અઢારમી લોકસભા ચૂંટણીનાં પરિણામના આ વિશેષાંકમાં ઈલેક્શનનું અથથી ઈતિ તથા સેફોલૉજિસ્ટોનું પોલંપોલ, શૅરબજારની આવતી કાલ જેવા રસપ્રદ વિષયના લેખો આપે વાંચ્યા અથવા હવે વાંચશો. હજી ચાર-પાંચ મહિના પહેલાં આ ચૂંટણીનું પરિણામ, આગલાં બે ઈલેક્શનની જેમ હેલોજન લાઈટ જેવું સ્પષ્ટ દેખાતું હતુંઃ ભાજપ તીનસો પાર. પછી શું બન્યું એ આ અંકમાં તમે વાંચશો, પણ એક ધરખમ ફેરફાર આ ચૂંટણીમાં જોવા મળ્યોઃ જે રીતે ન્યૂઝ ટીવીચૅનલોએ એમની કામગીરી બજાવી એ અચંબિત કરી મૂકે એવી હતી. એમાંય અમુક હિંદી ટીવીચૅનલોની સંચાલિકાઓ, સંચાલકો તો જાણે ઘરમાં લગ્ન લેવાયાં હોય એ રીતે ઠેકડા મારી મારીને દર્શકો સામે પેશ આવતાં હતાં. એ પછી આવી ચાર જૂન. અચાનક બધાં ઠાવકાં બની ગયાં. અચાનક એમને ભાન થયું કે યાર, આપણે પત્રકાર છીએ. આપણું કામ તો સમાચાર આપવાનું છે.
આ સમયે મને, તારક મેહતા કા ઉલ્ટા ચશ્માવાળા આત્મારામ તુકારામ ભીડેના શબ્દોમાં કહીએ તો, અમારા જમાનાનાં ચૂંટણીપરિણામના દિવસો યાદ આવી ગયા. સમજ પહેલવહેલી ચૂંટણી યાદ આવે છે તે ૧૯૭૭ની લોકસભા ચૂંટણી. અમે સ્કૂલમાં હતા. જનતા પક્ષવાળું એ લોકસભા ઈલેક્શન હતું. મને બરાબર એ યાદ છે, તે વખતે મતગણતરી બેએક દિવસ ચાલતી. દૂરદર્શન પરથી બે દિવસ ચાર-પાંચ હિંદી ફિલ્મો પ્રસારિત થતી ને વચ્ચે વચ્ચે ચૂંટણીનાં પરિણામ બતાવવામાં આવતાં અથવા ચૂંટણીનાં પરિણામની વચ્ચે વચ્ચે ફિલ્મ બતાવવામાં આવતી. જેમ માનવું હોય એમ... બમ્બઈ મેં જનતા પક્ષ કી સ્પ્રિનાલ ગોરે આગે ચલ રહી હૈ (ગોરે ચૂંટણી જીતી ગયેલાં). પોતાના મતવિસ્તારમાં પીવાનાં શુદ્ધ જળ વિશે જબરી લડત ચલાવનારાં મૃણાલ ગોરે પાની વાલી બિનધાસ્ત બાઈ તરીકે ઓળખાતાં. મને યાદ છે, તે વખતે એક સૂત્ર વહેતું થયેલુંઃ પાની વાલી બાઈ દિલ્હી ... દિલ્હી વાલી બાઈ પાની મે. દિલ્હીવાળી બાઈ એટલે ઈન્દિરા ગાંધી.
This story is from the June 17, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the June 17, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
લોકશાહીને ધર્મ માનતા હો તો એના નિયમ પાળો...
સંસદનું વધુ એક સત્ર ઝાઝાં કામકાજ વગર પૂરું થઈ ગયું. ગૌણ મુદ્દે લડાઈ-ઝઘડા વહોરીને, એમાં સમય વેડફીને સાંસદો મહત્ત્વના પ્રશ્નો વિશે ચર્ચા કરવાનું ટાળે છે. એટલું જ નહીં, પ્રજાના પ્રતિનિધિ તરીકે સંસદભવનમાં એમના અવાજને વાચા આપવાની ફરજ પણ ચૂકી જાય છે. આમાં પછી જન સામાન્યને રાજકારણીઓ પર ભરોસો કેમ બેસે?
જસ્ટ, એક મિનિટ...
ધીરજ અને આશાવાદીપણાનો અભિગમ આવા ઉત્સાહભંગની હાલતમાંથી ઉગારી શકે છે.
સંતાન હોવાં જોઈએ કે નહીં?
દિવસો એને ઘણાય અમૂલા દીધા અમે એનાથી દૂર એક ઘડી ના રહ્યા અમે સંતાન ના હોવાની પીડા એટલી ગમી સંતાનની જ જેમ ઉછેરી પીડા અમે.
જલસાઘર
ભારતીય સંગીતનાં બે અણમોલ રતન ખોવાયાં...
કોઈ પુરુષ નવાણીયો ન કુટાઈ જાય એ પણ જુઓ...
ઘરેલુ હિંસાના ઘણાખરા કેસમાં સ્ત્રી જ વિક્ટિમ હોય છે, પણ ક્યારેક આવું બને તો?
બ્રેસ્ટ કેન્સરઃ જાણકાર બનો... સતર્ક રહો!
મેનોપોઝને એક કુદરતી પ્રક્રિયા તરીકે સ્વીકારો, નહીં તો નાહકનાં દુઃખી થશો.
સ્વાસ્થ્યવર્ધક છે કાળા તલનું કચરિયું.
આખા વરસની શક્તિ શરીરમાં ભરી લેવાની ઋતુ છે આ.
મોડર્ન ટેક્નોલોજી ને ખંતનાં વાવેતરથી લડ્યો સહળતાનો મબલક પાક
આજની યુવાપેઢી ખેતીથી દૂર ભાગી રહી છે. પરિવારનાં ખેતર સંભાળવા કોઈ જ ન હોય એવાં અનેક કુટુંબ છે ત્યારે રાજકોટની એક સ્ત્રી પચાસ વીઘાંની ખેતી સંભાળીને આજની પેઢીને નવી દિશા બતાવી રહી છે.
શેતરંજની દુનિયાનો નવો સિતારો...
ચોસઠ પ્યાદાંની દુનિયામાં માત્ર અઢાર વર્ષની વયે ડી. ગુકેશે મેળવેલી સિદ્ધિની સરાહના દુનિયાના ચેસ ચૅમ્પિયનોએ જ નહીં, પણ બીજા સેંકડો લોકોએ કરી. કેવી રીતે એણે આ લડાઈ જીતી, કોણ કોણ હતા એના સારથિ, શું હતી એની વ્યૂહનીતિ... એ જાણવું રસપ્રદ છે.
સેવા-સુવિધાનો આ છે મહાકુંભ...
પ્રયાગરાજ સહિતનાં રેલવેસ્ટેશનના રિ-મોડેલિંગ કરવા ઉપરાંત મુલાકાતીઓ માટે અનેક સ્થળે ટેન્ટ સિટી ઊભી થઈ રહી છે, તો આખી ‘સંગમ નારી′ ઠેર ઠેર ભીંતચિત્રોથી સજી રહી છે. શ્રદ્ધાળુઓ પ્રચારારાજમાં અનેક પ્રાચીન મંદિરનાં દર્શન કરી શકશે.