૨૦૦૨માં ગોધરા સ્ટેશન નજીક અયોધ્યાથી આવી રહેલી સાબરમતી એક્સપ્રેસના કોચમાં કારસેવકોને જીવતા સળગાવી મૂકવાની આતંકી ઘટના પછી ગોધરાનું નામ ફરી એક વાર ચર્ચામાં છે. આ વખતે ગોધરાની જય જલારામ સ્કૂલ પણ શંકાના ઘેરામાં આવી. થયું એવું કે બિહારમાં નીટનું પેપર ફૂટ્યું ને ગોધરામાં પૈસા લઈને અમુક ઉમેદવારોના માર્ક્સ વધારવાનું તરકટ કરવામાં આવેલું. જો કે એ નિષ્ફળ બન્યું. થેન્ક્સ ટુ પંચમહાલ કલેક્ટર.
કલેક્ટરે જિલ્લા શિક્ષણાધિકારીને સમયસર સૂચના આપી હતી કે ગોધરાના નીટ એક્ઝામ સેન્ટરમાં કોઈ શિક્ષક દ્વારા ગેરરીતિ થવાની છે. તપાસ કરો.
પછી તો અધિકારીઓ ઍક્શનમાં આવ્યા. પાંચ મેએ બપોરે બે વાગે નીટની પરીક્ષા યોજાવાની હતી, પણ અધિકારીઓ સવારે સવા દસે જ પરવડી વિસ્તારના નીટ એક્ઝામ સેન્ટર જય જલારામ સ્કૂલમાં તપાસાર્થે ધસી ગયા.
આ ચકાસણીમાં એક શિક્ષકના ફોનમાંથી કેટલાક પરીક્ષાર્થીની માહિતી તથા અમુક શંકાસ્પદ સ્ક્રીન શૉટ મળ્યા. છેવટે ગેરરીતિનો આયોજનબદ્ધ ખેલ પાર પડે એ પહેલાં જ પૂરો થઈ ગયો.
જિલ્લા શિક્ષણાધિકારી કિરીટ પટેલની ફરિયાદના અનુસંધાનમાં નાયબ પોલીસ અધીક્ષક એન.વી. પટેલ અને ટીમે તપાસ હાથ ધરીને જય જલારામ સ્કૂલના ભૂતપૂર્વ શિક્ષક અને નીટ પરીક્ષા કેન્દ્રના ડેપ્યુટી સેન્ટર સુપરિન્ટેન્ડેન્ટ તુષાર ભટ્ટ, વચેટિયા મનાતા ગોધરાના આરિફ વોરા અને વિભોર આનંદ તથા શાળાના અંગ્રેજી માધ્યમના આચાર્ય અને પરીક્ષા કેન્દ્રના સિટી કો-ઑર્ડિનેટર પુરુષોત્તમ શર્મા, વડોદરાના એજ્યુકેશન કન્સલ્ટન્ટ પરશુરામ રૉય એમ પાંચ આરોપીની તબક્કાવાર ધરપકડ કરી. સાત લાખની રોકડ રકમ, ૨.૨૮ કરોડ રૂપિયાના ચેક, અમુક કોરા ચેક, સીસીટીવીનું ડીવીઆર, ફોન, પરીક્ષાર્થીની યાદી, દસ્તાવેજો, વગેરે જપ્ત કર્યાં.
This story is from the July 15, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the July 15, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.
આવા કિસ્સામાં પણ આવા ભેદભાવ કેમ?
આપણી સહાનુભૂતિ અને આપણા પ્રત્યાઘાત વર્ગ, વર્ણ અને વાડાબંધીથી પર હોવાં જોઈએ.
યુરિનરી ઈનકન્ટિનન્સઃ શરમથી સમસ્યા નહીં ઉકેલે
અનિયંત્રિત પેશાબની વ્યાધિ પાછળ વધતી ઉંમર સિવાય અન્ય કારણ પણ હોઈ શકે.
બાપ્પાને ચઢાવો બેસનના લાડુ કોપરાની બરફીનો ભોગ
જ દુંદાળા દેવ માટે ઘરે જ બનાવો ગણરાયાને પસંદ આવે છે એવો પ્રસાદ.
સૌંદર્યના વ્યવસાય સાથે અનેક મહિલાનાં જીવનની નવરચના
પિતાની ઈચ્છા હતી કે એ ડૉક્ટર બને, પરંતુ એને તો સ્ત્રીઓને પગભર કરવા માટે કામ કરવું હતું. હાથની રેખા એને લગ્ન પછી દુબઈ લઈ ગઈ. પછી એ જ હાથે હજારો યુવતીઓને મેંદી મૂકી એણે પોતાનું તકદીર લખ્યું અને બીજી મહિલાઓને પણ એ કામ શીખવી કમાણી કરતાં શીખવ્યું. એમની આ મહેનતનો રંગ ક્યારેય નહીં ઊતરે.
એક સાધારણ શિક્ષકે આખા ગામને અપાવી અસાધારણ સિદ્ધિ
સૌરાષ્ટ્રમાં કોડિનાર નજીક આવેલા સરખડી ગામની ઓળખ એક શિક્ષકે અપાર સંઘર્ષ અને ધૈર્યથી બદલી નાખી છે. આજે આ ગામ દેશભરમાં ‘વૉલીબૉલ વિલેજ’ તરીકે જાણીતું બન્યું છે. શિક્ષક દિન નિમિત્તે જાણીએ, એમની જહેમતની જોશભરી વાત.
અનોખી પ્રતિજ્ઞા... અખંડ શ્રદ્ધા
ગુજરાતના છેવાડાના ગામ રામગ્રીમાં એક જૈન મુનિએ જીવદયાની સમજ આપી અને એ માટે ગામલોકો પાસે પ્રતિજ્ઞા લેવડાવી, જે એક તક્તીમાં અંકિત થઈ. રામગ્રીમાં જૈનોની વસતિ નથી, પણ ગામના તમામ જૈનેતર લોકો ૭૭ વર્ષથી એ પ્રતિજ્ઞા પાળે છે. આવો જાણીએ, એક ગામની અતૂટ શ્રદ્ધાની કથા.
પાછલા ચોમાસે પણ વીજળીથી તો રહો સાવધાન
વરસાદી વાદળમાંથી સરીને પૃથ્વી પર પટકાતી અગ્નિરેખા એટલે વીજળી. ચિત્ર, તસવીર કે ફોટોફ્રેમમાં અદ્ભુત રંગછટા વેરતી આ આકાશી વીજ ખરેખર તો દર વર્ષે વિશ્વના ૪૫,૦૦૦થી વધુ લોકોનો ભોગ લે છે. આપણાં કમનસીબે વીજળીથી થતી જાનહાનિમાં ભારત અગ્રસર છે.
ચેતનાના સામાજિક-રાષ્ટ્રીય રંગોથી રંગાયેલો અવસર
સ્વતંત્રતા સંગ્રામમાં એકતાના પ્રતીક રૂપે ખીલેલા ગણેશોત્સવે પાછલાં વર્ષોમાં કંઈકેટલા રંગ બદલ્યા. દરેક પ્રાંતમાં એની ઉજવણીનો માહોલ જુદો એ ન્યાયે ડાયમંડ નગરી સુરતમાં આ ઉજવણીનાં રૂપ-રંગ અનોખાં છે.