યસ, સર...
એક બહુ સારા લેખક હતા. એ રાજધાની ગયા. એક સમારોહમાં એમની મુખ્ય પ્રધાન સાથે મુલાકાત થઈ. એ પહેલાં પણ મુખ્ય પ્રધાનને મળી ચૂક્યા છે. મુખ્ય પ્રધાને એમને પૂછ્યું: ‘મજામાં છો ને? કોઈ સમસ્યા નથી ને?’ લેખકે કહ્યું: ‘મામૂલી મુશ્કેલી છે. ઘરનું કષ્ટ છે. એક સારું ઘર મળી જાય તો લખવા-વાંચવાનું સારું રહે.’ મુખ્ય પ્રધાને કહ્યું: ‘હું ચીફ સેક્રેટરીને કહી દઉં છું, તમને મકાન એલોટ થઈ જશે.'
મુખ્ય પ્રધાને ચીફ સેક્રેટરીને કહ્યું કે લેખકને ઘર એલોટ કરી દો. ચીફ સેક્રેટરીએ કહ્યું: ‘યસ, સર.’
ચીફ સેક્રેટરીએ કમિશનરને કહી દીધું. કમિશનરે કહ્યું: ‘યસ, સર.' કમિશનરે કલેક્ટરને કહ્યુંઃ ‘ફલાણા લેખકને ઘર એલોટ કરી દો.’ કલેક્ટરે કહ્યું: ‘યસ, સર’. કલેક્ટરે રેન્ટ કન્ટ્રોલરને કહી દીધું. એણે કહ્યું: ‘યસ, સર.' રેન્ટ કન્ટ્રોલરે રેન્ટ ઈન્સ્પેક્ટરને કહી દીધું. એણે પણ કહ્યું: ‘યસ, સર.’
બધું જ નિયમાનુસાર થયું. સમગ્ર વહીવટી તંત્ર ઘર આપવાના કામમાં રોકાઈ ગયું. દોઢ વર્ષ પછી લેખકની ફરીથી મુખ્ય પ્રધાન સાથે મુલાકાત થઈ. મુખ્ય પ્રધાનને યાદ આવ્યું કે એમનું કશું કામ હતું. મકાન એલોટ કરવાનું હતું.
એમણે પૂછ્યું: ‘બોલો, હવે તો સરસ મકાન મળી ગયું હશે?’
લેખકે કહ્યું: ‘નથી મળ્યું.’
મુખ્ય પ્રધાને કહ્યું: ‘અરે, મેં તો બીજા જ દિવસે સૂચના આપી દીધી હતી.’
લેખકે કહ્યું: ‘જી હા, ઉપરથી નીચે સુધી યસ, સર થઈ ગયું.’
- હરિશંકર પરસાઈ
***
આ વર્ષ વિખ્યાત હિંદી વ્યંગકાર હરિશંકર પરસાઈનું જન્મશતાબ્દી વર્ષ છે. જન્મ: ૨૨ ઓગસ્ટ, ૧૯૨૪. મૃત્યુઃ ૧૦ ઓગસ્ટ, ૧૯૯૫. પરસાઈ એમની સીધી અને તીખી લેખનશૈલીને કારણે વ્યંગજગતના ક્રાંતિ ! દૂત તરીકે ઓળખાય છે. એમણે વ્યંગને એના છીછરાપણામાંથી બહાર કાઢીને સાહિત્યમાં એક આદરણીય સ્થાન આપ્યું હતું.
વાસ્તવમાં, વ્યંગલેખન પ્રમાણમાં મુશ્કેલ શૈલી છે. એમાં જો કાળજી લેવામાં ના આવે તો એ એક હાસ્યાસ્પદ કૉમેડી બની જાય છે. પરસાઈએ વ્યંગને સંતુલિત કર્યો હતો અને એને હળવા મનોરંજનના પરંપરાગત સીમાડામાંથી બહાર કાઢીને સમાજના વ્યાપક પ્રશ્નો સાથે જોડ્યો હતો.
This story is from the September 09, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the September 09, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
સૌથી પ્રાચીન એવા આ વ્યવસાયને ગુનો ગણવાનું બંધ કરીએ...
સમાજને ‘સ્વચ્છ’ રાખવાનું કામ કરતી રૂપજીવિનીઓને પાયાના અધિકાર ક્યારે મળશે?
ઓછામાં ઝાઝું સમજો... માનસિક સ્વાસ્થ્ય જાળવો!
ઘરમાંથી અને જીવનમાંથી પણ નકામી-બિનજરૂરી ચીજોનો નિકાલ કરો તો મનનો ભાર ઓછો થશે.
લગ્ન પહેલાં આપો ચહેરાને કુદરતી રામક
વેજિટેબલ જ્યુસમાં આ ચીજો ઉમેરી શિયાળાને બનાવીએ હેલ્થી ને હૅપ્પી.
એની રંગોળીના રંગ એટલે જાણે સેવાની સરવાણી
રંગોળી માત્ર દિવાળીના દિવસોમાં જ હોય એવું જરૂરી નથી. કોઈ પણ પ્રસંગે રંગોળી બનાવી આ કળાને કારકિર્દીમાં પલટી નાખી અને સાથોસાથ એ દરમિયાન જ ગરીબોને નિયમિત મદદરૂપ થવાનું વિચારનારા યુવાનો ઘણા ઓછા હોય છે. જો કે રંગોળીકળામાં નિપુણ એક રાજકોટવાસી યુવતીએ પોતાની કમાણીમાંથી જરૂરતમંદ લોકોને સહાય કરીને યુવાપેઢીને નવો રાહ ચીંધ્યો છે.
બાપુનું કથામૃત બન્યું વિદ્યાર્થિનીના સંશોધનનો વિષય
મોરારિબાપુ શિક્ષણ રાહ બતાવે રામાયણ
એક મકાન ઐસા ભી.
જાણીતા સંગીતકાર બપ્પી લહિરીના હમશકલ એવા ખંભાતના બાલમુકુંદ પરીખનું ઘર ખરેખર જોવા જેવું છે.
તમને ખબર છે, અમદાવાદની પોતીકી છે આશાવલી સાડી?
આશરે સાતસો વર્ષ પહેલાં ભીલ રાજા સ્થાપિત આશાવલ નગર એટલે કે આજના અમદાવાદના એક વિસ્તારમાં અનેક હાથસાળ ચાલતી, એમાં રેશમની સાડી કુદરતી રંગોથી બનતી. હવે જો કે એક જ પરિવાર આ સાડી બનાવે છે. પ્રાકૃતિક સામગ્રી અને હાથવણાટની આગવી શૈલીથી ઓપતી આ સાડી સાથે એ પરિવારે બીજા દેશની વસ્ત્રકળાનો પણ સમન્વય સાધ્યો છે.
સેવા-સમર્પણ-શ્રદ્ધાનો ઓચ્છવ...
બીએપીએસ કાર્યકર સુવર્ણ મહોત્સવ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં BAPS સ્વામિનારાયણ સંસ્થાએ ન ભૂતો ન ભવિષ્યતિ એવો ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’ યોજી ઈતિહાસ રચ્યો. સવા ચાર કલાક ચાલેલા આ કાર્યક્રમના મૂળમાં હતો નિઃસ્વાર્થભાવે સેવા કરતા સંસ્થાના સંનિષ્ઠ કાર્યકરોનો ઋણસ્વીકાર. આ ઐતિહાસિક કાર્યક્રમમાં દેશ-વિદેશથી એક લાખથી વધુ કાર્યકરોએ ઉમળકાભેર ભાગ લીધો.
મુખ્ય મંત્રીએ કી દબાવી... ને આ રીતે સ્ક્રીન પર ખૂલ્યો ખજાનો!
હવે હાજર છે નવીનક્કોર ડિઝાઈન સાથે ‘ચિત્રલેખા’ ડિજિટલ.
ડીપ સ્ટેટની માયાજાળઃ તથ્ય કે તરકટ?
દેશ-વિદેશની સરકારોને અસ્થિર કરતી અજાણી શક્તિઓનો સોનિયા અને રાહુલ ગાંધી હાથો બન્યાં હોવાના આરોપ થઈ રહ્યા છે ત્યારે આ ભેદી જૂથોના કિરદારો ઓળખી લેવા જેવા છે.