આશરે દોઢસો વર્ષ અગાઉ બ્રિટનની સંસદમાં ઉચ્ચારવામાં આવેલું એક વિધાન શાશ્વત બની ગયું છે. જસ્ટિસ ડિલેમ્ડ ઈઝ જસ્ટિસ ડિનાઈડ અર્થાત્ મોડે મોડે કે બહુ વિલંબ બાદ મળતો ન્યાય એ ન્યાય ન મળવા સમાન છે. જ્યાં તળિયાથી લઈને ટોચની અદાલત સુધી સાડા ચાર કરોડ જેટલા પડતર કેસ હોય એ ભારત દેશમાં આ ઉક્તિની કોઈને ખબર ન હોય એવું તો ન જ બને.
સર્વોચ્ચ અદાલતના વડા ન્યાયમૂર્તિ ધનંજય ચંદ્રચૂડે હમણાં આ વાત જરા અલગ રીતે કહી. જો કે એમના કહેવાનો સાર એ જ હતો કે લાંબી લાંબી કાનૂની પ્રક્રિયાને લીધે લોકો કંટાળી જાય છે અને પરિણામે એમનો ન્યાયતંત્ર પરથી વિશ્વાસ ઊઠી જાય છે. અનેક વખત એવું થાય છે કે ફરિયાદી એના ખટલાનો અંતિમ ચુકાદો-તાર્કિક અંત આવે એ પહેલાં વર્ષોનાં વર્ષ ચાલતી કાનૂની કારવાઈથી વાજ આવીને અદાલતની બહાર જ કેસની પતાવટ કરી નાખે છે. એમાં સરવાળે ફાયદો આરોપીને થાય છે, કારણ કે કાયદા પ્રમાણે એને જે સજા થવી જોઈએ ત્યાં સુધી તો કેસ પહોંચતો જ નથી. આવા કિસ્સામાં આમ જોઈએ તો સજા ફરિયાદીને ભાગે જ આવે છે: ન્યાય મેળવવા માટે દીર્ઘ પ્રતીક્ષાની સજા!
ન્યાય મેળવવા માટેની પ્રક્રિયા કડાકૂટ જેવી બની જાય ત્યારે એ કોઈને પણ સજા ભોગવવા જેવું લાગે અને આપણે ત્યાં તો વર્ષોથી હાલત એવી જ છે. અત્યારે આપણી અદાલતોમાં જે કેસ ચાલી રહ્યા છે એમાં ૮૦ લાખ તો પાંચ કે દસ વર્ષ પહેલાંના છે અને એમાં પણ આશરે પાંચ લાખ કેસ તો વીસ-ત્રીસ વર્ષથી ન્યાયતંત્રના કોઈ ને કોઈ ખૂણે પડ્યા છે. હજારો કેસ એવા પણ હશે જેમાં મૂળ ફરિયાદી અને આરોપી હયાત ન હોય અને તેમ છતાં કેસ ખેંચાયા કરતા હોય. એક તો દેશની પ્રચંડ જનસંખ્યા અને બીજી બાજુ, પ્રમાણ તથા ગુણવત્તાની દૃષ્ટિએ ઊતરતું ન્યાયપ્રક્રિયાનું માળખું, આમાં સામાન્ય માણસનો તો કોઈ ગજ જ વાગે એમ નથી.
This story is from the August 19, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the August 19, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
લોકશાહીને ધર્મ માનતા હો તો એના નિયમ પાળો...
સંસદનું વધુ એક સત્ર ઝાઝાં કામકાજ વગર પૂરું થઈ ગયું. ગૌણ મુદ્દે લડાઈ-ઝઘડા વહોરીને, એમાં સમય વેડફીને સાંસદો મહત્ત્વના પ્રશ્નો વિશે ચર્ચા કરવાનું ટાળે છે. એટલું જ નહીં, પ્રજાના પ્રતિનિધિ તરીકે સંસદભવનમાં એમના અવાજને વાચા આપવાની ફરજ પણ ચૂકી જાય છે. આમાં પછી જન સામાન્યને રાજકારણીઓ પર ભરોસો કેમ બેસે?
જસ્ટ, એક મિનિટ...
ધીરજ અને આશાવાદીપણાનો અભિગમ આવા ઉત્સાહભંગની હાલતમાંથી ઉગારી શકે છે.
સંતાન હોવાં જોઈએ કે નહીં?
દિવસો એને ઘણાય અમૂલા દીધા અમે એનાથી દૂર એક ઘડી ના રહ્યા અમે સંતાન ના હોવાની પીડા એટલી ગમી સંતાનની જ જેમ ઉછેરી પીડા અમે.
જલસાઘર
ભારતીય સંગીતનાં બે અણમોલ રતન ખોવાયાં...
કોઈ પુરુષ નવાણીયો ન કુટાઈ જાય એ પણ જુઓ...
ઘરેલુ હિંસાના ઘણાખરા કેસમાં સ્ત્રી જ વિક્ટિમ હોય છે, પણ ક્યારેક આવું બને તો?
બ્રેસ્ટ કેન્સરઃ જાણકાર બનો... સતર્ક રહો!
મેનોપોઝને એક કુદરતી પ્રક્રિયા તરીકે સ્વીકારો, નહીં તો નાહકનાં દુઃખી થશો.
સ્વાસ્થ્યવર્ધક છે કાળા તલનું કચરિયું.
આખા વરસની શક્તિ શરીરમાં ભરી લેવાની ઋતુ છે આ.
મોડર્ન ટેક્નોલોજી ને ખંતનાં વાવેતરથી લડ્યો સહળતાનો મબલક પાક
આજની યુવાપેઢી ખેતીથી દૂર ભાગી રહી છે. પરિવારનાં ખેતર સંભાળવા કોઈ જ ન હોય એવાં અનેક કુટુંબ છે ત્યારે રાજકોટની એક સ્ત્રી પચાસ વીઘાંની ખેતી સંભાળીને આજની પેઢીને નવી દિશા બતાવી રહી છે.
શેતરંજની દુનિયાનો નવો સિતારો...
ચોસઠ પ્યાદાંની દુનિયામાં માત્ર અઢાર વર્ષની વયે ડી. ગુકેશે મેળવેલી સિદ્ધિની સરાહના દુનિયાના ચેસ ચૅમ્પિયનોએ જ નહીં, પણ બીજા સેંકડો લોકોએ કરી. કેવી રીતે એણે આ લડાઈ જીતી, કોણ કોણ હતા એના સારથિ, શું હતી એની વ્યૂહનીતિ... એ જાણવું રસપ્રદ છે.
સેવા-સુવિધાનો આ છે મહાકુંભ...
પ્રયાગરાજ સહિતનાં રેલવેસ્ટેશનના રિ-મોડેલિંગ કરવા ઉપરાંત મુલાકાતીઓ માટે અનેક સ્થળે ટેન્ટ સિટી ઊભી થઈ રહી છે, તો આખી ‘સંગમ નારી′ ઠેર ઠેર ભીંતચિત્રોથી સજી રહી છે. શ્રદ્ધાળુઓ પ્રચારારાજમાં અનેક પ્રાચીન મંદિરનાં દર્શન કરી શકશે.