મજહબના નામે આંખમાં આંજવામાં આવતું ઝનૂન કેવું ઝેરીલું હોય એનો તાજો દાખલો અત્યારે આપણને બાંગ્લાદેશમાં જોવા મળે છે. ભારતે માથે ઊભા રહીને મૂળ પાકિસ્તાનના આ પૂર્વ હિસ્સાને આઝાદી અપાવી હતી, એનો ગણ ભૂલી જઈ બાંગ્લા પ્રજા અત્યારે એમને ત્યાં ચાલી રહેલાં દરેક અનિષ્ટ માટે દોષનું નાળિયેર ભારતને માથે ફોડે છે. ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં ભારતતરફી મનાતાં વડા પ્રધાન શેખ હસીનાને એમનો હોદ્દો છોડી ભાગવાની ફરજ પડી ત્યારથી બાંગ્લાદેશમાં જબરો ભારતવિરોધી માહોલ જામ્યો છે અને એ દિવસે ને દિવસે વધુ બળવત્તર બની રહ્યો છે.
ભારે વરસાદને કારણે બાંગ્લાદેશના ઘણા વિસ્તારો પાણી પાણી થઈ ગયા, એ માટેનું પણ આળ આવ્યું ભારતના માથે.
બાંગ્લાદેશના વિકાસમાં અને રાજનીતિમાં ભારત રોડાં નાખે છે...થી માંડી બાંગ્લાદેશમાં પૂર આવે એ માટે ભારતે કેટલીક નદી પરના બંધના દરવાજા ખોલી નાખ્યા છે... એવા આક્ષેપ અત્યારે થઈ રહ્યા છે અને બાંગ્લાદેશનો એક પણ આગેવાન એના ખંડન માટે હરફ સુદ્ધાં ઉચ્ચારતો નથી. ઊલટું, બાંગ્લાદેશની વચગાળાની સરકારના સલાહકાર તરીકે હંગામી વડા પ્રધાન જેવો દરજ્જો ધરાવતા મોહમ્મદ યુનુસે તો છેલ્લા મહિના દરમિયાન ત્યાંના હિંદુઓ પર થયેલા અત્યાચારની ઘટનાઓ ભારત દર્શાવે છે એટલી વધારે નથી એવું સાફ સંભળાવી દીધું. ધર્માંધ બાંગ્લા પ્રજાના દમનથી ત્રાસીને જાન બચાવવા ભારતીય મૂળના હજારો લોકો (વિશેષતઃ હિંદુઓ) સરહદ ઓળંગવા મોટું જોખમ લઈ રહ્યા છે એ હકીકત મોહમ્મદ યુનુસ સિફતથી ભૂલી જાય છે.
This story is from the September 09, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the September 09, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
લોકશાહીને ધર્મ માનતા હો તો એના નિયમ પાળો...
સંસદનું વધુ એક સત્ર ઝાઝાં કામકાજ વગર પૂરું થઈ ગયું. ગૌણ મુદ્દે લડાઈ-ઝઘડા વહોરીને, એમાં સમય વેડફીને સાંસદો મહત્ત્વના પ્રશ્નો વિશે ચર્ચા કરવાનું ટાળે છે. એટલું જ નહીં, પ્રજાના પ્રતિનિધિ તરીકે સંસદભવનમાં એમના અવાજને વાચા આપવાની ફરજ પણ ચૂકી જાય છે. આમાં પછી જન સામાન્યને રાજકારણીઓ પર ભરોસો કેમ બેસે?
જસ્ટ, એક મિનિટ...
ધીરજ અને આશાવાદીપણાનો અભિગમ આવા ઉત્સાહભંગની હાલતમાંથી ઉગારી શકે છે.
સંતાન હોવાં જોઈએ કે નહીં?
દિવસો એને ઘણાય અમૂલા દીધા અમે એનાથી દૂર એક ઘડી ના રહ્યા અમે સંતાન ના હોવાની પીડા એટલી ગમી સંતાનની જ જેમ ઉછેરી પીડા અમે.
જલસાઘર
ભારતીય સંગીતનાં બે અણમોલ રતન ખોવાયાં...
કોઈ પુરુષ નવાણીયો ન કુટાઈ જાય એ પણ જુઓ...
ઘરેલુ હિંસાના ઘણાખરા કેસમાં સ્ત્રી જ વિક્ટિમ હોય છે, પણ ક્યારેક આવું બને તો?
બ્રેસ્ટ કેન્સરઃ જાણકાર બનો... સતર્ક રહો!
મેનોપોઝને એક કુદરતી પ્રક્રિયા તરીકે સ્વીકારો, નહીં તો નાહકનાં દુઃખી થશો.
સ્વાસ્થ્યવર્ધક છે કાળા તલનું કચરિયું.
આખા વરસની શક્તિ શરીરમાં ભરી લેવાની ઋતુ છે આ.
મોડર્ન ટેક્નોલોજી ને ખંતનાં વાવેતરથી લડ્યો સહળતાનો મબલક પાક
આજની યુવાપેઢી ખેતીથી દૂર ભાગી રહી છે. પરિવારનાં ખેતર સંભાળવા કોઈ જ ન હોય એવાં અનેક કુટુંબ છે ત્યારે રાજકોટની એક સ્ત્રી પચાસ વીઘાંની ખેતી સંભાળીને આજની પેઢીને નવી દિશા બતાવી રહી છે.
શેતરંજની દુનિયાનો નવો સિતારો...
ચોસઠ પ્યાદાંની દુનિયામાં માત્ર અઢાર વર્ષની વયે ડી. ગુકેશે મેળવેલી સિદ્ધિની સરાહના દુનિયાના ચેસ ચૅમ્પિયનોએ જ નહીં, પણ બીજા સેંકડો લોકોએ કરી. કેવી રીતે એણે આ લડાઈ જીતી, કોણ કોણ હતા એના સારથિ, શું હતી એની વ્યૂહનીતિ... એ જાણવું રસપ્રદ છે.
સેવા-સુવિધાનો આ છે મહાકુંભ...
પ્રયાગરાજ સહિતનાં રેલવેસ્ટેશનના રિ-મોડેલિંગ કરવા ઉપરાંત મુલાકાતીઓ માટે અનેક સ્થળે ટેન્ટ સિટી ઊભી થઈ રહી છે, તો આખી ‘સંગમ નારી′ ઠેર ઠેર ભીંતચિત્રોથી સજી રહી છે. શ્રદ્ધાળુઓ પ્રચારારાજમાં અનેક પ્રાચીન મંદિરનાં દર્શન કરી શકશે.