ખોટા પડવું કોઈને ગમતું નથી. એમાંય આખા દેશની નજર તમારા પર મંડાઈ હોય ને જો તમારી અટકળ પોકળ સાબિત થાય ત્યારે ધરતી માર્ગ આપે તો સમાઈ જવાનું જ મન થાય.
૨૦૨૪ની ચૂંટણીનાં પરિણામોમાં ભારતમાં દસથી વધુ ટીવીચૅનલે કરાવેલા એક્ઝિટ પોલના સંચાલકો બાપડા ભાજપના સમર્થકોથી પણ વધારે દુઃખી છે, કેમ કે એમણે ભાજપ-એનડીએના ભવ્ય વિજયની કરેલી તમામ આગાહી ખોટી પડી. દસેક એક્ઝિટ પોલની સરેરાશ કાઢો તો એનડીએને ૩૭૪, ઈન્ડિયા ગઠબંધનને ૧૩૭ અને અન્યોને ૩૦ બેઠક મળતી હતી.
ઈન્ડિયા ટુડે-એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલનું સંચાલન કરનારા પ્રદીપ ગુપ્તા તો ચૂંટણીનાં પરિણામ આવ્યાં ત્યારે પોતાનું અનુમાન ખોટું પડ્યું એ માટે ટીવીચૅનલ પર રીતસરના ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. ગઈ ચૂંટણીમાં પ્રદીપ ગુપ્તાની અટકળ ડૉટ ઑન સાબિત થઈ હતી એટલે લોકોએ એમ જ માની લીધું હતું કે એમનું કથન તો જાણે બ્રહ્મવાક્ય!
બીજી તરફ, દૈનિક ભાસ્કરે દૂધ ને દહીં બન્નેમાં પગ રાખતો એક્ઝિટ પોલ રજૂ કર્યો હતો, જેમાં એનડીએને ૨૮૧થી ૩૫૦ બેઠકનું અનુમાન મૂકવામાં આવ્યું હતું. આ રેન્જ એટલી મોટી છે કે નીચે અને ઉપરના આંકડાની રાજકીય પરિસ્થિતિમાં આસમાન-જમીનનું અંતર ગણાય.
ખેર, દેશના તમામ પ્રમુખ એક્ઝિટ પોલ મતદારોની નાડ પારખવામાં અસમર્થ રહે એ આશ્ચર્ય ગણાવું જોઈએ. જો કે એમ તો ભલભલા પોલિટિકલ પંડિત પણ આ વખતે ચૂંટણીનાં સમીકરણો સમજવામાં ગોથાં ખાઈ ગયા હતા. વિરોધ પક્ષના ઘણા નેતાઓએ ટીવીચૅનલમાં એવો દાવો કર્યો હતો કે એમના ઈન્ટરનલ સર્વે પ્રમાણે ભાજપ-એનડીએને બહુમતી નહીં મળે ને
ઈન્ડિયા અલાયન્સ સરકાર બનાવશે એ પણ હાલપૂરતો તો ખોટો પડ્યો છે.
આમ આદમી પાર્ટીના ભૂતપૂર્વ નેતા યોગેન્દ્ર યાદવ એક્ઝિટ પોલ કરતા નથી, પણ જાતે દેશભરમાં ઘૂમીને મતદારોનાં મન કળે છે. ૨૦૧૯માં એમણે ભાજપને ૧૮૦ સીટ મળવાનો વરતારો કર્યો હતો, પણ ભાજપ ૩૦૩ બેઠક જીતી ગયો હતો. વિધાનસભાઓની ચૂંટણીમાં પણ યોગેન્દ્ર યાદવના દાવા ખોટા પડ્યા છે. જો કે આ વખતે એમણે ગાઈ-વગાડીને કહેલું કે ભાજપ ૨૫૦ સીટ સુધી સીમિત રહેશે, જે લગભગ સત્ય સાબિત થયું.
This story is from the June 17, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the June 17, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
લોકશાહીને ધર્મ માનતા હો તો એના નિયમ પાળો...
સંસદનું વધુ એક સત્ર ઝાઝાં કામકાજ વગર પૂરું થઈ ગયું. ગૌણ મુદ્દે લડાઈ-ઝઘડા વહોરીને, એમાં સમય વેડફીને સાંસદો મહત્ત્વના પ્રશ્નો વિશે ચર્ચા કરવાનું ટાળે છે. એટલું જ નહીં, પ્રજાના પ્રતિનિધિ તરીકે સંસદભવનમાં એમના અવાજને વાચા આપવાની ફરજ પણ ચૂકી જાય છે. આમાં પછી જન સામાન્યને રાજકારણીઓ પર ભરોસો કેમ બેસે?
જસ્ટ, એક મિનિટ...
ધીરજ અને આશાવાદીપણાનો અભિગમ આવા ઉત્સાહભંગની હાલતમાંથી ઉગારી શકે છે.
સંતાન હોવાં જોઈએ કે નહીં?
દિવસો એને ઘણાય અમૂલા દીધા અમે એનાથી દૂર એક ઘડી ના રહ્યા અમે સંતાન ના હોવાની પીડા એટલી ગમી સંતાનની જ જેમ ઉછેરી પીડા અમે.
જલસાઘર
ભારતીય સંગીતનાં બે અણમોલ રતન ખોવાયાં...
કોઈ પુરુષ નવાણીયો ન કુટાઈ જાય એ પણ જુઓ...
ઘરેલુ હિંસાના ઘણાખરા કેસમાં સ્ત્રી જ વિક્ટિમ હોય છે, પણ ક્યારેક આવું બને તો?
બ્રેસ્ટ કેન્સરઃ જાણકાર બનો... સતર્ક રહો!
મેનોપોઝને એક કુદરતી પ્રક્રિયા તરીકે સ્વીકારો, નહીં તો નાહકનાં દુઃખી થશો.
સ્વાસ્થ્યવર્ધક છે કાળા તલનું કચરિયું.
આખા વરસની શક્તિ શરીરમાં ભરી લેવાની ઋતુ છે આ.
મોડર્ન ટેક્નોલોજી ને ખંતનાં વાવેતરથી લડ્યો સહળતાનો મબલક પાક
આજની યુવાપેઢી ખેતીથી દૂર ભાગી રહી છે. પરિવારનાં ખેતર સંભાળવા કોઈ જ ન હોય એવાં અનેક કુટુંબ છે ત્યારે રાજકોટની એક સ્ત્રી પચાસ વીઘાંની ખેતી સંભાળીને આજની પેઢીને નવી દિશા બતાવી રહી છે.
શેતરંજની દુનિયાનો નવો સિતારો...
ચોસઠ પ્યાદાંની દુનિયામાં માત્ર અઢાર વર્ષની વયે ડી. ગુકેશે મેળવેલી સિદ્ધિની સરાહના દુનિયાના ચેસ ચૅમ્પિયનોએ જ નહીં, પણ બીજા સેંકડો લોકોએ કરી. કેવી રીતે એણે આ લડાઈ જીતી, કોણ કોણ હતા એના સારથિ, શું હતી એની વ્યૂહનીતિ... એ જાણવું રસપ્રદ છે.
સેવા-સુવિધાનો આ છે મહાકુંભ...
પ્રયાગરાજ સહિતનાં રેલવેસ્ટેશનના રિ-મોડેલિંગ કરવા ઉપરાંત મુલાકાતીઓ માટે અનેક સ્થળે ટેન્ટ સિટી ઊભી થઈ રહી છે, તો આખી ‘સંગમ નારી′ ઠેર ઠેર ભીંતચિત્રોથી સજી રહી છે. શ્રદ્ધાળુઓ પ્રચારારાજમાં અનેક પ્રાચીન મંદિરનાં દર્શન કરી શકશે.