આ અંધારિયો કમરો તમારી આંખ ખોલશે!
Chitralekha Gujarati|July 15, 2024
અંધજનોની વ્યથા સમજવી છે? ભારત માટે નવતર કહી શકાય એવા આશરે દાયકા અગાઉ શરૂ કરવામાં આવેલા ‘વિઝન-ઈન-ધ-ડાર્ક' પ્રોજેક્ટને હમણાં મ્યુઝિયમ તરીકેની ઓળખ મળી છે અને આ એક અભ્યાસનો-સંવેદનાનો વિષય બન્યો છે.
હેતલ રાવ (અમદાવાદ)
આ અંધારિયો કમરો તમારી આંખ ખોલશે!

આ એક મોટો રૂમ છે, એમાં પ્રવેશતાં જ તમે ના, અહીંથી આગળ નહીં વધી શકાય... કહીને બહાર નીકળી જાવ તો નવાઈ નહીં. કારણ માત્ર એટલું જ હતું કે એ રૂમ અંધકારથી ભરેલો હતો. એક ક્ષણ તો જાણે આંખો જ નથી એવો અહેસાસ થાય. આ જગ્યા એટલે અમદાવાદ અંધજન મંડળ દ્વારા તૈયાર કરવામાં આવેલો વિઝન-ઈન-ધ-ડાર્ક એક પ્રોજેક્ટના ભાગ રૂપે આ રૂમ તૈયાર કરવા પાછળનો હેતુ છે લોકોને પ્રજ્ઞાચક્ષુઓની વ્યથા સમજાવવાનો.

સવારથી રાત સુધી ધમધમતી જિંદગીમાં ક્યારેય વિચાર્યું છે કે જો આપણી પાસે આંખ જ ન હોય તો જિંદગી કેવી હોત? તો કદાચ દિવસ અને રાત વચ્ચેનું અંતર જ ન હોત! આંખમાં જરા અમથી ધૂળની કણી પડે તો પણ આપણે રાડ પાડીએ છીએ તો જે લોકોનાં જીવનમાં માત્ર અંધકાર હશે એ કેવી રીતે જીવનને જોતા હશે? પોતાનાં રોજિંદાં કામ કેવી રીતે કરતા હશે? આવા અનેક વિચારોને પૂર્ણવિરામ આપે છે વિઝન-ઈન-ધ-ડાર્ક રૂમની મુલાકાત.

આ પ્રોજેક્ટ અંતર્ગત અંધજન મંડળના પ્રાંગણમાં જ એક ડાર્ક રૂમ બનાવવામાં આવ્યો છે, જ્યાં ચારેકોર અંધકાર છે. એટલો અંધકાર કે રૂમમાં પ્રવેશ્યા પછી બાજુમાં કોણ છે એ પણ જોઈ શકાતું નથી. પ્રજ્ઞાચક્ષુઓ રોજિંદી ક્રિયા કેવી રીતે કરતા હશે એ સમજાવવા માટે આ રૂમમાં એક નાનકડું વિશ્વ ઊભું કરવામાં આવ્યું છે. રૂમમાં પ્રવેશ કરતાંની સાથે જ ભગવાનનું મંદિર છે, જ્યાં જુદાં જુદાં દેવી-દેવતાની મૂર્તિ મૂકવામાં આવી છે, જેનો સ્પર્શ કરીને ભગવાનની આરાધના કરવાની હોય છે. એ ઉપરાંત, અહીં દેશના કેટલાક સ્વાતંત્ર્યસેનાનીઓ અને નેતા-સંત પુરુષોની પ્રતિમા પણ છે. ગણપતિ દાદા કેવા લાગે છે કે ગુરુ નાનકની છબિ કેવી છે, વગેરે બાબતોનો અહેસાસ સ્પર્શ અને ધ્વનિ દ્વારા કરાવવામાં આવે છે.

ડો. ભૂષણ પુનાની

જયદેવ વણકર

નેત્રહીન વ્યક્તિનાં કામની સમજણ આપવાનો આ પ્રયાસ છે.

This story is from the July 15, 2024 edition of Chitralekha Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the July 15, 2024 edition of Chitralekha Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM CHITRALEKHA GUJARATIView All
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
Chitralekha Gujarati

વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...

બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.

time-read
2 mins  |
September 16, 2024
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
Chitralekha Gujarati

બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે

‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.

time-read
3 mins  |
September 16, 2024
આવા કિસ્સામાં પણ આવા ભેદભાવ કેમ?
Chitralekha Gujarati

આવા કિસ્સામાં પણ આવા ભેદભાવ કેમ?

આપણી સહાનુભૂતિ અને આપણા પ્રત્યાઘાત વર્ગ, વર્ણ અને વાડાબંધીથી પર હોવાં જોઈએ.

time-read
3 mins  |
September 16, 2024
યુરિનરી ઈનકન્ટિનન્સઃ શરમથી સમસ્યા નહીં ઉકેલે
Chitralekha Gujarati

યુરિનરી ઈનકન્ટિનન્સઃ શરમથી સમસ્યા નહીં ઉકેલે

અનિયંત્રિત પેશાબની વ્યાધિ પાછળ વધતી ઉંમર સિવાય અન્ય કારણ પણ હોઈ શકે.

time-read
3 mins  |
September 16, 2024
બાપ્પાને ચઢાવો બેસનના લાડુ કોપરાની બરફીનો ભોગ
Chitralekha Gujarati

બાપ્પાને ચઢાવો બેસનના લાડુ કોપરાની બરફીનો ભોગ

જ દુંદાળા દેવ માટે ઘરે જ બનાવો ગણરાયાને પસંદ આવે છે એવો પ્રસાદ.

time-read
4 mins  |
September 16, 2024
સૌંદર્યના વ્યવસાય સાથે અનેક મહિલાનાં જીવનની નવરચના
Chitralekha Gujarati

સૌંદર્યના વ્યવસાય સાથે અનેક મહિલાનાં જીવનની નવરચના

પિતાની ઈચ્છા હતી કે એ ડૉક્ટર બને, પરંતુ એને તો સ્ત્રીઓને પગભર કરવા માટે કામ કરવું હતું. હાથની રેખા એને લગ્ન પછી દુબઈ લઈ ગઈ. પછી એ જ હાથે હજારો યુવતીઓને મેંદી મૂકી એણે પોતાનું તકદીર લખ્યું અને બીજી મહિલાઓને પણ એ કામ શીખવી કમાણી કરતાં શીખવ્યું. એમની આ મહેનતનો રંગ ક્યારેય નહીં ઊતરે.

time-read
3 mins  |
September 16, 2024
એક સાધારણ શિક્ષકે આખા ગામને અપાવી અસાધારણ સિદ્ધિ
Chitralekha Gujarati

એક સાધારણ શિક્ષકે આખા ગામને અપાવી અસાધારણ સિદ્ધિ

સૌરાષ્ટ્રમાં કોડિનાર નજીક આવેલા સરખડી ગામની ઓળખ એક શિક્ષકે અપાર સંઘર્ષ અને ધૈર્યથી બદલી નાખી છે. આજે આ ગામ દેશભરમાં ‘વૉલીબૉલ વિલેજ’ તરીકે જાણીતું બન્યું છે. શિક્ષક દિન નિમિત્તે જાણીએ, એમની જહેમતની જોશભરી વાત.

time-read
4 mins  |
September 16, 2024
અનોખી પ્રતિજ્ઞા... અખંડ શ્રદ્ધા
Chitralekha Gujarati

અનોખી પ્રતિજ્ઞા... અખંડ શ્રદ્ધા

ગુજરાતના છેવાડાના ગામ રામગ્રીમાં એક જૈન મુનિએ જીવદયાની સમજ આપી અને એ માટે ગામલોકો પાસે પ્રતિજ્ઞા લેવડાવી, જે એક તક્તીમાં અંકિત થઈ. રામગ્રીમાં જૈનોની વસતિ નથી, પણ ગામના તમામ જૈનેતર લોકો ૭૭ વર્ષથી એ પ્રતિજ્ઞા પાળે છે. આવો જાણીએ, એક ગામની અતૂટ શ્રદ્ધાની કથા.

time-read
4 mins  |
September 16, 2024
પાછલા ચોમાસે પણ વીજળીથી તો રહો સાવધાન
Chitralekha Gujarati

પાછલા ચોમાસે પણ વીજળીથી તો રહો સાવધાન

વરસાદી વાદળમાંથી સરીને પૃથ્વી પર પટકાતી અગ્નિરેખા એટલે વીજળી. ચિત્ર, તસવીર કે ફોટોફ્રેમમાં અદ્ભુત રંગછટા વેરતી આ આકાશી વીજ ખરેખર તો દર વર્ષે વિશ્વના ૪૫,૦૦૦થી વધુ લોકોનો ભોગ લે છે. આપણાં કમનસીબે વીજળીથી થતી જાનહાનિમાં ભારત અગ્રસર છે.

time-read
4 mins  |
September 16, 2024
ચેતનાના સામાજિક-રાષ્ટ્રીય રંગોથી રંગાયેલો અવસર
Chitralekha Gujarati

ચેતનાના સામાજિક-રાષ્ટ્રીય રંગોથી રંગાયેલો અવસર

સ્વતંત્રતા સંગ્રામમાં એકતાના પ્રતીક રૂપે ખીલેલા ગણેશોત્સવે પાછલાં વર્ષોમાં કંઈકેટલા રંગ બદલ્યા. દરેક પ્રાંતમાં એની ઉજવણીનો માહોલ જુદો એ ન્યાયે ડાયમંડ નગરી સુરતમાં આ ઉજવણીનાં રૂપ-રંગ અનોખાં છે.

time-read
5 mins  |
September 16, 2024