ગુજરાતી ટૂરિસ્ટો જેને માલદીવ નામે ઓળખે છે એ માલદીવ્સ નામનું ટાપુરાષ્ટ્ર પાછલા ઘણા મહિનાથી ચર્ચામાં છે. અગાઉ ભારતના સમર્થક રહી ચૂકેલા આ દેશમાં ભારતિવરોધી પક્ષ સત્તા પર આવતાં એના આગેવાનોએ ચીન સાથે હાથ મિલાવ્યા અને ભારતીય સૈન્યને માલદીવ્સમાંથી પાછું કાઢ્યું. પછી ભારત સરકારે આંખો દેખાડતાં માલદીવ્સનું વર્તન થોડું કૂણું જરૂર પડ્યું, છતાં ભારતવાસીઓનું મન માલદીવ્સ પરથી ઊતરી ગયું.
પ્રવાસીઓ તો ઠીક, પણ બૉયકોટની બીકે બોલીવૂડે પણ માલદીવ્સમાં ફિલ્મનાં શૂટિંગ નહીંવત્ કરી નાખ્યાં.
દરિયો એક પછી એક ટાપુની અંદર ઘૂસી રહ્યો છે એટલે વે માલદીવ્સના શાસકોએ દરિયામાં જ ભરણીનો બીજો તબક્કો શરૂ કર્યો છે.
દરમિયાન સમાચાર એ છે કે ચીનની મદદથી માલદીવ્સ (ઘણા એનો એક વિના મને થવા માંદીના વાસણ ઉચ્ચાર મૉલદીવ્સ કરે છે] સરકારે પ્રવાસન અને ઉદ્યોગ થકી આર્થિક વિકાસની દિશામાં નોંધપાત્ર પ્રોજેક્ટ પણ હાથ ધર્યા છે. એ બધામાં ધ્યાન દોરવા જેવી યોજના એટલે માલદીવ્સ લૅન્ડ રિફ્લેમેશન પ્રોજેક્ટ.
ફાંટાબાજ કુદરતની કમાલ ગણો તો માલદીવ્સ એ ૧૧૯૦ નાના-મોટા ટાપુઓથી બનેલું રાષ્ટ્ર છે, જેમાંથી માત્ર ૨૦૦ પર માનવવસવાટ છે. ભૌગોલિક દૃષ્ટિએ આ ટાપુઓની સમુદ્ર સપાટીથી મહત્તમ ઊંચાઈ સવા બે-અઢી મીટર કરતાં વધારે નથી, જેના પરિણામ રૂપે વર્ષોથી માલદીવ્સના ઘણા ટાપુનો તટવર્તી પ્રદેશ દર વર્ષે સહેજસાજ કરીને પાણીમાં ગરકાવ થઈ રહ્યો છે. વૈજ્ઞાનિક ગણતરી મુજબ દર વર્ષે સમુદ્રનાં પાણીનું સ્તર ત્રણથી પાંચ મિલિમીટર જેટલું વધે છે. સમુદ્રની ઘૂસણખોરી આ જ રીતે ચાલતી રહી તો આવનારાં ૭૦-૮૦ વર્ષોમાં માલદીવ્સનું નામોનિશાન નહીં રહે.
આ આફતથી ચેતીને છેક ૧૯૯૭માં માલદીવ્સે લૅન્ડ રિક્લેમેશન પ્રોજેક્ટની શરૂઆત કરી હતી. આ પ્રોજેક્ટના નામ મુજબ જ સરકાર આ દેશનો જેટલો ભાગ પાણીમાં ડૂબ્યો છે ત્યાં રેતીનું પૂરણ કરી ગુમાવેલી જમીન પાછી મેળવે છે. જો કે આ રીતે મર્યાદિત રૂપે જ સીમાડા વિસ્તારી શકાય છે, એ કેમ કે દરિયો બૂરવો એ સહેલી વાત હોતી નથી.
મોટા સક્શન પાઈપથી સમુદ્રમાંથી કાઢેલી રેતી જહાજથી કિનારે લાવી જે વિસ્તારમાં ભરવાની હોય ત્યાં પહોંચાડવામાં આવે.
This story is from the June 03, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the June 03, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...
નવું વર્ષ... નવી શરૂઆાત
બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.
માનું દૂધ પણ અમૃત સમાન રહ્યું નથી!
નવજાત શિશુનો પહેલો આહાર એટલે એની જનેતાનું દૂધ. એ દૂધ જે બાળક માટે અનેક વ્યાધિ સામેનું ટૉનિક પણ છે. જો કે હવે એવો દાવો કરી શકાય એમ નથી. હવા અને પાણીમાં ઠલવાતાં વિષારી તત્ત્વો તથા કેમિકલ્સ કોઈ ને કોઈ રીતે આપણા શરીરમાં પહોંચે છે. એ પ્રમાણ એટલું વધી ગયું છે કે એનાથી તો હવે માતાનું દૂધ સુદ્ધાં અભડાઈ ગયું છે.
સંવેદનશીલ સાહિત્યકારના મનોજગતમાં ડોકિયું
સામાજિક નિસબત સાથે લલિત સાહિત્યનું સંતુલન જાળવી સાતત્યથી સર્જન કરતાં હિમાંશી શેલતને પ્રતિષ્ઠિત ‘કુવેમ્પૂ રાષ્ટ્રીય પુરસ્કાર' જાહેર થયો છે ત્યારે આ...