે ધ્રૂસકે રડ્યા.

time-read
3 mins  |
October 14, 2024
ઈઝરાયલનો પ્રતિશોધ ક્યાં અટકશે?
Chitralekha Gujarati

ઈઝરાયલનો પ્રતિશોધ ક્યાં અટકશે?

ગાઝા પટ્ટીથી થયેલા હુમલાને એક વર્ષ થવા આવ્યું છે ત્યારે ઈઝરાયલ આદું ખાઈને ઈસ્લામી આતંકી સંગઠનોની પાછળ પડ્યું છે. આ જૂથોના જે આગેવાન જ્યાં હાથમાં આવે ત્યાં એને ખતમ કરવા માટે ઈઝરાયલ મોટાં જોખમ પણ લઈ રહ્યું છે. ઈઝરાયલનું ઝનૂન જોતાં લાગે છે કે એનો જંગ ઝટ પૂરો નહીં થાય.

time-read
3 mins  |
October 14, 2024
જસ્ટ, એક મિનિટ.
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ.

પસંદગી કરવાનું આપણા હાથમાં છે. સુખી થવાનો એ મહામાર્ગ છે.

time-read
1 min  |
Chitralekha Gujarati - 14 October, 2024
પ્રશંસા અને ટીકાની વચ્ચે
Chitralekha Gujarati

પ્રશંસા અને ટીકાની વચ્ચે

જીવનમાં કેટલું હજી કરવાનું બાકી છે દુનિયાની દાદ કે ટીકા માટે વખત નથી.

time-read
2 mins  |
Chitralekha Gujarati - 14 October, 2024
ઈસ્ટ યા વેસ્ટ, ઈન્વેસ્ટમેન્ટ માટે ઈન્ડિયા ઈઝ બેસ્ટ...
Chitralekha Gujarati

ઈસ્ટ યા વેસ્ટ, ઈન્વેસ્ટમેન્ટ માટે ઈન્ડિયા ઈઝ બેસ્ટ...

વિદેશી ઈન્વેસ્ટર્સ શા માટે ભારતીય માર્કેટમાં એમનું રોકાણ વધારી રહ્યા છે? એનો જવાબ ભારતીય રોકાણકારોએ ખાસ જાણવો જોઈએ. વૈશ્વિક પરિબળો પણ ચોક્કસ સંકેત આપતાં રહ્યાં છે. આ જવાબની કેટલીક પાયાની બાબત સમજીએ...

time-read
2 mins  |
October 07, 2024