ડૉક્ટર સાહેબ, જરા જાત માટે પણ સમય કાઢો...
Chitralekha Gujarati|July 08, 2024
બીજાનાં જીવન બચાવવા સતત મથતા રહેતા ડૉક્ટરને રિલેક્સ થવાનો ટાઈમ ભાગ્યે જ મળે. એક તો વિદ્યાર્થીજીવન દરમિયાન એમણે ઘણું સ્ટ્રેસ ભોગવ્યું હોય અને કામે લાગ્યા પછી તો રોજ નવા પડકાર ઝીલવાના થાય. એક જુલાઈએ ડૉક્ટર્સ ડે છે એ નિમિત્તે ‘ચિત્રલેખા’એ ગુજરાત-મુંબઈના કેટલાક નામાંકિત તબીબો સાથે વાત કરીને એ એમની વ્યવસાયી પ્રવૃત્તિનો ભાર હળવો કરવા કહો કે થાક ઉતારવા-રિલેક્સ થવા માટે કેવું પ્લાનિંગ કરે છે તથા એનાં શું પરિણામ મળ્યાં એ પૂછ્યું. સાથે એમના અમુક શોખ વિશે પણ અવનવી વાતો જાણવા મળી.
મહેશ શાહ (અમદાવાદ) । સમીર પાલેજા (મુંબઈ) દેવેન્દ્ર જાની (રાજકોટ) । અરવિંદ ગોંડલિયા (સુરત)
ડૉક્ટર સાહેબ, જરા જાત માટે પણ સમય કાઢો...

અનુશાસન, વ્યાયામ અને સાત્ત્વિક આહાર ડૉ. દિનેશ પટેલ અમદાવાદ

સવારથી સાંજ સુધી પેશન્ટ કન્સલ્ટેશન. એની વચ્ચે બે-ત્રણ સર્જરી પણ ખરી. સાંજે દરદીના રૂમમાં વિઝિટ સિવાય દિવસ પૂરો થાય નહીં. આ બધાની સાથે વચ્ચે વચ્ચે ફોન પણ અટેન્ડ કરવાના. લંચ પણ જેમ-તેમ હૉસ્પિટલમાં જ લેવું પડે...

આ દિનચર્યા છે અમદાવાદના એક જાણીતા ડૉક્ટરની. એમની જેમ ઘણા તબીબો આખો દહાડો ક્લિનિક કે હૉસ્પિટલમાં વ્યસ્ત રહેતા હશે. જો કે અમુક ડૉક્ટર આવી વ્યવસાયી વ્યસ્તતા વચ્ચે પણ સમયનું ઝીણવટપૂર્વકનું આયોજન કરીને પોતાના અને પરિવાર માટે નવરાશ મેળવી લેતા હોય છે. મૅનેજમેન્ટની ભાષામાં કહીએ તો પ્રોફેશનલ (વર્ક) લાઈફ સાથે પર્સનલ લાઈફનું બૅલેન્સ અત્યંત જરૂરી છે. આવું સંતુલન જળવાય તો કામનો ભાર કે ઉચાટ ન લાગે અને મનપસંદ પ્રવૃત્તિનો આનંદ પણ મેળવી શકાય. એ થકી સ્વસ્થતા જળવાય એ મોટો લાભ.

અમદાવાદની દેવસ્ય કિડની અને મલ્ટિ સુપર સ્પેશિયાલિટી હૉસ્પિટલના સંસ્થાપક-ચૅરમૅન, જાણીતા યુરોલૉજિસ્ટ અને એન્ડ્રોલૉજિસ્ટ ડૉ. દિનેશ પટેલ ત્રણ દાયકાથી પ્રેક્ટિસ કરે છે. એમણે એમબીબીએસ, એમએસ, એમસીએચ (યુરોલૉજી)ના અભ્યાસ બાદ ૧૯૮૪માં અમદાવાદના વાડજમાં દેવસ્ય કિડની હૉસ્પિટલ શરૂ કરી.

સમય જતાં અત્યાધુનિક અને વિશ્વસ્તરીય દેવસ્ય મલ્ટિ સુપર સ્પેશિયાલિટી હૉસ્પિટલની અમદાવાદમાં ત્રણ અને ગાંધીનગરમાં એક એમ ચાર શાખા પણ શરૂ થઈ.

ત્રણ દાયકામાં કિડની અને મૂત્રમાર્ગને લગતા રોગોનાં એક લાખથી વધુ ઑપરેશન્સ એમણે લેપ્રોસ્કોપી, લેસર અને એન્ડોસ્કોપિક ટેક્નોલૉજીથી સફળતાપૂર્વક કર્યાં. એમાં વિદેશી દરદીઓ પણ ખરા. દેવસ્થમાં ત્રણ ઈન્ટરનૅશનલ કૉન્ફરન્સ યોજાઈ તથા પચ્ચીસ વિદેશી તબીબે કિડની અને પથરીના રોગોની સારવાર, લેપ્રોસ્કોપી, વગેરેની તાલીમ લીધી.

This story is from the July 08, 2024 edition of Chitralekha Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the July 08, 2024 edition of Chitralekha Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM CHITRALEKHA GUJARATIView All
ગરબા સંગે ડાકલાં પણ ગુંજે
Chitralekha Gujarati

ગરબા સંગે ડાકલાં પણ ગુંજે

દેવીની ઉપાસના માટે ડાકલાંનો ગેબી નાદ, આહવાન માટે હાકોટા અને ભૂવા ધૂણવાની પરંપરા હવે ગરબાના મંચ સુધી પહોંચ્યાં છે. સૌમ્ય ભક્તિના માતાજીના ગરબાની જેમ રૌદ્ર ઉપાસનાનાં દેવી માનાં ડાકલાંગીતનાં મ્યુઝિક આલબમ વધી રહ્યાં છે. આવો, મેળવીએ ડાકલાંનો પરિચય.

time-read
5 mins  |
October 14, 2024
અંગદાન કરનારા અને લેનારામાં છે આવો ભેદભાવ
Chitralekha Gujarati

અંગદાન કરનારા અને લેનારામાં છે આવો ભેદભાવ

સ્ત્રી કરતાં પુરુષ અનેક વાતે ચઢિયાતા ગણાય છે તો ઑર્ગન ડોનેશનમાં કેમ પાછળ છે?

time-read
3 mins  |
October 14, 2024
શક્તિની ઉપાસના સાથે માતાજીને ધરાવો આ પ્રસાદ
Chitralekha Gujarati

શક્તિની ઉપાસના સાથે માતાજીને ધરાવો આ પ્રસાદ

કઈ રીતે બનાવશો અંબે માને પસંદ એવી મલાઈ માવા સુખડી?

time-read
2 mins  |
October 14, 2024
ભડકીલા રંગની લિસ્ટિનો લાલચટક વિવાદ
Chitralekha Gujarati

ભડકીલા રંગની લિસ્ટિનો લાલચટક વિવાદ

સદીઓથી આજ સુધી મહિલાના સૌંદર્યપ્રસાધનની આ અનિવાર્ય આઈટેમને કારણે એક મહિલાની નોકરી જોખમમાં આવી પડતાં એ વિવાદનું કારણ બની છે.

time-read
7 mins  |
October 14, 2024
રાઈનો પહાડ ના કરવો...
Chitralekha Gujarati

રાઈનો પહાડ ના કરવો...

મોટા સુખની નાની ચાવી શાંતિનો આધાર તમારી પાસે વિકલ્પ પસંદ કરવાની અને આસપાસની સ્થિતિને નિયંત્રિત કરવાની કેટલી સ્વતંત્રતા છે એના પર છે. હું કયા સંઘર્ષનો સ્વીકાર કરું અને કઈ માથાકૂટને દૂર રાખું એ નક્કી કરવાની છૂટ હોય એ મારી શાંતિ માટેની પૂર્વશરત છે. જે સંઘર્ષ સાર્થક છે એ શાંતિનો અનુભવ કરાવે. જે સંઘર્ષ નિરર્થક છે એ અશાંતિ આપે.

time-read
5 mins  |
October 14, 2024
એક શિક્ષકની બદલીએ ગામને હિબકે ચડાવ્યું!
Chitralekha Gujarati

એક શિક્ષકની બદલીએ ગામને હિબકે ચડાવ્યું!

ઘોડે બેસાડી રાઘવ કટકિયાને વિદાય આપનારા મિતિયાળાવાસીઓ ધ્રૂસકે ધ્રૂસકે રડ્યા.

time-read
3 mins  |
October 14, 2024
ઈઝરાયલનો પ્રતિશોધ ક્યાં અટકશે?
Chitralekha Gujarati

ઈઝરાયલનો પ્રતિશોધ ક્યાં અટકશે?

ગાઝા પટ્ટીથી થયેલા હુમલાને એક વર્ષ થવા આવ્યું છે ત્યારે ઈઝરાયલ આદું ખાઈને ઈસ્લામી આતંકી સંગઠનોની પાછળ પડ્યું છે. આ જૂથોના જે આગેવાન જ્યાં હાથમાં આવે ત્યાં એને ખતમ કરવા માટે ઈઝરાયલ મોટાં જોખમ પણ લઈ રહ્યું છે. ઈઝરાયલનું ઝનૂન જોતાં લાગે છે કે એનો જંગ ઝટ પૂરો નહીં થાય.

time-read
3 mins  |
October 14, 2024
જસ્ટ, એક મિનિટ.
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ.

પસંદગી કરવાનું આપણા હાથમાં છે. સુખી થવાનો એ મહામાર્ગ છે.

time-read
1 min  |
Chitralekha Gujarati - 14 October, 2024
પ્રશંસા અને ટીકાની વચ્ચે
Chitralekha Gujarati

પ્રશંસા અને ટીકાની વચ્ચે

જીવનમાં કેટલું હજી કરવાનું બાકી છે દુનિયાની દાદ કે ટીકા માટે વખત નથી.

time-read
2 mins  |
Chitralekha Gujarati - 14 October, 2024
ઈસ્ટ યા વેસ્ટ, ઈન્વેસ્ટમેન્ટ માટે ઈન્ડિયા ઈઝ બેસ્ટ...
Chitralekha Gujarati

ઈસ્ટ યા વેસ્ટ, ઈન્વેસ્ટમેન્ટ માટે ઈન્ડિયા ઈઝ બેસ્ટ...

વિદેશી ઈન્વેસ્ટર્સ શા માટે ભારતીય માર્કેટમાં એમનું રોકાણ વધારી રહ્યા છે? એનો જવાબ ભારતીય રોકાણકારોએ ખાસ જાણવો જોઈએ. વૈશ્વિક પરિબળો પણ ચોક્કસ સંકેત આપતાં રહ્યાં છે. આ જવાબની કેટલીક પાયાની બાબત સમજીએ...

time-read
2 mins  |
October 07, 2024