બજેટ પાસે કરબોજ ઘટાડવાની ભરપૂર અપેક્ષા
Chitralekha Gujarati|July 08, 2024
આ વખતના અંદાજપત્રમાં આવકવેરાની રાહત વધે એવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. કોને કેટલા લાભ મળશે અને કેટલા ફળશે એ મુદ્દો અત્યારે ચર્ચાનો વિષય બનતો જાય છે. વડા પ્રધાન અને નાણાપ્રધાન બન્ને માટે આ બજેટ પડકાર છે. પ્રજાના વિશાળ નારાજ વર્ગનાં દિલ જીતવાની આ તકનો લાભ મોદી સરકાર કઈ રીતે ઉઠાવશે એ જોવાનું રસપ્રદ રહેશે.
જયેશ ચિતલિયા
બજેટ પાસે કરબોજ ઘટાડવાની ભરપૂર અપેક્ષા

લોકસભાની ચૂંટણીમાં થોડી પીછેહઠ, થોડી નામોશી, થોડી નિરાશા, થોડી ભૂલ અને ઘણી બાબતોમાં ઓવર કૉન્ફિડન્સના અતિરેક બાદ સત્તા પર બિરાજમાન થયેલી મોદી સરકારે આ નવી મુદતમાં પ્રજાને રીઝવવાની રાજી કરવાની નીતિ-વ્યૂહરચના બદલવાનું નક્કી કર્યું હોવાનું આંખે ઊડીને વળગે છે. સત્તા ગ્રહણ કર્યા બાદ તરત જ કામે લાગી ગયેલી સરકારે એક પછી એક જાહેરાત અને મહત્ત્વનાં કામકાજ હાથ ધરી લીધાં વ્યય થવા લાગ્યો નારાજ પ્રજાને રાહત અને પ્રોત્સાહન આપવા માટે મોદી સરકાર પાસે અત્યારે તો હાથવગું કોઈ શસ્ત્ર હોય તો એ છે બજેટ. જુલાઈના અંતિમ સપ્તાહમાં જાહેર થનારા બજેટના સંકેત બહાર આવવાની શરૂઆત પણ થઈ ગઈ છે, જેમાં આ વખતે બધા જ વર્ગ માટે કંઈક ને કંઈક હશે, પણ જેમના પર છેલ્લાં અમુક વરસોમાં ખાસ ધ્યાન અપાયું નથી એવા વર્ગને પ્રાયોરિટી અપાશે અર્થાત્ મધ્યમ વર્ગ આ બજેટના કેન્દ્રસ્થાને હશે અને એને રીઝવવા માટે આવકવેરાની રાહત પણ કેન્દ્રસ્થાને રહેશે.

આ વિષયમાં આવકવેરાના નિષ્ણાતો-ટૅક્સ કન્સલ્ટન્ટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે ચિત્રલેખા સાથેની વાતચીતમાં રજૂ કરેલાં વિચારો-સૂચનોમાં કેવા સુધારાની અપેક્ષા છે એની ઝલક જોઈએ.

સરળીકરણની તાતી આવશ્યકતા

જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શાર્દુલ શાહ ચિત્રલેખા સાથેની વાતચીત માં કહે છે કે નાણાપ્રધાને તાજેતરમાં ઈન્કમ ટૅક્સમાં રાહત આપવા ના ઈશારા તો કર્યા છે, જેમાં વપરાશ વધે એવો અભિગમ પણ છે, જેથી અર્થતંત્રને વેગ મળે, કિન્તુ સીધા વેરાની બાબતે સૌથી મહત્ત્વની બાબત એના સરળીકરણની છે. આ કાનૂન છેલ્લા કેટલાક સમયથી ગૂંચવણભર્યો થતો ગયો છે તેમ જ બચત અને રોકાણને નિરુત્સાહ કરતી જોગવાઈ પર જોર વધ્યું છે.

આવકવેરામાં બે પ્રકાર (રિજિમ) પ્રમાણે માળખું અમલમાં મૂક્યા બાદ અર્થાત્ કરરાહત-કરમુક્તિની સુવિધા ભિન્ન કરાયા બાદ એક માળખું એવું બન્યું છે જે બચત-રોકાણને જાણે અલગ પાડી દેતું હોય એવું લાગે. અત્યારે કરમુક્તિ કે કરરાહતની આશાએ જે લોકો ફરિજયાત બચત કે રોકાણ કરતા રહ્યા છે એમને આ નવા માળખામાં આવું કોઈ પ્રોત્સાહન ઉપલબ્ધ નથી. આને પગલે લોકો પીપીએફ સહિત વિવિધ સરકારી કરબચત યોજના કે ઈન્વેસ્ટમેન્ટ સાધનો ટાળી રહ્યા છે. આમ કરવામાં એકંદરે ઈકોનોમીને વિપરીત અસર થવાની શક્યતા વધુ રહે છે.

This story is from the July 08, 2024 edition of Chitralekha Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the July 08, 2024 edition of Chitralekha Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM CHITRALEKHA GUJARATIView All
લોકશાહીને ધર્મ માનતા હો તો એના નિયમ પાળો...
Chitralekha Gujarati

લોકશાહીને ધર્મ માનતા હો તો એના નિયમ પાળો...

સંસદનું વધુ એક સત્ર ઝાઝાં કામકાજ વગર પૂરું થઈ ગયું. ગૌણ મુદ્દે લડાઈ-ઝઘડા વહોરીને, એમાં સમય વેડફીને સાંસદો મહત્ત્વના પ્રશ્નો વિશે ચર્ચા કરવાનું ટાળે છે. એટલું જ નહીં, પ્રજાના પ્રતિનિધિ તરીકે સંસદભવનમાં એમના અવાજને વાચા આપવાની ફરજ પણ ચૂકી જાય છે. આમાં પછી જન સામાન્યને રાજકારણીઓ પર ભરોસો કેમ બેસે?

time-read
3 mins  |
January 06, 2025
જસ્ટ, એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

ધીરજ અને આશાવાદીપણાનો અભિગમ આવા ઉત્સાહભંગની હાલતમાંથી ઉગારી શકે છે.

time-read
1 min  |
January 06, 2025
સંતાન હોવાં જોઈએ કે નહીં?
Chitralekha Gujarati

સંતાન હોવાં જોઈએ કે નહીં?

દિવસો એને ઘણાય અમૂલા દીધા અમે એનાથી દૂર એક ઘડી ના રહ્યા અમે સંતાન ના હોવાની પીડા એટલી ગમી સંતાનની જ જેમ ઉછેરી પીડા અમે.

time-read
2 mins  |
January 06, 2025
જલસાઘર
Chitralekha Gujarati

જલસાઘર

ભારતીય સંગીતનાં બે અણમોલ રતન ખોવાયાં...

time-read
2 mins  |
December 30, 2024
કોઈ પુરુષ નવાણીયો ન કુટાઈ જાય એ પણ જુઓ...
Chitralekha Gujarati

કોઈ પુરુષ નવાણીયો ન કુટાઈ જાય એ પણ જુઓ...

ઘરેલુ હિંસાના ઘણાખરા કેસમાં સ્ત્રી જ વિક્ટિમ હોય છે, પણ ક્યારેક આવું બને તો?

time-read
3 mins  |
December 30, 2024
બ્રેસ્ટ કેન્સરઃ જાણકાર બનો... સતર્ક રહો!
Chitralekha Gujarati

બ્રેસ્ટ કેન્સરઃ જાણકાર બનો... સતર્ક રહો!

મેનોપોઝને એક કુદરતી પ્રક્રિયા તરીકે સ્વીકારો, નહીં તો નાહકનાં દુઃખી થશો.

time-read
3 mins  |
December 30, 2024
સ્વાસ્થ્યવર્ધક છે કાળા તલનું કચરિયું.
Chitralekha Gujarati

સ્વાસ્થ્યવર્ધક છે કાળા તલનું કચરિયું.

આખા વરસની શક્તિ શરીરમાં ભરી લેવાની ઋતુ છે આ.

time-read
1 min  |
December 30, 2024
મોડર્ન ટેક્નોલોજી ને ખંતનાં વાવેતરથી લડ્યો સહળતાનો મબલક પાક
Chitralekha Gujarati

મોડર્ન ટેક્નોલોજી ને ખંતનાં વાવેતરથી લડ્યો સહળતાનો મબલક પાક

આજની યુવાપેઢી ખેતીથી દૂર ભાગી રહી છે. પરિવારનાં ખેતર સંભાળવા કોઈ જ ન હોય એવાં અનેક કુટુંબ છે ત્યારે રાજકોટની એક સ્ત્રી પચાસ વીઘાંની ખેતી સંભાળીને આજની પેઢીને નવી દિશા બતાવી રહી છે.

time-read
4 mins  |
December 30, 2024
શેતરંજની દુનિયાનો નવો સિતારો...
Chitralekha Gujarati

શેતરંજની દુનિયાનો નવો સિતારો...

ચોસઠ પ્યાદાંની દુનિયામાં માત્ર અઢાર વર્ષની વયે ડી. ગુકેશે મેળવેલી સિદ્ધિની સરાહના દુનિયાના ચેસ ચૅમ્પિયનોએ જ નહીં, પણ બીજા સેંકડો લોકોએ કરી. કેવી રીતે એણે આ લડાઈ જીતી, કોણ કોણ હતા એના સારથિ, શું હતી એની વ્યૂહનીતિ... એ જાણવું રસપ્રદ છે.

time-read
2 mins  |
December 30, 2024
સેવા-સુવિધાનો આ છે મહાકુંભ...
Chitralekha Gujarati

સેવા-સુવિધાનો આ છે મહાકુંભ...

પ્રયાગરાજ સહિતનાં રેલવેસ્ટેશનના રિ-મોડેલિંગ કરવા ઉપરાંત મુલાકાતીઓ માટે અનેક સ્થળે ટેન્ટ સિટી ઊભી થઈ રહી છે, તો આખી ‘સંગમ નારી′ ઠેર ઠેર ભીંતચિત્રોથી સજી રહી છે. શ્રદ્ધાળુઓ પ્રચારારાજમાં અનેક પ્રાચીન મંદિરનાં દર્શન કરી શકશે.

time-read
2 mins  |
December 30, 2024