ભગવાન શિવની આરાધનામાં રુદ્રાક્ષ જેટલું જ મહત્ત્વ બિલ્વપત્રનું છે. શિવપુરાણમાં બિલ્વપત્રનો મહિમા બહુ વિસ્તૃતપણે વર્ણવવામાં આવ્યો છે. બિલ્વપત્રનું વૃક્ષ હોય છે એ સ્થળને તીર્થ સમાન ગણવામાં આવ્યું છે.
ઠેર ઠેર બાંધકામને કારણે આજે શહેરોમાં તો ઝાઝાં ઝાડ જોવા મળતાં નથી. ત્યાં બીલીપત્ર કે બિલ્વપત્રના ઝાડની તો વાત જ ક્યાં કરવી? હવે તો ગામડાંગામમાં સુદ્ધાં નવા રસ્તા કે બીજાં કોઈ વિકાસકાર્યના નામે ઝાડ કપાઈ રહ્યાં છે. એ વચ્ચે ક્યાંકથી કોઈએ પોતાના ગામમાં બે-પાંચ-દસ કે પચાસ નહીં, પણ પચાસ હજાર વૃક્ષો વાવ્યાં હોવાના વાવડ આવે તો કેવું સારું લાગે!
આજે વાત કરવી છે સૌરાષ્ટ્રમાં પથરાળ અને બંજર કહી શકાય એવી જમીન પર ઊભા થયેલા ઘટાદાર વનની. એ પણ માત્ર બિલ્વપત્રનાં વૃક્ષોનું જંગલ!
ત્રિદલં ત્રિગુણાંકારમ ત્રિનેત્રં ચ ત્રયાયુધમ, ત્રિજન્મ પાપસંહારામ્ એકબિલ્વે શિવાર્પણ... પુરાણોમાં બિલ્વપત્રનો મહિમા વર્ણવવામાં આવ્યો છે અને એમાં કહેવાયું છે કે ત્રણ પાનવાળું એક બિલ્વપત્ર જો ભગવાન શિવજીને ચડાવવામાં આવે તો ત્રણ જન્મનાં પાપનો નાશ થાય છે. બિલ્વપત્રને સાક્ષાત્ શિવસ્વરૂપ માનવામાં આવે છે. જે કોઈ શ્રદ્ધાળુ ભોલેનાથને બિલ્વપત્ર અર્પણ કરી આરાધના કરે તો એમની મનોકામના પૂર્ણ થાય છે.
કેટલાક લોકો ત્રણ પાનવાળા બીલીપત્રને શંકરની ત્રણ આંખ (ત્રિનેત્ર) ગણે છે, કોઈ એને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ ત્રિદેવ સાથે સાંકળે છે તો કોઈ વળી સત્ત્વ, રજસ અને તમસ એ ત્રિગુણ સાથે જોડે છે.
This story is from the August 19, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the August 19, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
લોકશાહીને ધર્મ માનતા હો તો એના નિયમ પાળો...
સંસદનું વધુ એક સત્ર ઝાઝાં કામકાજ વગર પૂરું થઈ ગયું. ગૌણ મુદ્દે લડાઈ-ઝઘડા વહોરીને, એમાં સમય વેડફીને સાંસદો મહત્ત્વના પ્રશ્નો વિશે ચર્ચા કરવાનું ટાળે છે. એટલું જ નહીં, પ્રજાના પ્રતિનિધિ તરીકે સંસદભવનમાં એમના અવાજને વાચા આપવાની ફરજ પણ ચૂકી જાય છે. આમાં પછી જન સામાન્યને રાજકારણીઓ પર ભરોસો કેમ બેસે?
જસ્ટ, એક મિનિટ...
ધીરજ અને આશાવાદીપણાનો અભિગમ આવા ઉત્સાહભંગની હાલતમાંથી ઉગારી શકે છે.
સંતાન હોવાં જોઈએ કે નહીં?
દિવસો એને ઘણાય અમૂલા દીધા અમે એનાથી દૂર એક ઘડી ના રહ્યા અમે સંતાન ના હોવાની પીડા એટલી ગમી સંતાનની જ જેમ ઉછેરી પીડા અમે.
જલસાઘર
ભારતીય સંગીતનાં બે અણમોલ રતન ખોવાયાં...
કોઈ પુરુષ નવાણીયો ન કુટાઈ જાય એ પણ જુઓ...
ઘરેલુ હિંસાના ઘણાખરા કેસમાં સ્ત્રી જ વિક્ટિમ હોય છે, પણ ક્યારેક આવું બને તો?
બ્રેસ્ટ કેન્સરઃ જાણકાર બનો... સતર્ક રહો!
મેનોપોઝને એક કુદરતી પ્રક્રિયા તરીકે સ્વીકારો, નહીં તો નાહકનાં દુઃખી થશો.
સ્વાસ્થ્યવર્ધક છે કાળા તલનું કચરિયું.
આખા વરસની શક્તિ શરીરમાં ભરી લેવાની ઋતુ છે આ.
મોડર્ન ટેક્નોલોજી ને ખંતનાં વાવેતરથી લડ્યો સહળતાનો મબલક પાક
આજની યુવાપેઢી ખેતીથી દૂર ભાગી રહી છે. પરિવારનાં ખેતર સંભાળવા કોઈ જ ન હોય એવાં અનેક કુટુંબ છે ત્યારે રાજકોટની એક સ્ત્રી પચાસ વીઘાંની ખેતી સંભાળીને આજની પેઢીને નવી દિશા બતાવી રહી છે.
શેતરંજની દુનિયાનો નવો સિતારો...
ચોસઠ પ્યાદાંની દુનિયામાં માત્ર અઢાર વર્ષની વયે ડી. ગુકેશે મેળવેલી સિદ્ધિની સરાહના દુનિયાના ચેસ ચૅમ્પિયનોએ જ નહીં, પણ બીજા સેંકડો લોકોએ કરી. કેવી રીતે એણે આ લડાઈ જીતી, કોણ કોણ હતા એના સારથિ, શું હતી એની વ્યૂહનીતિ... એ જાણવું રસપ્રદ છે.
સેવા-સુવિધાનો આ છે મહાકુંભ...
પ્રયાગરાજ સહિતનાં રેલવેસ્ટેશનના રિ-મોડેલિંગ કરવા ઉપરાંત મુલાકાતીઓ માટે અનેક સ્થળે ટેન્ટ સિટી ઊભી થઈ રહી છે, તો આખી ‘સંગમ નારી′ ઠેર ઠેર ભીંતચિત્રોથી સજી રહી છે. શ્રદ્ધાળુઓ પ્રચારારાજમાં અનેક પ્રાચીન મંદિરનાં દર્શન કરી શકશે.