વડોદરા... વિવિધ કળાના મહારથીઓએ જેને આપણી ભવ્ય સંસ્કૃતિના સંસ્કાર સીંચ્યા છે એ નગરી. એક જમાનામાં વીરાવત એવા નામે જાણીતું વડોદરા વિશ્વામિત્રી નદીના કાંઠે વસ્યું છે. એ જ નદી, જેનાં પાણીએ હમણાં વડોદરાને દિવસો સુધી બાનમાં રાખ્યું.
ખેર, વિશ્વામિત્રીનાં નીર હવે ઓસરી ગયાં છે અને મહાપૂરની ભૂતાવળ વીસરી વડોદરાવાસીઓ એમના લાડકા દેવને વધાવવાની તૈયારીમાં લાગી ગયા છે.
વડોદરાનો રાજવંશ મૂળ મરાઠી, માટે અહીંની પ્રજાને પણ ગણેશજી પ્રત્યે અપાર શ્રદ્ધા. ગાયકવાડકુળના લક્ષ્મીવિલાસ પેલેસમાં તો ૧૮૨૩થી દર વર્ષે ગણેશસ્થાપના થાય છે. રાજમહેલના ગણપતિ જો કે ઘણી રીતે અનોખા છે. શરૂઆતથી બાપ્પાની આ મૂર્તિ ચૌહાણપરિવાર બનાવે છે. સંપૂર્ણ માટીની બનેલી ગણેશપ્રતિમાને મહારાષ્ટ્રીયન પરંપરા મુજબ નાચ-ગાન કરતાં પાલખીમાં બેસાડી રાજમહેલમાં લાવવામાં આવે છે. ત્યાર બાદ દરબાર હૉલમાં બિરાજમાન કરાવીને દસ દિવસ પરંપરાગત રીતે એમની પૂજા થાય. વચ્ચેના અમુક દિવસોમાં સામાન્ય વ્યક્તિ પણ રાજમહેલમાં ગણેશદર્શને જઈ શકે.
ઓગણીસમી સદીનાં છેલ્લાં વર્ષોમાં લોકમાન્ય ટિળકે અંગ્રેજ મહાસત્તા સામે ભારતીયોને ભેગા કરવા તહેવારની સામાજિક ઉજવણીના નામે સાર્વજનિક ગણેશોત્સવની ઉજવણીનો આરંભ કર્યો ત્યારથી મુંબઈ અને પુણેની જેમ વડોદરામાં પણ એની શરૂઆત થઈ. આશ્ચર્યની વાત એ છે કે એક સદી પહેલાંથી ગણેશોત્સવનું આયોજન કરતાં અને અત્યારે પણ કાર્યરત હોય એવાં ૧૫ મોટાં મંડળ વડોદરામાં છે. અલબત્ત, શહેરમાં કુલ ગણેશમંડળોની સંખ્યા તો હવે આઠ હજારની ઉપર પહોંચી ગઈ છે.
This story is from the September 16, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the September 16, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...
નવું વર્ષ... નવી શરૂઆાત
બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.
માનું દૂધ પણ અમૃત સમાન રહ્યું નથી!
નવજાત શિશુનો પહેલો આહાર એટલે એની જનેતાનું દૂધ. એ દૂધ જે બાળક માટે અનેક વ્યાધિ સામેનું ટૉનિક પણ છે. જો કે હવે એવો દાવો કરી શકાય એમ નથી. હવા અને પાણીમાં ઠલવાતાં વિષારી તત્ત્વો તથા કેમિકલ્સ કોઈ ને કોઈ રીતે આપણા શરીરમાં પહોંચે છે. એ પ્રમાણ એટલું વધી ગયું છે કે એનાથી તો હવે માતાનું દૂધ સુદ્ધાં અભડાઈ ગયું છે.
સંવેદનશીલ સાહિત્યકારના મનોજગતમાં ડોકિયું
સામાજિક નિસબત સાથે લલિત સાહિત્યનું સંતુલન જાળવી સાતત્યથી સર્જન કરતાં હિમાંશી શેલતને પ્રતિષ્ઠિત ‘કુવેમ્પૂ રાષ્ટ્રીય પુરસ્કાર' જાહેર થયો છે ત્યારે આ...