વાત છે બે દાયકા પહેલાંની.
વેરાવળમાં એક કાર્યક્રમમાં પ્રસિદ્ધ કથાકાર મોરારિબાપુએ માછીમારોને એવી અપીલ કરી કે જ્યારે દીકરી પ્રસૂતિ માટે પિયર આવે ત્યારે એ સૌથી સલામત જગ્યાએ આવી છે એવી અનુભૂતિ કરે છે. આવા સમયે પિયરમાં એની ખાસ કાળજી લેવાય છે. બસ, આ જ રીતે દરિયામાં પરિભ્રમણ કરતી વહેલ શાર્ક માછલી સૌરાષ્ટ્રના સાગરકિનારે બ્રીડિંગ માટે આવે છે ત્યારે એ પિયરમાં આવે છે એમ માની એનું જતન કરો. એને બચાવવાની આપણી ફરજ છે...
બાપુની આ અપીલ માછીમારી જેમની રોજી-રોટી છે એવા માછીમારોને પણ સ્પર્શી ગઈ. વહેલ શાર્કનો શિકાર કરવાને બદલે એને રક્ષણ આપવાનું કામ શરૂ થયું. બે દાયકા બાદ પરિણામ એ સામે આવ્યું છે કે શાર્ક પ્રજાતિની આ સૌથી મોટી માછલીના અસ્તિત્વ સામે ખતરો ઊભો થયો હતો એ સૌરાષ્ટ્રનો સાગરકાંઠો આજે વહેલ શાર્ક માટે સલામત બન્યો છે.
વહેલ શાર્કની આ વાત તાજી કરવાનું એક કારણ છે. વેરાવળના એક માછીમાર મોહનભાઈ મોતીવરસ ફિશિંગ માટે નીકળ્યા હતા. એમની જાળમાં વહેલ શાર્ક ફસાઈ. આ ઘટનાની જાણ વનવિભાગને કરવામાં આવી અને રેસ્ક્યુ ટીમ દરિયામાં પહોંચી. વહેલ શાર્કને બચાવવાના પ્રોજેક્ટ હેઠળ આ માછલીને સેટેલાઈટ ટૅગ આપીને દરિયામાં મુક્ત કરી ત્યારે વનવિભાગ અને માછીમારોમાં હર્ષની લાગણી જોવા મળી. એ પછી તરત એવી જ બીજી ઘટના બની અને વધુ એક વહેલ શાર્કને સેટેલાઈટ ટૅગ કરીને દરિયામાં મુક્ત કરવામાં આવી. યોગાનુયોગ, સેવ ધ વહેલ શાર્ક પ્રોજેક્ટ ગુજરાતમાં મોરારિબાપુની હાજરીમાં શરૂ થયો, એને હમણાં ૨૦ વર્ષ પૂરાં થયાં. આ પ્રોજેક્ટમાં સરકાર, સેવાભાવી સંસ્થાઓ અને સૌથી વધુ યોગદાન તો માછીમારોનું છે. સાગરખેડુના સહયોગથી અત્યાર સુધીમાં ગુજરાત-સૌરાષ્ટ્રના દરિયામાં આ ઝુંબેશ હેઠળ ૯૫૦થી વધુ ! વહેલ શાર્કને મુક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં દરિયાઇ જીવસૃષ્ટિના સંરક્ષણ માટેની આ એક મોટી સિદ્ધિ છે.
માછીમારની જાળમાં સપડાતી વહેલ શાર્કને બચાવી લઈ પાછી દરિયામાં છોડવાની પહેલનું સારું પરિણામ મળ્યું છે. મુક્ત કરવામાં આવતી અમુક આવે છે. એને લીધે આ માછલીના સ્થળાંતર રૂટનો અભ્યાસ કરવામાં સમતા રહે છે. ભાયે જ કોઈ બીજા દેશે આ માછલીની સુરક્ષા માટે આવાં
This story is from the June 17, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the June 17, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
જલસાઘર
...તો આર.કે. સ્ટુડિયો ક્યારે બન્યો હોત? કેવીક ઉજવણી થતી આર.કે.માં બર્થડેની?
સ્ટૉક માર્કેટમાં રિટેલ ઈન્વેસ્ટર્સની સક્રિયતા શેનો સંકેત છે?
શૅરબજારમાં રિટેલ પાવરનું જોર વધી રહ્યું હોવાનાં કારણો જાણવાં-સમજવાં મહત્ત્વનાં છે. કેમ રિટેલ ઈન્વેસ્ટર્સ વર્ગ વધુ સક્રિય થયો છે? ફોરેન ઈન્વેસ્ટર્સની સામે આપણા ભારતીય રોકાણકારોની શક્તિ વધે એમાં કોનું હિત છે? આમાં સમજવા અને ભળવા જેવું ખરું...
રોક્યા એ રોયા...
‘લાલચ બહોત બૂરી બલા હૈ...’ એ વાત આપણે બધા જાણીએ છીએ અને સમજીએ પણ છીએ. તેમ છતાં ‘એકના બે’ કે ‘એકના ચાર’ કરી આપવાની ઑફર કાને પડતાં જ આપણે એ માટે લલચાઈએ તો છીએ જ. હમણાં ગુજરાતમાં બહુ ગાજતું ‘બીઝેડ’નું છેતરપિંડી પ્રકરણ આપણી આવી વૃત્તિનું પરિણામ છે. આવું અગાઉ પણ થયું છે અને હજીય અટકવાનું તો નથી જ.
સૌથી પ્રાચીન એવા આ વ્યવસાયને ગુનો ગણવાનું બંધ કરીએ...
સમાજને ‘સ્વચ્છ’ રાખવાનું કામ કરતી રૂપજીવિનીઓને પાયાના અધિકાર ક્યારે મળશે?
ઓછામાં ઝાઝું સમજો... માનસિક સ્વાસ્થ્ય જાળવો!
ઘરમાંથી અને જીવનમાંથી પણ નકામી-બિનજરૂરી ચીજોનો નિકાલ કરો તો મનનો ભાર ઓછો થશે.
લગ્ન પહેલાં આપો ચહેરાને કુદરતી રામક
વેજિટેબલ જ્યુસમાં આ ચીજો ઉમેરી શિયાળાને બનાવીએ હેલ્થી ને હૅપ્પી.
એની રંગોળીના રંગ એટલે જાણે સેવાની સરવાણી
રંગોળી માત્ર દિવાળીના દિવસોમાં જ હોય એવું જરૂરી નથી. કોઈ પણ પ્રસંગે રંગોળી બનાવી આ કળાને કારકિર્દીમાં પલટી નાખી અને સાથોસાથ એ દરમિયાન જ ગરીબોને નિયમિત મદદરૂપ થવાનું વિચારનારા યુવાનો ઘણા ઓછા હોય છે. જો કે રંગોળીકળામાં નિપુણ એક રાજકોટવાસી યુવતીએ પોતાની કમાણીમાંથી જરૂરતમંદ લોકોને સહાય કરીને યુવાપેઢીને નવો રાહ ચીંધ્યો છે.
બાપુનું કથામૃત બન્યું વિદ્યાર્થિનીના સંશોધનનો વિષય
મોરારિબાપુ શિક્ષણ રાહ બતાવે રામાયણ
એક મકાન ઐસા ભી.
જાણીતા સંગીતકાર બપ્પી લહિરીના હમશકલ એવા ખંભાતના બાલમુકુંદ પરીખનું ઘર ખરેખર જોવા જેવું છે.
તમને ખબર છે, અમદાવાદની પોતીકી છે આશાવલી સાડી?
આશરે સાતસો વર્ષ પહેલાં ભીલ રાજા સ્થાપિત આશાવલ નગર એટલે કે આજના અમદાવાદના એક વિસ્તારમાં અનેક હાથસાળ ચાલતી, એમાં રેશમની સાડી કુદરતી રંગોથી બનતી. હવે જો કે એક જ પરિવાર આ સાડી બનાવે છે. પ્રાકૃતિક સામગ્રી અને હાથવણાટની આગવી શૈલીથી ઓપતી આ સાડી સાથે એ પરિવારે બીજા દેશની વસ્ત્રકળાનો પણ સમન્વય સાધ્યો છે.