ચેતનાના સામાજિક-રાષ્ટ્રીય રંગોથી રંગાયેલો અવસર
Chitralekha Gujarati|September 16, 2024
સ્વતંત્રતા સંગ્રામમાં એકતાના પ્રતીક રૂપે ખીલેલા ગણેશોત્સવે પાછલાં વર્ષોમાં કંઈકેટલા રંગ બદલ્યા. દરેક પ્રાંતમાં એની ઉજવણીનો માહોલ જુદો એ ન્યાયે ડાયમંડ નગરી સુરતમાં આ ઉજવણીનાં રૂપ-રંગ અનોખાં છે.
અરવિંદ ગોંડલિયા (સુરત)
ચેતનાના સામાજિક-રાષ્ટ્રીય રંગોથી રંગાયેલો અવસર

૧૯૮૬-૮૭ની વાત. સુરતના રાજમાર્ગ પરથી બાપ્પાની વિસર્જનયાત્રા પસાર થઈ રહી છે. ઢોલના ધબકારે ભક્તો નાચી રહ્યા હતા. એવામાં વાહન ટેકઓવર કરવાના મામલે બે ગણેશમંડળ વચ્ચે ચકમક ઝરી. ઝઘડો વધ્યો અને ધિંગાણામાં ત્રણ યુવાનોની હત્યા થઈ. શહેર આખું સ્તબ્ધ.

ગણેશ ઉત્સવ દરમિયાન આવાં કેટલાંય દૂષણો એ સમયે હતાં, જેને નાબૂદ કરવાના નિર્ધાર સાથે સુરતમાં શ્રી ગણેશ ઉત્સવ સમિતિનો જન્મ થયો. ત્યારથી આજ સુધી અનેક સામાજિક બદલાવ સાથે સુરતમાં આ સમિતિના માર્ગદર્શન હેઠળ ગણેશ ઉત્સવની ઉજવણી થાય છે.

ઈતિહાસ જોઈએ તો લોકમાન્ય ટિળકે સાર્વજનિક ગણેશ ઉત્સવનો આરંભ કરાવ્યો એ વાયરો સુરત સુધી પણ પહોંચ્યો. ૧૯૪૨માં ગોપીપુરા હિંદુ મિલન મંદિરમાં પ્રથમ સાર્વજનિક ગણેશોત્સવ ઊજવાયો. આઝાદી પછી આ ઉજવણીનો વિસ્તાર થયો, પરંતુ સાથે દૂષણો પણ ઘૂસ્યાં. પંડાલમાં દારૂ-જુગારની મહેફિલ, મોડી રાત સુધી લાઉડસ્પીકર પરથી ગીતોનો અવાજ, દર્શન અને વિસર્જનની ભીડમાં છેડતી, ધમાલ, મારામારી, હત્યા... અને છેલ્લે ટ્રિપલ મર્ડરની ઘટના બાદ સુરતના સંતજનોનું હૃદય દ્રવી ઊઠ્યું કે ભગવાનના ઉત્સવની આવી કેવી વલે?

ક્યાંક બાપ્પાને લાખોના દામીના ચહે છે, ક્યાંક એમના આગમન વખતે લાખોના ખર્ચે રોશની કરવામાં આવે છે તો ક્યાંક દસ દિવસ એમને બિરાજમાન કરવા હીરામહેલ તૈયાર થાય છે. ગણેશોત્સવ નિમિત્તે સુરતમાં જનજાગૃતિના કાર્યક્રમ થાય છે અને શહીદોના પરિવારને સહાય પણ કરવામાં આવે છે.

આ વચ્ચે દૈનિક ગુજરાત મિત્રમાં ભગવતીકુમાર શર્માનો આ વિષય પરનો લેખ આવ્યો ને ૧૯૮૮માં અંબરીષાનંદ સ્વામીના માર્ગદર્શન હેઠળ ૧૫ સંતોની ગાઈડલાઈન મુજબ ગણેશ ઉત્સવ સમિતિની રચના થઈ. સમિતિએ આચારસંહિતા ઘડીને લોકોને એ મુજબ ઉજવણી કરવા પ્રેર્યા. રસ્તામાં કંકુગુલાલ ઉડાડવાનું બંધ થયું, ચોક્કસ રૂટ બન્યા, ઓવારાની સંખ્યા વધારાઈ, પોલીસ-પાલિકા વચ્ચે સંકલન થયું અને લોકોને માટીની મૂર્તિ માટે પ્રેરિત કરવા છેલ્લાં ચાર વર્ષથી સમિતિ દ્વારા ઝુંબેશ પણ ચાલે છે.

This story is from the September 16, 2024 edition of Chitralekha Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the September 16, 2024 edition of Chitralekha Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM CHITRALEKHA GUJARATIView All
સંઘર્ષ અને સફળતા સુધીની સ્વાદિષ્ટ સફર
Chitralekha Gujarati

સંઘર્ષ અને સફળતા સુધીની સ્વાદિષ્ટ સફર

એક સમય હતો જ્યારે એ પોતાના પરિવાર માટે જ રસોઈ બનાવતાં. બાળકોને શું ભાવે છે, પતિને શું ગમશે એ પ્રમાણે જ રસોડામાં એમનું કામ શરૂ થાય. જો કે જીવનના સાડા સાત દાયકા પછી, કોવિડ સમયે એમણે અથાણાં, નાસ્તા અને ગુજરાતી થાળીના ઑર્ડર લેવાનું શરૂ કર્યું અને પછી તો ટીવી શો ‘માસ્ટર શેફ’માં ભાગ લઈ એ બધાનાં લાડીલાં બની ગયાં.

time-read
5 mins  |
February 24, 2025
આ... અબ તો લૌટ ચલેં!
Chitralekha Gujarati

આ... અબ તો લૌટ ચલેં!

ડોનાલ્ડ ટ્રમ્પના કડક વલણ છતાં આજે પણ એવા લોકો છે, જેમને ગેરકાયદે અમેરિકા જવું છે. આ લોકોને એમ છે કે અમેરિકામાં દૂધની નદીઓ વહે છે અને ડૉલર ઝાડ પર ઊગે છે. અમેરિકા જતાંવેંત સુખ-સમૃદ્ધિ મળી જશે એવું ધારતા, અમેરિકન ડ્રીમ સાકાર કરવા લાખો-કરોડો રૂપિયા તથા જીવ જોખમમાં મૂકનારા આવા શેખચલ્લીઓ ક્યારે ચેતશે?

time-read
5 mins  |
February 24, 2025
ગેરરીતિ સામેની લડતે ગાદી અપાવી... ગેરરીતિને લીધે ગાદી ગઈ
Chitralekha Gujarati

ગેરરીતિ સામેની લડતે ગાદી અપાવી... ગેરરીતિને લીધે ગાદી ગઈ

ભ્રષ્ટાચાર સામેના જન આંદોલનના આગેવાન તરીકે રાજકારણમાં પ્રવેશેલા અરવિંદ કેજરીવાલ પછી તો પોતે જ એના કળણમાં ખૂંપતાં ગયા અને ચાદર કરતાં પગ લાંબા કરવાની લાયમાં દિલ્હી ગુમાવી બેઠા.

time-read
3 mins  |
February 24, 2025
મનશુદ્ધિ વગરની આપણી તનશુદ્ધિ
Chitralekha Gujarati

મનશુદ્ધિ વગરની આપણી તનશુદ્ધિ

ગાંધીજી પાપ-પુણ્યની વાત ધર્મના અર્થમાં નહીં, પરંતુ નૈતિકતાના અર્થમાં કરતા હતા. એમના મતે મનની અશુદ્ધિ માટે સાત પાપ જવાબદાર હતાંઃ સિદ્ધાંત વગરની રાજનીતિ, શ્રમ વગરનું ધન, વિવેક વગરનું સુખ, ચરિત્ર વગરનું જ્ઞાન, નીતિ વગરનો વેપાર, માનવતા વગરનું વિજ્ઞાન અને ત્યાગ વગરની પૂજા.

time-read
5 mins  |
February 24, 2025
નો માર્કેટિંગ
Chitralekha Gujarati

નો માર્કેટિંગ

… તેમનો આભાર માનીને બહાર નીકળ્યાં, પણ ‘હવે તો બોર્ડ પણ બહાર નથી' એ તેમના વાક્ય ફરતે હજુ મન ઘૂમરાતું હતું. ‘આપણી સેલ્સ ઓફિસને બોર્ડ નહીં હોય અથવા બોર્ડ નહીં લગાવવું' એવું આપણે નક્કી કર્યું તો ?...

time-read
5 mins  |
February 24, 2025
મજા હારમાં છે, ગજબ ગેમ છે...
Chitralekha Gujarati

મજા હારમાં છે, ગજબ ગેમ છે...

જો બન્નેનાં હૈયે લગન સેમ છે હૃદય ખોલી કહી દે, ‘મને પ્રેમ છે’ હવા, વાદળો, મ્હેક કે ચાંદની મિલન બાદ ક્યાં કંઈ હતું તેમ છે.

time-read
2 mins  |
February 24, 2025
જસ્ટ, એક મિનિટ..
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ..

વાસ્તવિકતાનો જલદીથી સ્વીકાર કરીને એવી બાબતોને પડતી મૂકીને નવી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું વધારે ડહાપણભર્યું હોય છે.

time-read
1 min  |
February 24, 2025
ભાંગી મારી જન્મોજનમની ખામી
Chitralekha Gujarati

ભાંગી મારી જન્મોજનમની ખામી

ખૂબી વધારે છે કે ખામી એ ગણતરી ક્યાં કરી? જેવો હતો એવો મેં એને દિલથી અપનાવ્યો હતો.

time-read
2 mins  |
February 17, 2025
જસ્ટ, એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

કઈ તરફનો ઝુકાવ રાખવો એ જે-તે માણસના હાથની વાત છે.

time-read
1 min  |
February 17, 2025
સફળતાની ઠોકર વાગે ત્યારે!
Chitralekha Gujarati

સફળતાની ઠોકર વાગે ત્યારે!

તમે પહેલી વાર કાર ચલાવી હશે ત્યારે તમને યાદ હશે કે તમે અત્યંત સાવચેતીપૂર્વક ડ્રાઈવિંગ કર્યું હશે, પરંતુ જેમ જેમ કારની ગતિ વધી હશે એમ તમારો આત્મવિશ્વાસ પણ વધ્યો હશે. એ જ ગતિ અતિ આત્મવિશ્વાસ તરફ લઈ જાય છે. અકસ્માતની સંભાવના એ જ વખતે સૌથી વધુ હોય છે જ્યારે અતિ આત્મવિશ્વાસ હોય.

time-read
5 mins  |
February 10, 2025